કવિતા જેવી છાંય મળી
કેમ કહું ફેરો ફોગટ ?
– સંજુ વાળા

પત્ર-ગઝલ – હર્ષદ ચંદારાણા

પત્ર ખોલું, પત્રમાંથી નીકળું
એ જ ક્ષણથી પૂર્ણ તેજે ઝળહળું

પત્ર વાંચું, પત્ર બોલું, સાંભળું
ફક્ત એ રીતે હવે તમને મળું

અન્ન-જળ ને પ્રાણવાયુ પત્ર છે
પત્ર દ્વારા જીવતું હું પૂતળું

એકધારું, એક ધારે ભીંજવે
આ તમારો પત્ર છે કે વાદળું !

પત્ર સાથોસાથ હું ઊગ્યો હતો
પત્ર જ્યાં પૂરો થયો કે હું ઢળું

– હર્ષદ ચંદારાણા

કેટલાક પત્ર જાહેરમાં વાંચવા પણ ગમી શકે છે… ખરું?

7 Comments »

  1. pragnaju said,

    September 25, 2010 @ 7:37 AM

    એકધારું, એક ધારે ભીંજવે
    આ તમારો પત્ર છે કે વાદળું !

    પત્ર સાથોસાથ હું ઊગ્યો હતો
    પત્ર જ્યાં પૂરો થયો કે હું ઢળું
    સરસ અભિવ્યક્તિ
    પ્રિયતમનો પત્ર છેક ગલીને નાકે સાધી રાખેલો ટપાલી હાથમાં મૂકતો ને હથેલીમાં જાણે વસંત મહોરી ઊઠતી. રોમાંચ અને અધીરાઈના ઓઘ ઊછળતા. હથેળીમાં જાણે આખું જગત ભરાઈ જતું. પોતાની વસંતના ટહુકાને કોઈ સાંભળી ન જાય, પોતાના એ જગતને કોઈ જોઈ ન જાય એમ ખૂણે-ખાંચરે ભરાઈ એક એક શબ્દમાંથી છાંટો ય ઢળે નહીં એમ પીવાતો, ક્યારેક એ જ કાગળમાંથી ઊઠેલી જ્વાળાઓ હ્ય્દયવિદારક ભસ્મ લેપાતી.
    હવે મોબાઈલના પર ત્રણ અક્ષરો LVUના SMS ઉતરે છે. વળતો જ જવાબ સેકંડમાં એથીય ટૂંકો Mi કે Me2- પાછો જાય છે. વચ્ચે ઈન્તજાર, તલસાટ કે વાટ જોવાની ઘડીઓની મજા ચાલી ગઈ છે.

    ટૂંકી અભિવ્યક્તિ લાગણીઓની સંકડાશને વ્યક્ત કરતી હશે ?

  2. anonumous said,

    September 25, 2010 @ 8:46 AM

    ખુબ સુંદર રચના.

    અન્ન-જળ ને પ્રાણવાયુ પત્ર છે
    પત્ર દ્વારા જીવતું હું પૂતળું

    અિભજીત પંડ્યા.

  3. dhrutimodi said,

    September 25, 2010 @ 2:52 PM

    ટૂંકી બહેરમાં રચાયેલી સુંદર ગઝલ.
    ઍકધારું,ઍકધારે ભીંજવે
    આ તમારો પત્ર છે કે વાદળું!
    વાહ! ભઈ, વાહ!

  4. sudhir patel said,

    September 25, 2010 @ 4:14 PM

    હર્ષદભાઈની આ પત્ર-ગઝલ ઘણાં સમય બાદ ફરી અહીં માણવી ગમી!
    સુધીર પટેલ.

  5. P Shah said,

    September 26, 2010 @ 1:03 AM

    સુંદર રચના !

    એકધારું, એક ધારે ભીંજવે
    આ તમારો પત્ર છે કે વાદળું !…

  6. ધવલ said,

    September 26, 2010 @ 9:30 PM

    પત્ર ખોલું, પત્રમાંથી નીકળું
    એ જ ક્ષણથી પૂર્ણ તેજે ઝળહળું

    – વાહ !

  7. sudhir tatmiya said,

    December 19, 2010 @ 12:08 AM

    ખુબ સુંદર રચના…………….
    ઍકધારું,ઍકધારે ભીંજવે
    આ તમારો પત્ર છે કે વાદળું!
    વાહ! ભઈ……, વાહ!!!!!!!!!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment