હા, ગઝલ કાગળ ઉપર લખવી પડે છે ઠીક છે,
પણ ગઝલ ક્યારેય તે કાગળ ઉપર રે’તી નથી.
જાતુષ જોશી

ગઝલ -ચિનુ મોદી ‘ઇર્શાદ’

નામ તારું કોઈ વારંવાર લે,
તું ખરો છે કે તરત અવતાર લે.

આમ ક્યાં હું પુષ્પનો પર્યાય છું ?
તું કહે તો થાઉં ખુશ્બોદાર, લે.

તું નિમંત્રણની જુએ છે વાર ક્યાં ?
તું મરણ છે, હાથમાં તલવાર લે.

હાથ જોડી શિર નમાવ્યું; ના ગમ્યું ?
તું કહે તો આ ઊભા ટટ્ટાર, લે.

શું ટકોરા માર ખુલ્લા દ્વાર પર ?
તું કરે છે ઠીક શિષ્ટાચાર, લે.

બંધ શ્વાસો ચાલવા લાગ્યા ફરી,
આ ફરી પાછો ફર્યો હુંકાર, લે.

એ કહે ‘ઈર્શાદ, ઓ ઈર્શાદજી’
ને હતો હું કેવો બેદર્કાર, લે.

(૨૪/૪/૨૦૦૭)

– ચિનુ મોદી ‘ઇર્શાદ’

ચિનુકાકાની ગઝલોમાં મને હંમેશા અનોખી ખુમારી જોવા મળે છે.  આજે પણ વધુ એક ખુમારીવાળી ગઝલ, એમનાં તાજેતરમાં પ્રગટ થયેલાં ગઝલસંગ્રહ ‘ખારાં ઝરણ’ માંથી.

ચિનુકાકાને એમનાં જન્મદિવસે એમને ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ… આ જ ગઝલસંગ્રહમાંની એક બીજી ઇર્શાદ-ગઝલ આપ સૌ અહીં માણી શકો છો.

13 Comments »

 1. ગાગરમાં સાગર » Blog Archive » (મન ગણે તે માન્યતા, ભૈ) - ચિનુ મોદી ‘ઇર્શાદ’ said,

  September 30, 2010 @ 2:14 pm

  […] ચીનુકાકાની આ જ ગઝલસંગ્રહની બીજી એક ગઝલ માણો, લયસ્તરો પર. […]

 2. pragnaju said,

  September 30, 2010 @ 3:28 pm

  જન્મદિન મુબારક
  તું નિમંત્રણની જુએ છે વાર ક્યાં ?
  તું મરણ છે, હાથમાં તલવાર લે.
  છે ને ખૂમારી!
  યાદ
  જવાનીમાં મરણની પૂર્વતૈયારી કરી લીધી.
  અમે આ પણ સહન તલવાર બેધારી કરી લીધી.
  મને કંઈ વાત તો કરવી હતી અલગારી મન મારા,
  મેં મૂકી દીધો છે મારો હાથ તારા હાથમાં,
  ભાગ્યને મારા હવે તું રાખ તારા હાથમાં
  લે, તને સંબોધવાનો સાદ પણ ગયો.

 3. Kirtikant Purohit said,

  September 30, 2010 @ 3:33 pm

  કવિવર ચિનુ મોદી અને ગઝલ બન્ને એક્મેકના પર્યાય તે આજે તેમના જન્મદિવસે ફરી સાબિત થયુઁ. આદરણિય ચિનુભાઇને જન્મદિનની શુભેચ્છાઓ અને દર વર્ષે આ દિનને ઈર્શાદ કહેતા રહીએ.

  તું નિમંત્રણની જુએ છે વાર ક્યાં ?
  તું મરણ છે, હાથમાં તલવાર લે.

  બંધ શ્વાસો ચાલવા લાગ્યા ફરી,
  આ ફરી પાછો ફર્યો હુંકાર, લે.

 4. sapana said,

  September 30, 2010 @ 4:15 pm

  જન્મદિવસ મુબારક ચીનુકાકા!ગઝલ સરસ છે અભિનંદન…
  સપના

 5. dhrutimodi said,

  September 30, 2010 @ 6:55 pm

  જન્મદિનની શુભચ્છા. સુંદર ગઝલ.

 6. deepak said,

  September 30, 2010 @ 11:51 pm

  જન્મદિવસ મુબારક ચીનુકાકા!

  હાથ જોડી શિર નમાવ્યું; ના ગમ્યું ?
  તું કહે તો આ ઊભા ટટ્ટાર, લે.

  વાહ!!!…. ‘ઇર્શાદ’…. 🙂

 7. Pinki said,

  October 1, 2010 @ 12:32 am

  જન્મદિનની ખૂબ ખૂબ શુભેચ્છઓ !
  મારાં સો વર્ષે પણ તમારો જન્મદિન ઉજવવાનો જ છે 🙂

 8. વિહંગ વ્યાસ said,

  October 1, 2010 @ 1:55 am

  કવિને જન્મદિવસની શુભેચ્છાઓ. પુરોહિતસાહેબે કહ્યું તેમ ચિનુ મોદી અને ગઝલ એકબીજાનાં પર્યાય લાગે એ વાતમાં થોડો ઉમેરો કરુ તો મને તો ચિનુમોદી અને રમલ એકબીજાનાં પર્યાય લાગે.

 9. રશ્મિ said,

  October 1, 2010 @ 2:02 am

  ચોટદાર છે!

 10. વિવેક said,

  October 1, 2010 @ 2:08 am

  નખશિખ સુંદર ગઝલ… બધા જ શેર સંઘેડાઉતાર થયા છે…

  કવિશ્રીને જન્મદિવસની કોટિ કોટિ શુભકામનાઓ…

  ‘લે’ રદીફવાળી એક મારી ગઝલ યાદ આવે છે: http://vmtailor.com/archives/131

 11. preetam lakhlani said,

  October 1, 2010 @ 7:19 am

  ચીનુકાકાને જન્મદિનની ખૂબ ખૂબ શુભેચ્છઓ ……….

 12. ધવલ said,

  October 1, 2010 @ 7:50 am

  જન્મદિવસ મુબારક !

  હાથ જોડી શિર નમાવ્યું; ના ગમ્યું ?
  તું કહે તો આ ઊભા ટટ્ટાર, લે.

  -સરસ !

 13. chandresh mehta said,

  October 5, 2010 @ 10:43 am

  હાથ જોડી શિર નમાવ્યું; ના ગમ્યું ?
  તું કહે તો આ ઊભા ટટ્ટાર, લે
  happy birthday.you are CM of gazal world.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment