તારો અવાજ એક વખત સાંભળ્યો હતો,
માનું છું તારા શબ્દમાં ટહુકાનું ઘર હશે.
મનહરલાલ ચોક્સી

નિહાળતો જા – રઈશ મનીઆર

દરેક વાતે વિચારવાનું ત્યજી દઇને નિહાળતો જા.
સ્વીકારવાનું, નકારવાનું ત્યજી દઇને નિહાળતો જા.

સમસ્ત દુનિયા છે એક રચના, જો થાય મનમાં વહી જા લયમાં
ન તોલ એને, મઠારવાનું ત્યજી દઇને નિહાળતો જા.

પસાર થાતી ઘડી ઘડીમાં જુદી જુદી જે છબી ચમકતી
તમામ ઊંડે ઉતારવાનું ત્યજી દઇને નિહાળતો જા.

આ આંસુ કરતાં છે પૃથ્વી મોટી, હૃદય છે એક જ, હજાર દુઃખ છે
દુઃખે દુઃખે આંસું સારવાનું ત્યજી દઇને નિહાળતો જા.

ઉઘડતું આથમતું રૂપ શાશ્વત ને એક પલકારો તારું જીવન
તું એની લટને નિખારવાનું ત્યજી દઇને નિહાળતો જા.

તું આજીવન માત્ર જોતો રહેશે છતાંય તું અંશમાત્ર જોશે
સમગ્ર અંગે તું ધારવાનું ત્યજી દઇને નિહાળતો જા.

રઈશ મનીઆર

4 Comments »

 1. Vihang Vyas said,

  November 1, 2006 @ 2:19 am

  પ્રિય, સુરેશભાઈ
  ખુબજ સરસ ગઝલ છે. વધારે મજા ત્યાં પડી કે છંદમાં લયાત્મક આવર્તન છે.
  જેમ કે, લગાલ ગાગા લગાલ ગાગા લગાલ ગાગા લગાલ ગાગા
  સ્વીકારવાનું નકારવાનું ત્યજી દઈને નિહાળતો જા….
  સર્જક તથા સંપાદક, બન્ને ને મારા અભિનંદન….

 2. ધવલ said,

  November 3, 2006 @ 11:33 pm

  દરેક વાતે વિચારવાનું ત્યજી દઇને નિહાળતો જા.
  સ્વીકારવાનું, નકારવાનું ત્યજી દઇને નિહાળતો જા.

  – બહુ સરસ વાત…

 3. crazy reality sites said,

  June 10, 2009 @ 9:01 am

  Some crazy reality sites! watch now:teen webcam galleries and lesbian sex pics and naked toons and asian gay and shayla stevens and free sexual positions and katherine heigl nude and plastic novelty cups and ejaculating pussy and see thru panties and

 4. Testosterone. said,

  February 25, 2011 @ 5:43 pm

  Testosterone….

  Testosterone….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment