એ તારી આંગળીની ખુશબૂની ગુલાબી અસર,
હતી જે પત્રમાં, વૉટ્સ-એપમાં નથી મળતી.
વિવેક મનહર ટેલર

(આમ તો) સુરેશ દલાલ

આમ તો હવામાં વસંત છે
પણ ફૂલો આટલાં ઉદાસ કેમ છે ?
ભમરાઓ કોનો શોક પાળીને
આટલા ગમગીન છે ?
પતંગિયાંઓ કરમાયેલાં ફૂલની
જેમ પડી રહ્યાં છે
કોયલના કંઠ પર કાગડાઓએ
ચોકીપ્હેરો ગોઠવ્યો હોય
એવું લાગે છે
આમ તો હવામાં વસંત છે,
– પણ…

– સુરેશ દલાલ

માણસનો અને એ રીતે પ્રકૃતિનો મૂડ પળેપળ બદલાતો હોય છે, ક્યાંક પાનખરમાં વસંત અનુભવાય છે તો ક્યાંક વસંતમાં પણ પાનખરનો અહેસાસ થાય છે. આપણી જેવી મનોદશા તેવું આપણું દર્શન. કહ્યું છે ને કે કમળો હોય તો પીળું દેખાય?!

10 Comments »

  1. Just 4 You said,

    August 13, 2010 @ 3:29 AM

    આમ તો હવામાં વસંત છે
    પણ ફૂલો આટલાં ઉદાસ કેમ છે ?

    Very true…

  2. Pushpakant Talati said,

    August 13, 2010 @ 4:56 AM

    તદ્દન સાચી વાત છે ભાઈ !
    કહેવાય છે ને કે – ” દ્રષ્ટિ તેવી સ્રુષ્ટિ ”

    ઘણા તેવા પણ વિરલા હોય છે કે જેને પાનખર મા પણ વસન્ત ના દર્શન થાય છે.

    સરસ લાગ્યુ – અને – ગમ્યુ પણ. – અભિનન્દન.

  3. pragnaju said,

    August 13, 2010 @ 6:58 AM

    કોયલના કંઠ પર કાગડાઓએ
    ચોકીપ્હેરો ગોઠવ્યો હોય
    એવું લાગે છે
    આમ તો હવામાં વસંત છે,
    – પણ…

    અ દ ભૂ ત દર્શન

    ઋગવેદમાં પણ ઉપમા આવે છે :
    पृशन्या: पतरं चिंतयन्तमक्षमि: ।
    पाथो न पायुं जनसी उभे अनु ।।
    મેઘમાળામાં વિહાર કરનારું પક્ષી – પતર એટલે પક્ષી. ફારસીમાં ‘પરિન્દા’ – એ બંને લોકો તરફ ધ્યાન રાખે છે. સ્વર્ગ અને પૃથ્વી બંને તરફ, કેમ કે પૃથ્વી પર પરિવાર છે અને સ્વર્ગમાં છે પરમાત્મા ! એની વૃત્તિ કેવી રહે છે ? તો કહે છે : ‘પુલ ના જેવી’. પુલ બંને કાંઠાને વળગીને પડ્યો હોય છે ને ! કેટલાક જ્ઞાની એવા હોય છે ખરા જે એક જ કાંઠે વસે છે, બિલકુલ અનાસક્ત, સંસારથી અસ્પૃષ્ય અને નિર્લેપ ! પણ પુલનો તો એક પગ એક કાંઠે ખોડાયેલો હોવો જોઈએ અને બીજો પગ બીજી બાજુ ખોડાયેલો હોવો જોઈએ. કહેવાનું તાત્પર્ય એ છે કે જેના વડે વિહાર તો ચારે તરફ થઈ શકે, છતાં એક જ કેન્દ્રને વળગી રહેવાય; જેમાં અમુક ગૂંથણી હોય, વ્યવસ્થા હોય છતાં સ્વૈરવિહાર કરી શકાય.

  4. Bharat Trivedi said,

    August 13, 2010 @ 8:30 AM

    પ્રકૃતિ તો પોતાની રીતે પોતાનું કામ કરતી હોય છે પરંતુ માનવીની મનોદશા મુજબ જ તેને બધુ નજર આવતું હોય છે! કવિને કોયલના કંઠ પર કાગડાઓએ ચોકીપ્હેરો ગોઠવ્યો હોય એવું કેમ લાગે છે? કુવિવેચકને કાગડો કહેવામાં આવે છે. કવિ પુજાલાલે કહ્યું છેઃ

    રે કાક જા ઊકરડે મળ ચૂંથવાને….

    કવિને પોતાના આગવાં ગીત ગાવાં હોય પણ …દુભાતી લાગણી ને અહીં દરવાનો કેટ કેટલા થઈ બેઠા હોય છે! મુ. સુરેશભાઈ તો આપણા સદાબહાર કવિ છે એ કહેવાની જરુર ખરી?

    -ભરત ત્રિવેદી

  5. Kirtikant Purohit said,

    August 13, 2010 @ 9:59 AM

    રચના રસપૂર્વક માણી.

  6. Bharat Trivedi said,

    August 13, 2010 @ 7:32 PM

    એક જરુરી ફોન આવ્યો એટલે અટકી જવું પડ્યું પરંતુ જે કહેવું હતું તે તો સાવ જ રહી જ ગયું એટલે પાછા ફરવું પડ્યું છે ! મેં તો મજાક મજાકમાં એક કારણ આગળ કર્યું પરંતુ સારી કવિતા તો પ્રશ્ન પર જ અટકી જાય! ( ને અહીં પણ તેવું જ બન્યું છે! )

    આમ તો હવામાં વસંત છે,
    – પણ…

    આવું બધું લાગવાનાં કારણો પર વિચારવાનું ભાવક પર છોડી દેવામાં જ કવિ/કવિતાનું સારથક્ય છે તેમ તમનેય નથી લાગતું શું ?

    -ભરત ત્રિવેદી

  7. Jiny said,

    August 16, 2010 @ 3:21 AM

    The lines open our eyes to today’s Individual. Should we say ‘Happy Independence day?’ or should we only say ‘Happy India’s Independence Day’

    Because… “Aam toh hawa ma vasant chhe…. pun….”

  8. Sarju Solanki said,

    February 5, 2011 @ 11:27 PM

    એકદમ મસ્ત વાત …. જ્યારે વિયોગ હોઇ કોઇ પ્રેમિજન નો ત્યારે વસન્ત મા પન પાનખર જ લાગે…

  9. vasant shah said,

    January 16, 2013 @ 4:10 AM

    PANKHAR PACHHI AAVUCHHU, HU VASANT CHHU, VASANT CHHU !

  10. vasant shah said,

    January 16, 2013 @ 4:11 AM

    HAVAMA PANKHAR HOY KE VASANT, DILMA SHU CHHE, YEJ MAHTVNU CHHE.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment