ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો,
પછી આ માટીની ભીની અસર મળે ન મળે.
આદિલ મન્સૂરી

હિંમત – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

સાવ સૂનકારમાં સભર જોવું
ને અહર્નિશ ટગર ટગર જોવું
કેટલી ઘરડી આંખની હિંમત
સાવ ભાંગેલ ઘરને ઘર જોવું

– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

12 Comments »

 1. Bharat Trivedi said,

  July 5, 2010 @ 8:37 pm

  રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ ગઝલકારોમા એક નિરાલુ નામ છે. રાજેન્ર્દ શુક્લ પછી ગુજરાતી ગઝલમા અધ્યત્મિક્તાનો રઁગ જેટલો આ ગઝલકારની રચનાઓમા જોવા મળે છે તેવો અન્ય પાસેથી જોવા મળવો અઘરો છે તેવુ મારુ માનવુ છે.

  વાત રહી આ મુક્તકની તો કહેવુ પડે કે કેટ કેટલી અર્થ છાયા લઇને આવી છે આ રચના! ઍક હજાર વર્ષ પહેલા આદિ શન્કરાચાર્ય કહી ગયા ” અન્ગમ ગલિતમ… મુઢ્મતે” સન્તે તો સણસણતી ભાષામા કહ્યુ છે તે જ અહી જરા જુદી રીતે કહેવાયુ છે.

  ગુજરાતી ભાષામા આવા ઉત્તમ મક્તક ખુબ ઓછા જોવા મળે છે કે પછી તેમને શોધવા જરા વિશેશ મહેનત માગી લે છે. અસ્તુ.

  -ભરત ત્રિવેદી

 2. વિવેક said,

  July 6, 2010 @ 1:22 am

  સ-રસ !

 3. dr bharat said,

  July 6, 2010 @ 1:27 am

  સુંદર મુક્તક!
  મકાન અને ઘર વચ્ચે નો ફરક તો ઘણા કાવ્યો મા જોયો.
  પરંતુ અહી ઘરડી,અનુભવી આંખો, તૂટેલા ખોરડામાં ‘સંકળાયેલી યાદો’ થી ઘર ને જોવેછે!!

 4. Rekha Sindhal said,

  July 6, 2010 @ 5:11 am

  બહુ સરસ !

 5. pragnaju said,

  July 6, 2010 @ 6:54 am

  સુંદર
  કેટલી ઘરડી આંખની હિંમત
  સાવ ભાંગેલ ઘરને ઘર જોવું
  યાદ
  હમારા ઘરભી મીલતા જુલતા હૈ ગાલીબ કે ઘરસે
  દો ઘંટા બરસાત જો બરસે તો છ ઘંટા છત બરસે
  હા,એ ઘર છે મકાન નથી

 6. Pinki said,

  July 6, 2010 @ 8:23 am

  વાહ્.. બહુત ખૂબ !

 7. Kirtikant Purohit said,

  July 6, 2010 @ 9:03 am

  શ્રી રાજેશ્ભાઇનુઁ અને ગુજરાતીભાષાનુઁ ખરેખર એક ઉત્તમ મુક્તક.

 8. DIVYA MODI said,

  July 6, 2010 @ 9:59 am

  ફ્કત ચાર લાઈનમાં ચાર વેદોની સમજણ લઈને આવ્યા છે મિસ્કિન સાહેબ.. વાહ !!

 9. Pancham Shukla said,

  July 6, 2010 @ 10:00 am

  ખરેખર ખૂબ મઝાનું મુક્તક . ‘ઘરડા ગાડા વાળે’ના અકળ સંસ્પર્શનું ચિત્રણ.

 10. jigar joshi 'prem' said,

  July 6, 2010 @ 10:54 am

  ગઝલમાં બે ઉત્તમ ગુણ છે એક ગહેરાઈનો ગુણ અને બીજો ઊંચાઈનો ગુણ્ આ બેઉ તત્વ શ્રી ‘મિસ્કીન’ની કલમમાંથી ભારોભાર અવતરે છે.

 11. sudhir patel said,

  July 6, 2010 @ 9:46 pm

  ખૂબ સુંદર મુક્તક!
  સુધીર પટેલ.

 12. કિરણસિંહ ચૌહાણ said,

  July 6, 2010 @ 11:51 pm

  ઘરડી આંખની હિંમત ! વાહ ‘મિસ્કીન’સાહેબ વાહ ! પ્રેમ અને ખુમારીને ભેગા કરીને જીવવાની મજા જ કંઇ ઓર હોય છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment