આજ અંધાર ખુશબો ભર્યો લાગતો,
આજ સૌરભ ભરી રાત સારી;
આજ આ શાલની મંજરી ઝરી ઝરી,
પમરતી પાથરી દે પથારી.
પ્રહલાદ પારેખ

ઊઘડતા પ્રભાતનું ગીત – ઉશનસ્

આછા આછા ભાંગતી રાતના ગાળે,
કે આછા આછા ચાંદરણા-અજવાળે
કોણ આ વ્હેલું ઊઠી ગયું છે, ને ઘરઆંગણું વાળે !

વાસીદામાં ખરિયાં તારકફૂલ વળાતાં વાગે !
ગમાણ-ખાણ-કરે ભરવાડણ કો અડવાણે પાગે !
તેજ તણખલાં વીખર્યાં વાળી-ઝૂડી બાંધતી ભારે ! – આછા0

પાછલી રાતનો ટેટી-ટેટીએ લૂમઝૂમ વડ આકાશે,
તેજ-તાર-કસબ વડવાઈ ઝૂલે આંખની પાસે,
ઝોળી બાંધી, પણ હજી જોને નીડ ઊંઘે છે ડાળે – આછા0

નિહારિકાના ચીલેચીલે ઝોકતું પ્હેલું ગાડું
નીકળ્યું છે, પણ ધૂળ ન ઊડે, હજી છે ઘારણ ગાઢું,
ઊંઘતી ફૂલફોરમ ભરી ગાલ્લે કોણ જાય અત્યારે ! – આછા0

– ઉશનસ્

5 Comments »

 1. Jayshree said,

  February 25, 2011 @ 3:16 am

  આહા… મઝાનું ગીત…
  વાસીદું.. ગમાણ.. ગાડું… જાણે ગામડે પહોંચી જવાયું..!

 2. prabhat chavda said,

  February 25, 2011 @ 4:21 am

  પ્રભાત્ ને પ્રભાત્ નુ ગીત… ખુબ સરસ………….

 3. pragnaju said,

  February 25, 2011 @ 2:09 pm

  સરસ કાવ્યની આ પંક્તીઓ
  નિહારિકાના ચીલેચીલે ઝોકતું પ્હેલું ગાડું
  નીકળ્યું છે, પણ ધૂળ ન ઊડે, હજી છે ઘારણ ગાઢું,
  ઊંઘતી ફૂલફોરમ ભરી ગાલ્લે કોણ જાય અત્યારે !
  અનુભૂતિ બધે જ્….

 4. dHRUTI MODI said,

  February 25, 2011 @ 4:09 pm

  પ્રભાતનું સુંદર મન મોહી લે તેવું સજીવ વર્ણન. ગામડું આખું જીવિત કરી દે ઍવા લયમય શબ્દો.

 5. amirali khimani said,

  September 25, 2011 @ 4:56 am

  સુનદ ર અતિ સુન્દેર િત વન્ચિ મને મરુ બલ્પ્ન જે મે ગુજરાત મા વિતવિયુ હતુ યાદ આવિગ્યુ એ દિવ્સોતો સોનેરિ હ્તા ગુજરતિ ભાશા અતિ મધુર ચે ગામઅને એ દિવ્સો કદિ ભુલિસ્કાતા નથિ ગુજરાત થિ ભ્લે દુર હોય તો પન ગુજ્રરાત યાદ્ આવેજ જય જય ગર્વિ ગુજ્રરત્

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment