સમજી જાજે સાનમાં, મન બાંધી લેજે તોલ;
હોય ઈશારા હેતના, એના ના કંઈ વગડે ઢોલ!
-બાલમુકુંદ દવે

દીવો કરી જુઓ -અશોક ચાવડા ‘બેદિલ’

અંધારથી ડર્યા વગર, દીવો કરી જુઓ,
અજવાશ આવશે નજર, દીવો કરી જુઓ.

અંદર સુધી ઉજાસનો અનુભવ થઈ જશે,
સગપણ વગર કબર ઉપર, દીવો કરી જુઓ.

ઊંચી ઈમારતોમાં છે દીવાલ મીણની,
કહેવું કઈ રીતે : “નગર, દીવો કરી જુઓ ?”

મનમાં ન મેલ હોય તો પડશે નહીં ફરક,
કપડાં ભલે લઘરવઘર, દીવો કરી જુઓ.

મારી જ જેમ જર્જરિત છે બારસાખ પણ,
રોકાઇ જાવ, આજ ઘર, દીવો કરી જુઓ.

– અશોક ચાવડા ‘બેદિલ’

અંધારાથી ડર્યા વગર જો દીવો કરીશું તો અજવાળું એની મેળે સામેથી ભેટવા આવશે…

11 Comments »

  1. PRADIP SHETH . BHAVNAGAR said,

    November 5, 2010 @ 8:57 AM

    અંદર સુધી ઉજસનો……….
    ખૂબજ સુંદર શેર…..
    સરસ ગઝ્લ…..

  2. ડૉ.મહેશ રાવલ said,

    November 5, 2010 @ 10:11 AM

    કવિ મિત્ર અનિલની સરસ પ્રસંગને અનુરૂપ ગઝલ .
    ઊર્મિ! નૂતનવર્ષાભિનંદન અને આપણા તમામ વાચક ભાવકને પણ દીપાવલીની શુભેચ્છાઓ.

  3. P Shah said,

    November 5, 2010 @ 11:06 AM

    રોકાઇ જાવ, આજ ઘર, દીવો કરી જુઓ…..

    સુંદર રચના !

    દીપાવલીની શુભેચ્છાઓ !

  4. pragnaju said,

    November 5, 2010 @ 1:44 PM

    સરસ

    મનમાં ન મેલ હોય તો પડશે નહીં ફરક,
    કપડાં ભલે લઘરવઘર, દીવો કરી જુઓ.
    વાહ્

  5. Lata Hirani said,

    November 5, 2010 @ 2:15 PM

    સુન્દર..

    સૌને દિવાળીની શુભેચ્છાઓ..

  6. Pinki said,

    November 6, 2010 @ 12:17 AM

    શુભ દિપાવલી અને નૂતન વર્ષની શુભકામનાઓ !

    કિરીટ ગોસ્વામીનો એક શેર યાદ આવ્યો.. 🙂
    વૅબ પર આ ગઝલ મૂકી ત્યારે કદાચ આ શેર પણ મૂકેલો …

    “દૂર ભાગે આંખ સામેનું તિમિર,
    એક દીવો ભીતરે જો ઝળહળે.” – કિરીટ ગોસ્વામી

  7. કિરણસિંહ ચૌહાણ said,

    November 9, 2010 @ 11:42 PM

    વાહ! બહુ જ સુંદર ગઝલ. અશોકનો વધુ એક યાદગાર શિલાલેખ.

  8. Gaurang Thaker said,

    November 12, 2010 @ 9:36 AM

    વાહ વાહ કવિ…
    અંદર સુધી ઉજાસનો અનુભવ થઈ જશે,
    સગપણ વગર કબર પર, દીવો કરી જુઓ.

    ઊંચી ઈમારતોમાં છે દીવાલ મીણની,
    કહેવું કઈ રીતે : “નગર, દીવો કરી જુઓ ?”

  9. અશોક ચાવડા said,

    June 18, 2011 @ 8:11 AM

    અંદર સુધી ઉજાસનો અનુભવ થઈ જશે,
    સગપણ વગર કબર પર, દીવો કરી જુઓ.

    આ શેરમાં ભૂલ છે. સાચો શેર આ મુજબ છે.
    અંદર સુધી ઉજાસનો અનુભવ થઈ જશે,
    સગપણ વગર કબર ઉપર, દીવો કરી જુઓ.

  10. ઊર્મિ said,

    June 18, 2011 @ 10:47 AM

    પ્રિય અશોકભાઈ, ભૂલ બદલ ક્ષમા… શેરમાં રહી ગયેલી ટાઈપિંગ ભૂલ સુધારી લીધી છે.
    આપનો હાર્દિક આભાર અને આવકાર… કવિની કવિતાની પોસ્ટ ઉપર કવિનાં પગલાં ખૂબ જ ગમ્યાં…

  11. ડો. અશોક ચાવડા બેદિલ said,

    June 25, 2011 @ 2:20 AM

    આભાર ઊર્મિબેન,
    આ તો સહજ વેબ-લટાર મારતો હતો ત્યાં લયસ્તરો પાસે રોકાઈ ગયો. અલબત્ત રોકાવું પડે તેમ જ હતું. ત્વરાથી ભૂલ સુધારાઈ એ ગમ્યું. આમ જ વેબ-મુલાકાત થતી રહેશે એવી આશા સાથે. પુન આભાર.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment