યારોને મારા માટે જુઓ, કેવી પ્રીત છે !
જખ્મોને ટેકવા રચી મીઠાની ભીંત છે.
વિવેક મનહર ટેલર

(પૉસ્ટ ૨૦૦૦ +) આજની ઘડી રળિયામણી…

સખી ! આજની ઘડી રળિયામણી રે,
મારો વહાલોજી આવ્યાની વધામણી જી રે…..સ0

પૂરો પૂરો, સોહાગણ ! સાથિયો રે,
મારે ઘેરે આવે હરિ હાથિયો જી રે…..સ0

સખી ! લીલુડા વાંસ વઢાવીએ રે,
મારા વહાલાજીનો મંડપ રચાવીએ જી રે…..સ0

સખી ! મોતીડે ચોક પુરાવીએ રે,
આપણા નાથને ત્યાં પધરાવીએ જી રે…..સ0

સખી !  જમનાજીના નીર મંગાવીએ રે,
મારા વહાલાજીના ચરણ પખાળીએ જી રે…..સ0

સહુ સખીઓ મળીને વધાવીએ રે,
મારા વહાલાજીને મંગળ ગવરાવીએ જી રે…..સ0

સખી ! રસ આ મીઠડાથી મીઠડો રે,
મહેતા નરસૈંયાનો સ્વામી દીઠડો જી રે…..સ0

– નરસિંહ મહેતા

‘લયસ્તરો’ની અનવરત મુસાફરીમાં આજે એક નવો માઇલ સ્ટૉન ઉમેરાઈ રહ્યો છે… ગયા અઠવાડિયે જ લયસ્તરોએ ૨૦૦૦ પૉસ્ટ પૂરી કરી… પણ કવિશ્રી વિપિન પરીખની કવિતાઓ મૂકવાનું થયું એટલે એ ઉજવણી પડતી મૂકી… આમેય લયસ્તરો પર મૂકાતી દરેક કવિતા પોતે જ એક ઉત્સવ છે, ખરું ને ?

ઇન્ટરનેટ ઉપર ગુજરાતી કાવ્યવિશ્વમાં આ ઘટના પહેલવહેલીવાર આકાર લઈ રહી છે એનો આનંદ છે પણ આ સફરમાં આપ સહુ અમારા હમસફર બનીને સતત સાથે ને સાથે જ રહ્યા છો એનો આનંદ સવિશેષ છે… આજની આ રળિયામણી ઘડી પર આદ્ય કવિ નરસિંહ મહેતાના આ ગીત સિવાય બીજું શું સૂજે ભલા?

ધવલ-વિવેક-ઊર્મિ-તીર્થેશ
(ટીમ લયસ્તરો)

29 Comments »

 1. Jayshree said,

  October 30, 2010 @ 2:12 am

  અભિનંદન… અભિનંદન…
  આ સફરના… આજની ઘડીના સાક્ષી બનવાનો અમને પણ આનંદ.. આનંદ…

 2. esha said,

  October 30, 2010 @ 2:33 am

  congrats

 3. Kirtikant Purohit said,

  October 30, 2010 @ 2:52 am

  ખૂબ ખૂબ અભિનન્દન. ઊત્સવનો આનન્દ અમને પણ ચ્હે.

 4. pragnaju said,

  October 30, 2010 @ 4:02 am

  ખૂબ ખૂબ અભિનન્દન

 5. Pushpakant Talati said,

  October 30, 2010 @ 5:21 am

  TEAM of LAYASTARO / લયસ્તરો ની ટીમ ને હું લયસ્તરો નાં દરેક વાંચકો & VOSITORS ની તરફ થી ખૂબ ખૂબ ધન્યવાદ રજુ કરું છું – તથા ૨૦૦૦ + નો એક નવો માઈલ-સ્ટોન આંબી જઈ અને આગળ નાં અન્ય અગણિત સોપાનો સર કરવા અને તે માટે કટિબધ્ધ રહી આગળ ને આગળ પ્રસ્થાન કરવા સબબ હાર્દિક શુભકામના , શુભેચ્છા , તેમજ સર્વશ્રી (૧) ધવલભાઈ, – વિવેકભાઈ, – ઊર્મિબહેન , – અને તીર્થેશભાઈ ને મારી મીઠી મીઠી દિલનાં ઊંડાણ થી ખાસ વધામણી.

 6. kiran mehta said,

  October 30, 2010 @ 6:24 am

  લયસ્તરોની ટીમને મારા ખુબ ખુબ અભિનન્દન, હુ તો તમારી હમસફર ઘણી મોડી થઈ છુ એનો અફસોસ થાય છે. તમારી સફર અવિરત ચાલતી રહે એજ પ્રાર્થના ઈશ્વરને કરુ છુ.

 7. satish joshi said,

  October 30, 2010 @ 6:52 am

  રઈશ ભાઈ ગઝલ ના છન્દો વિધાન વિષે સરસ લખાણ કરી ચુક્યા છે.
  મેઁ વાઁચ્યુઁ ત્યાર થી એમને અભિનન્દન આપવાની ઇચ્છા હતી.

  આજે ચાન્સ લઉઁ છુઁ.

  ગઝલ કાર જઁપશે, અને ભાવક વિહ્વળ થાય એ જ ગઝલ ની મજા ને પીડા છે.

  થેન્ક્સ્,

  સતીશ જોશી

 8. rashi said,

  October 30, 2010 @ 6:58 am

  KHUB KHUB ABHINANDAN!!!!!!!!!

 9. ડૉ.મહેશ રાવલ said,

  October 30, 2010 @ 7:11 am

  લયસ્તરોને આ અનન્ય માઈલસ્ટોનનું ઉજવણું મુબારક….વિવેકભાઈ.
  આમ તો હવે લયસ્તરો કવિતા,ગીત,ગઝલ,અછાંદસ રૂપે અભિવ્યક્ત સમગ્ર ગુજરાતી ભાષાની ‘સહિયારી’ લાગણીના અવતરણનું પ્રતિક થઈ ગઈ છે.ભાગ્યે જ કોઇ હશે જે લયસ્તરો પર આવ્યું હોય!
  અને તમે સાચું જ કહ્યું, ભાવકો/વાંચકોના સાથ અને સહકારથી પથ અને પ્રગતિ નવા-નવા સિમાચિહ્નો તરફ અગ્રેસર થઈ રહે છે.મને ગૌરવ છે કે લયસ્તરોના લય અને સ્તરના સહભાગી બનવાનું સૌભાગ્ય સાંપડ્યું છે….અને આવતા દિવસોમાં પણ સાંપડતું જ રહેશે એની ખાતરી છે.
  સમગ્ર લયસ્તરો ટીમને આ કિર્તીમાનની ખુશાલી મુબારક.
  લોન્ગ લીવ લયસ્તરો….
  જય હો….!

 10. સુનીલ શાહ said,

  October 30, 2010 @ 7:53 am

  અભિનંદન લયસ્તરો…
  બસ.. આમ જ આગેકૂચ કરતાં રહો..હૃદયથી શુભેચ્છાઓ.

 11. Devika Dhruva said,

  October 30, 2010 @ 8:41 am

  “લયસ્તરો’ની તો આ ઉજવણી એટલે કે જાણે સાચી દિવાળી ! સૌને મુબારક..

 12. urvashi parekh said,

  October 30, 2010 @ 9:31 am

  ખુબ ખુબ અભીનન્દન..
  ઘણુ બધુ અને ઘણુ સરસ આપી રહ્યા છો.
  લયસ્તરો ઘણુ જ ગમે છે.
  બસ આમજ તેના દવારા મળતા રહીએ..
  ફરી આખી ટીમ ને અભીનન્દન..

 13. vinod said,

  October 30, 2010 @ 9:51 am

  ખૂબ ખૂબ અભિનન્દન

 14. ચાંદ સૂરજ said,

  October 30, 2010 @ 10:37 am

  ‘લયસ્તરો’ ને હાંસિલ થયેલા શિખર પર બિરાજમાન થવાના અનોખા પ્રસંગે અભિનંદન ! ભાવિની રાહ પર સફળતાઓ સાંપડે !

 15. Girish Parikh said,

  October 30, 2010 @ 12:55 pm

  ધવલ-વિવેક-ઊર્મિ-તીર્થેશ (ટીમ લયસ્તરો)ને તથા સર્વ ભાવકોને શબ્દપૂર્વક, હૃદયપૂર્વક અભિનંદન.
  ‘લયસ્તરો’ સર્વત્ર વિસ્તરો !
  ‘લયસ્તરો પરના સમગ્ર ૨૦૦૦+ પોસ્ટ, આસ્વાદ, અને પ્રતિભાવોનું પઠન કોઇએ કર્યું છે કે કરવા વિચારે છે? જેમણે સમગ્ર પઠન કર્યું હોય એમને એમના દિવ્ય કાવ્યાનુભવ પોસ્ટ કરવા વિનંતી કરું છું.
  – – ગિરીશ પરીખ

 16. sapana said,

  October 30, 2010 @ 2:22 pm

  અભિનંદન!
  સપના

 17. Pancham Shukla said,

  October 30, 2010 @ 3:34 pm

  લયસ્તરોની શરૂઆતથી આજ લગી એના એક ભાવક તરીકે અનેક કવિતાઓ અને આનુસાંગિક રસપ્રદ ચર્ચાઓ દ્વારા ઘણું માણવા/જાણવા મળ્યું છે. ૨૦૦૦ પોસ્ટ્સના ઉજવણાને ઊમળકાથી વધાવું છું.

  ઈન્ટર્નેટ દ્વારા ગુજરાતી કવિતાઓ વિશ્વગુર્જરી સુધી પહોંચાડવાની હામ અને લયસ્તરોના ટીમવર્કને સલામ.

 18. Bharat Trivedi said,

  October 30, 2010 @ 4:24 pm

  લયસ્તરોમાં આવતી કવિતાએ નિરાશ કર્યો હોય તેવું ભાગ્યે જ બન્યુ છે! કવિતા વિષેની કોમેન્ટસ પણ ભાવકોની કવિતા પ્રીતિની જાણે છડી પોકારતી હોય છે. બે/ત્રણ માસ પહેલાં જ લયસ્તરોનો પરિચય થયો ને પછી તો મહેંદી હસને ગાયું છે તેમ- ધીરે ધીરે આપ મેરે દિલકે મહેંમા હો ગયે… જેવું જ બન્યું છે ! ધવલ-વિવેક-ઊર્મિ-તીર્થેશ ટીમને અભિનંદન !!!

  -ભરત ત્રિવેદી

 19. sudhir patel said,

  October 30, 2010 @ 5:15 pm

  ૨૦૦૦મી પોસ્ટના અનેરા અવસર પર લયસ્તરો અને તેની ટીમને હાર્દિક અભિનંદન અને અઢળક શુભેચ્છાઓ!
  સુધીર પટેલ.

 20. DHRUTI MODI said,

  October 30, 2010 @ 8:12 pm

  અભિનંદન ૨૦૦૦મી પોસ્ટના આનંદદાયક અવસર પર.

 21. ડૉ.મહેશ રાવલ said,

  October 30, 2010 @ 9:35 pm

  ટાઈપિંગ એરર…..ક્ષમાયાચના
  મારા પ્રતિભાવની ત્રીજી લીટીમાં ભાગ્યે જ કોઇ હશે જે લયસ્તરો પર ન આવ્યું હોય – એમ સુધારી વાંચશો.

 22. Taha Mansuri said,

  October 30, 2010 @ 10:11 pm

  લયસ્તરોની ટીમને ખુબ ખુબ અભિનંદન.

 23. bharat vinzuda said,

  October 30, 2010 @ 11:22 pm

  Dr. Shivlal jesalpura ae Narasinh maheta ni kavy krutio nu sampadan ane sanshodhn karyu chhe.narsinh ni kruti mate mota bhage teno aadhar leva ma aave chhe.
  Te sampadan mujab bija antara ni biji pnkti aa mujab chhe

  GHERE MALAPATO AAVE HARI HATHIYO JI RE

  ane chotho antaro aa mujab chhe.

  TARIYA TORAN BARE BANDHAVIAE RE
  SAKHI MOTIDE CHOK PURAVIAE JI RE

  Laystro ne shubechchho….

 24. Girish Parikh said,

  October 31, 2010 @ 12:01 am

  નરસિંહનું ‘ભુતળ ભક્તિ પદાર્થ મોટું …’ પદ ડૉ. શિવલાલ જેસલપુરાના પુસ્તકમાં હશે જ. એ ‘લયસ્તરો’ પર પોસ્ટ કરવા વિનંતી કરું છું.

 25. Gunvant Thakkar said,

  October 31, 2010 @ 12:13 am

  લયસ્તરોની ટીમને હદય પૂર્વકના અભિનંદન

 26. વિહંગ વ્યાસ said,

  October 31, 2010 @ 12:13 am

  શુભેચ્છાઓ……

 27. P Shah said,

  November 1, 2010 @ 2:22 am

  અભિનંદન અને અનેક શુભેચ્છાઓ !

 28. dr.bharat said,

  November 4, 2010 @ 12:51 am

  આજ ના અવસર પર લયસ્તર અને સંપૂર્ણ ટીમ સાથે સભ્ય ગણ ને હાર્દિક અભિનંદન અને શુભ દિપાવલી સાથે નુતન વર્ષાભીનંદન! નવા વર્ષની શુભેચ્છાઓ!

 29. Kalpana said,

  November 8, 2010 @ 7:12 pm

  અભિનન્દન વિવેકભાઈ. ખૂબ ખૂબ વધાઈ આભાર સહુની ગુજરાતી સાહિત્યની પ્રસાદી પીરસવા બદલ.
  કલ્પના

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment