શબ્દોનું લોહી જેવું છે, ઘા થાય તો વહે,
વ્યર્થ જ હું એના ઘેર તકાજો કરું છું રોજ.
વિવેક ટેલર

ગરબો ગરબો – રિષભ મહેતા

ટહુકાનું એક નામ સખીરી ગરબો ગરબો
કરવા જેવું કામ સખીરી ગરબો ગરબો

પરોઢિયાનું સરનામું છે ચહેરા ઉપર
મધરાતે મુકામ સખીરી ગરબો ગરબો

જીવવાનું છે જેમાં પળપળ ઝળહળ ઝળહળ
સૂરજનું એક ગામ સખીરી ગરબો ગરબો

ત્રણ તાળીના લયમાં જડ ને ચેતન ધબકે
ધબકારાનું ધામ સખીરી ગરબો ગરબો

મૈયાની મમતાનો મીઠો રસ છલકાતો
પીવા જેવું જામ સખીરી ગરબો ગરબો

– રિષભ મહેતા

હાલમાં ચાલી રહેલી નવરાત્રિની આપ સૌ મિત્રોને લયસ્તરો તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ…

6 Comments »

 1. Jayshree said,

  October 14, 2010 @ 10:25 am

  ટહુકાનું એક નામ સખીરી ગરબો ગરબો…
  વાહ..!! 🙂

 2. ઉલ્લાસ ઓઝા said,

  October 14, 2010 @ 11:13 am

  સૌને નવરાત્રીની શુભેચ્છા.

 3. Kirtikant Purohit said,

  October 14, 2010 @ 11:19 am

  વાહ રિષભભાઇનુઁ … ઇનામ ગરબો ગરબો..

  પરોઢિયાનું સરનામું છે ચહેરા ઉપર
  મધરાતે મુકામ સખીરી ગરબો ગરબો

  જીવવાનું છે જેમાં પળપળ ઝળહળ ઝળહળ
  સૂરજનું એક ગામ સખીરી ગરબો ગરબો

 4. manishi jani said,

  October 14, 2010 @ 12:36 pm

  અભિનન્દન….સરસ ગરબો …..

 5. DHRUTI MODI said,

  October 14, 2010 @ 2:38 pm

  ગમ્યો ગરબો. નવરાત્રીની શુભેચ્છા.

 6. Bharat Trivedi said,

  October 14, 2010 @ 9:06 pm

  પીવા જેવું જામ સખીરી ગરબો ગરબો? શબ્દકોશ મુજબ તો જામ એટલે પ્યાલો પર્ંતુ જામ શબ્દ કાને પડતાં જ મારી સામે તો ઉમર ખૈયામની સુરાહી ને જામ આવે છે! ઔચિત્ય ભંગનો પ્રશ્ન થાય તો હું પણ ગુનેગાર એટલો જ ને? શબ્દ ઘણાં assiciation પોતાની સાથે લઈને આવતો હોય છે. કદાચ એટલે જ તો ક્યારેક રચના એક છતાં તેનાં અર્થઘટન અલગ જોવા મળતાં હોય છે! આ ગીત/ગઝલ સુંદર છે તે વિષે તો પ્રશ્ન જ નથી.

  -ભરત ત્રિવેદી

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment