આ સફરમાં રહી જશે પાછળ બધું
જે બધું આગળ મને દેખાય છે
ભરત વિંઝુડા

દીવાલ – હસમુખ પાઠક

તું-હું વચ્ચે
વિરહ દીવાલ.

રોજ શબ્દ-ટકોરા પાડું
તું સાંભળ.

રોજ કાન માંડું,
તને સાંભળવા.

મારા શબ્દ સામે
તારા બોલ મૌનના.

ન તૂટે વિરહ
ન ખૂટે વહાલ.

– હસમુખ પાઠક

વિરહની વ્યથાની અહીં વાત નથી, માત્ર વિરહની હકીકતની વાત છે. વિરહની સામે એક જ સત્યાગ્રહ ચાલી શકે અને એ છે વહાલનો સત્યાગ્રહ. આ વાત અહીં બહુ સરસ રીતે કરી છે. 

3 Comments »

 1. જયશ્રી said,

  October 3, 2006 @ 2:51 am

  વાહ ધવલભાઇ….

  2-3 શબ્દોમાં તો જાણે કેટલી બધી વાત કહી દીધી…

  ન તૂટે વિરહ
  ન ખૂટે વહાલ.

  ખરેખર મઝા આવી ગઇ… વિરહની વ્યથાની નહીં, પરંતુ વિરહની હકીકતની વાત… પણ કેવી સરસ..!!

 2. વિવેક said,

  October 4, 2006 @ 2:22 am

  નાની પણ તરત જ વ્હાલી બની જાય એવી કવિતા… આપણી અંદરની વાતને જાણે કોઈ વાચા આપી ગયું…

 3. nilamdoshi said,

  October 5, 2006 @ 11:09 am

  હસમુખ પાઠક થોડામાં ઘણુ કહી જાય છે હમેશા.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment