ભીંજાવામાં નડતર જેવું લાગે છે :
શરીર સુદ્ધાં, બખ્તર જેવું લાગે છે.

મને કાનમાં કહ્યું પુરાણી છત્રીએ,
”ઊઘડી જઈએ : અવસર જેવું લાગે છે…”
ઉદયન ઠક્કર

ગઝલ- હિમાંશુ ભટ્ટ

મુસાફિરને આજે, દિશાઓ નડે છે,
વિકલ્પો નડે છે, વિસામો નડે છે.

ન હો જો કશું તો, અભાવો નડે છે,
મળે જો બધું તો, સ્વભાવો નડે છે.

લઈ એ ફરે છે હૃદયમાં દીવાલો
ના ભૂલી શક્યો જે, બનાવો નડે છે.

નવા નેત્રથી એને, જોવું છે જીવન
ઊગી છે જે આંખે, અમાસો નડે છે.

તને તારું જીવન, ફરી પાછું દેતાં,
હવે એને થોડા, લગાવો નડે છે.

હિમાંશુ ભટ્ટ

કોઈ એક ગઝલના બધા જ શેર સુંદર હોય એવું કવચિત્ જ બનતું હોય છે. આ ગઝલને જરા ઝીણવટથી જોઈએ તો આવું સુખદ આશ્ચર્ય અહીં શબ્દના પગલે-પગલે વેરાયેલું ભાસે છે. નડવું એ મૂળે માણસની પ્રકૃતિ છે. કંઈ ન હોય તો અભાવ અને બધું જ હોય તો સ્વભાવ નડે છે. ગઈ ગુજરી ભૂલી ન શક્વાના કારણે આપણે આવનારી જીંદગી પ્રેમથી જીવી નથી શક્તાં એ વાત પણ કેટલી સહજતાથી કહી દીધી છે! અને જીવનનો મોહ કોને ન હોય? ગઝલના મક્તાના શેરમાં લગાવોની વાત કરીને કવિએ કમાલ કરી દીધી છે એવું નથી લાગતું?!

17 Comments »

 1. Vaishali said,

  September 23, 2006 @ 6:38 am

  આ ગઝલના વખાણ કરવા હોય તો…….
  મને ફક્ત મૌન સિવાય કોઇ પર્યાય જડતો નથી………….

  વૈશાલી

 2. Jayshree said,

  September 23, 2006 @ 11:12 am

  હા વિવેકભાઇ…. ખરેખર…. શબ્દે શબ્દે જીવનની સચ્ચાઇ અને માનવીના સ્વભાવને ખૂબ જ સરસ રીતે રજુ કર્યા છે. આખી ગઝલમાં એક પણ શેર એવો ના મળે કે જે બીજા કરતા ઓછો કે વધારે ગમી જાય… વૈશાલીબેનની વાત પણ સાચી. આ ગઝલના વખાણ કરી શકાય એવા શબ્દો ક્યાંથી લાવીએ.,?

 3. ધવલ said,

  September 23, 2006 @ 11:47 am

  બહુ ઉમદા ગઝલ ! પારદર્શક ભાવ અને સચોટ શબ્દ પસંદગીથી ગઝલ મ્હોરી ઊઠી છે. એક એક શેર કાયમ યાદ રાખવાના શેરની યાદીમાં ઉમેરવા પડે એવા બન્યા છે.

 4. મૃગેશ શાહ said,

  September 23, 2006 @ 10:31 pm

  ખરેખર, વિવેક ભાઈ આપની વાત સાચી છે ગઝલના બધાજ શેર સુંદર છે. એકએકથી ચઢે તેવા છે. રાજેસ વ્યાસ ‘મિસ્કીન’ ના પેલા સુપ્રસિદ્ધ શેરની તોલે આવે તેવી આ ગઝલ.

  આ સુંદર ગઝલનો વાચકોને આસ્વાદ કરાવવા બદલ ખૂબ ખૂબ આભાર.

  ધન્યવાદ.

 5. વિવેક said,

  September 24, 2006 @ 2:21 am

  મૃગેશભાઈ,

  રાજેશ વ્યાસ ‘મિસ્કીન’નો એ યાદગાર શેર કદાચ બધા જાણતા ન પણ હોય-

  તારું કશું ન હોય તો છોડીને આવ તું,

  તારું જ બધું હોય તો છોડી બતાવ તું.

 6. સુરેશ જાની said,

  September 24, 2006 @ 5:58 am

  ખૂબ સરસ ગઝલ ,
  આ હિમાંશુ ભટ્ટ અમારા ડલાસ વાળા કે બીજા ?

 7. Ghazal - Nade Chhe « My thoughts said,

  September 24, 2006 @ 9:48 am

  […] Copied from, http://layastaro.com/?p=485 Explore posts in the same categories: Gujarati […]

 8. nilamdoshi said,

  September 25, 2006 @ 3:20 am

  svbhav thi vadhare biju kai ja maanava ne na nadi shake.

 9. Himanshu Bhatt said,

  September 25, 2006 @ 4:36 pm

  Friends

  Thanks for posting and appreciating my ghazal. This one is one of my favorites too. I am planning on updating my website soon with all the new ghazals and writings. My contact info in: hvbhatt@yahoo.com.

 10. Sangita said,

  September 25, 2006 @ 5:33 pm

  Excellent! It is one of my most favorite poems from the day one I read it. To appreciate it beautifully, the lack of poetic expression or shabdo no abhav “Nade chhe”.

 11. સુરેશ જાની said,

  September 26, 2006 @ 7:34 am

  મિત્રો
  તમારી જાણ સારુ. આ કવિ ડલાસની નજીક આવેલા ‘પ્લેનો’ શહેરમાં રહે છે . અમારે ત્યાં છેલ્લા ત્રણેક વર્ષથી ચાલતા ‘શોધ’ નામના ગુજરાતી કવિતા રસિકોના મંડળના તેઓ આદ્ય પ્રણેતા છે અને આવી બીજી ઘણી સારી ગઝલો તેમણે લખેલી છે. અહીંના બાળકો અને કિશોરોમાં કવિતા માટે અભિરૂચિ કેળવાય તે માટે પણ તેઓ બહુ જ પ્રયત્નશીલ છે.
  ગઝલમાં છંદની શુધ્ધતાના તેઓ ખાસ આગ્રહી છે. તેમની અનુમતિ હશે તો તેમની પાસેથી બીજી ગઝલો પણ મેળવીને અહીં પોસ્ટ કરીશ.

 12. ગઝલ- « વિજય શાહ નુ ચિંતન જગત said,

  September 30, 2006 @ 5:35 pm

  […] http://layastaro.com/?p=485   […]

 13. Ajit Desai said,

  February 6, 2008 @ 11:02 pm

  સુન્દર ગઝલે ગનેશ નિ ઝલક ગઝલ મ હોય અતિ સુન્દર આજિત્

 14. હૈદરાબાદ « જીવન પુષ્પ … said,

  April 6, 2010 @ 6:18 am

  […] મુકામ વિષે વધુ વાતો કરું પણ સમયનો અભાવ નડે છે… બીજું કે ઓફીસમાંથી બ્લોગીંગ કરવું […]

 15. Bharat Trivedi said,

  April 8, 2011 @ 10:55 am

  આવી સુંદર ગઝલ ને તે પણ અમેરિકા નિવાસી ગઝલકારની અહીં લયસ્તરોમાં વાંચવા મળે તેનો આનંદ અનેરો છે. મક્તાના શેર વિષે વિવેકભાઈએ કરલી નોંધ તેમની ગઝલને બારીકાઈથી તપાસતી નજરની શાખ પુરે છે! મજા આવી.

  ભરત ત્રિવેદી

 16. kishorbhai said,

  April 4, 2012 @ 7:03 am

  વહ ખુબ સરસ રચના વાનચવા મલિ.આભાર્

 17. tejas said,

  May 28, 2012 @ 11:17 am

  I CAN”T WRITE IN GUJ. CAUSE OF KEY-BOARD. PL..ADD KEY-BOARD A.S.A.P.
  X TRA ORD.GHAZALS.. REALLY..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment