ઘણા યુગોથી ઊભો છું સમયસર એ જ જગ્યા પર,
રદીફ છું તે છતાં પણ કાફિયાનું ધ્યાન રાખું છું.
અંકિત ત્રિવેદી

ઐસા ત્રાટક – રાજેન્દ્ર શુકલ

દેખૂંગા ઓર દોડૂંગા, મૈં દરવાજા તોડૂંગા!
સાંસ સૂરંગા ફોડૂંગા, મૈં દરવાજા તોડૂંગા!

દેખન લાગા અબ અંધા, મૈંને બાંધા મૈં બંધા,
છૂટૂંગા તબ છોડૂંગા, મૈં દરવાજા તોડૂંગા!

જનમજનમ કો જાન ગયા, કારાગૃહ પહેચાન ગયા,
કાહે કો મુખ મોડૂંગા, મૈં દરવાજા તોડૂંગા!

બિખરબિખર મિટ જાઉંગા, ફિરતફિરત ફિર આઉંગા,
નિશાન ડંકા ખોડૂંગા, મૈં દરવાજા તોડૂંગા!

સૂન્નશિખર તક પહોંચૂંગા, પાઉંગા પલમેં અપલક,
ઐસા ત્રાટક જોડૂંગા, મૈં દરવાજા તોડૂંગા!

– રાજેન્દ્ર શુક્લ

દરવાજો ખોલવાની ગઝલથી આગળ આ દરવાજો તોડવાની ગઝલ માણો. કવિશ્રીના શબ્દોની તાકાત અને મીઠાશ બન્ને માણવા જેવા છે.

13 Comments »

  1. વિવેક said,

    January 11, 2011 @ 2:08 AM

    સરસ!
    કવિશ્રીના અવાજમાં આ ગઝલ સાંભળવા મળે તો સોનામાં સુગંધ ભળે…

  2. Pushpakant Talati said,

    January 11, 2011 @ 5:30 AM

    વાહ ! રાજેન્દ્રભાઈ ! !! વાહ ! !! !!!
    આપને તથા રચના ને મારા કોટી-કોટી વંદન

    રચનામાં પ્રયોજાયેલા શબ્દ-સમુહો થી ચકીત થઈ જવાયું .

    ખાસ કરી ને નીચેનાં ;-
    ” સાંસ સૂરંગા ફોડૂંગા ”
    ” દેખન લાગા અબ અંધા,”
    ” મૈંને બાંધા – મૈં બંધા,”
    ” છૂટૂંગા તબ છોડૂંગા, ”
    ” જનમજનમ કો જાન ગયા, – કારાગૃહ પહેચાન ગયા ”
    ” કાહે કો મુખ મોડૂંગા ”
    ” બિખરબિખર મિટ જાઉંગા ”
    “,ફિરતફિરત ફિર આઉંગા ”
    ” નિશાન ડંકા ખોડૂંગા ”
    ” સૂન્નશિખર તક પહોંચૂંગા – પાઉંગા પલમેં અપલક ”
    વિગેરે વિગેરે … .. … .

  3. Pinki said,

    January 11, 2011 @ 6:32 AM

    વાહ્.. ખૂબ સરસ ગઝલ !

    સૂન્નશિખર તક પહોંચૂંગા, પાઉંગા પલમેં અપલક,
    ઐસા ત્રાટક જોડૂંગા, મૈં દરવાજા તોડૂંગા !

    જનમજનમ કો જાન ગયા, કારાગૃહ પહેચાન ગયા,
    કાહે કો મુખ મોડૂંગા, મૈં દરવાજા તોડૂંગા !

    બાવાબોલીમાં આ ગઝલ તેમનાં મોઢે સાંભળી,
    ત્યારે ખરેખર, ખૂબ જ મજા આવેલી !

  4. pragnaju said,

    January 11, 2011 @ 7:13 AM

    ખૂબ સરસ ગઝલ
    બિખરબિખર મિટ જાઉંગા, ફિરતફિરત ફિર આઉંગા,
    નિશાન ડંકા ખોડૂંગા, મૈં દરવાજા તોડૂંગા!

    સૂન્નશિખર તક પહોંચૂંગા, પાઉંગા પલમેં અપલક,
    ઐસા ત્રાટક જોડૂંગા, મૈં દરવાજા તોડૂંગા!
    ત્રાટકથી ન માત્ર દૃષ્ટિ સ્થિર થાય છે પરંતુ મનની ચંચળ વૃત્તિનું શમન થાય છે. મન લક્ષ્ય પદાર્થમાં સ્થિર થાય છે. ચિંતા અને તાણ મટે છે, આંખ પર લોહીનું પરિભ્રમણ સુધરવાથી આંખનું તેજ વધે છે. આળસનો નાશ થાય છે. સાધકનું સંકલ્પબળ મજબૂત બને છે. ભ્રમરમધ્ય અને નાસિકાગ્ર દૃષ્ટિ કેન્દ્રિત કરનાર સાધકો સમયાંતરે એટલી એકાગ્રતા મેળવે છે કે એમની દૃષ્ટિ અચળ થાય છે (ખરેખર તેઆ આંખથી બે-ત્રણ ઈંચ દૂરનું પણ ભાગ્યે જ જોતાં હોય છે) અને તેઓ શરીરનું બાહ્ય ભાન વિસરી જાય છે. મન સંપૂર્ણપણે અંતર્મુખ બને છે. આ રીતના અભ્યાસવાળો સાધક શાંભવી મુદ્રા અને ઉન્મની મુદ્રા સહેલાઈથી કરી શકે છે. સાધક વિચારવિહીન દશાનો અનુભવ કરે છે. ત્રાટકની સાધનામાં આગળ વધેલાં સાધકો અન્યનાં મનની વાતો જાણી શકે છે. તે દૂરની ઘટનાઓ અને પદાર્થોને જોઈ અને જાણી શકે એવી પ્રજ્ઞાવાળો થાય છે.અને ‘મૈં’નો દરવાજા તુટે.તેનો અણસાર થાય છે.

    ગીરનારના શિખર પરથી તેમનાં મોઢે સાંભળીી તો વધુ મઝા આવે.

  5. dHRUTI MODI said,

    January 11, 2011 @ 3:29 PM

    ખુમાર્

    િ

    ખુમારી સભર શબ્દો.ત્રાટક કરે ઍવી સુંદર ગઝલ.

  6. Pancham Shukla said,

    January 11, 2011 @ 6:55 PM

    ‘ ઘિર આયી ગિરનારી છાયા ‘ vain ની મને ખૂબ ગમતી ગઝલ.

  7. Dinesh Pandya said,

    January 12, 2011 @ 4:17 AM

    જનમજનમ કો જાન ગયા, કારાગૃહ પહેચાન ગયા,
    કાહે કો મુખ મોડૂંગા, મૈં દરવાજા તોડૂંગા !

    કાહેકો મુખ મોડૂંગા? હવે ડર નથી કરણ કે શાયર જનમજનમના કેદખાનાને ઓળખી ગયો છે એટલે ભવાટવીના બંધનમાંથી દરવાજો તોડીને મુક્ત થવું છે.
    સુફિયાના અંદાજની સુંદર ગઝલ!

    દિનેશ પંડ્યા

  8. વિહંગ વ્યાસ said,

    January 13, 2011 @ 5:02 AM

    ખુબજ સ-રસ.

  9. vallimohammed said,

    January 13, 2011 @ 12:46 PM

    રેઅલ્લ્ય સ્વેીત રેમિન્દ ઉસ ગિર્નર અન્દ જોૂનઘધ થન્ક્સ્

  10. vallimohammed said,

    January 13, 2011 @ 12:47 PM

    થન્ક્સ રેમિન્દ ઉસ ગર્વો ન ગધ બ્ગિર્નર અન્દ જુઉનગહ થન્ક્સ લખનિ

  11. ashok pandya said,

    January 13, 2011 @ 11:34 PM

    ઋષિ કવિ ની ઉચાઈ અને ઉન્ડાણ નો તાગ લેવા માટે કદાચ આપણી સમજનો ગજ વામણો…ચિત્તને તિરોહીત કરતી સર્જકતા અને બાની બાવાની રચનાને સચોટ બનાવે છે..રાશુ એટલે રાશુ…સલામ અને વન્દન…અશોક-નીલા પંડ્યા, ભાવનગર

  12. Kirftikant Purohit said,

    January 15, 2011 @ 1:37 AM

    રાજેન્દ્રભાઇની સ્વ-શૈલીની એક સુઁદર રચના. મઝા આવી ગઇ.

  13. HATIM THATHIA said,

    January 23, 2012 @ 10:42 AM

    EXCELLANT!!!THIS TYPE OF “KHUMARI” COULD ONLY POSSIBLE TO EXPRESS WHO MIGHT HAVE STARTED THE FIRST “ANUBHUTI’ IN GIRNARA TALETI ..AND THIS POET WAS WHEN YOUNG AND NOT BAPU OF BEARDED BUR BAPU OF MUSTACHE IN BAHAUDDIN COLLEGE IN TWENTIES GOT THE SAY PAN KIDHA GALTHUTHINA. SALAM RAJENDRABHAI THE POET OF RAY IN AHMEDABAD .I AM WITNESS OF METAMORPHOSIS OF THE GREAT NAWAWTAR NARSAION

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment