સેવી શકે, તો સંતની કોટિને પામશે;
જે શબ્દ વેડફે છે તું વાણી-વિલાસમાં !
અમિત વ્યાસ

ગરબડ ન કર -રઈશ મનીઆર

સ્વીટ હાર્ટ ! ઈંગ્લીશમાં તું બડબડ ન કર,
હાય ને હાય હાય મહીં ગરબડ ન કર.

બિલ્લીની માફક મને નડનડ ન કર,
શ્વાન સમજીને મને હડહડ ન કર.

હાસ્ય તારું ભયજનક લાગે મને,
મેઘલી રાતે કદી ખડખડ ન કર.

પ્રેમની ટપલીને ટપલી રાખ તું,
વ્યાપ વિસ્તારીને તું થપ્પડ ન કર.

કાલે મારો પગ છૂંદ્યો તેં હીલ વડે,
એ જગા પર તું હવે અડઅડ ન કર.

ધૂળ જેવી જિંદગી છે આપણી,
એમાં રેડી આંસુડાં કીચડ ન કર.

-રઈશ મનીઆર

આજે આપણે થોડા હળવા થઈ જઈએ… (હસીને, diet કરીને નહીં!)  🙂

32 Comments »

  1. Jayshree said,

    June 24, 2010 @ 6:26 PM

    વાહ રઈશભાઇ..
    ક્યા બાત હૈ…. 🙂

  2. pragnaju said,

    June 24, 2010 @ 7:18 PM

    રામની મસ્ત હઝલ
    તેમા
    પ્રેમની ટપલીને ટપલી રાખ તું,
    વ્યાપ વિસ્તારીને તું થપ્પડ ન કર.

    કાલે મારો પગ છૂંદ્યો તેં હીલ વડે,
    એ જગા પર તું હવે અડઅડ ન કર.

    ધૂળ જેવી જિંદગી છે આપણી,
    એમાં રેડી આંસુડાં કીચડ ન કર.
    હાહાહાહાહા
    હાહાહાહાહાહાહા
    હાહાહાહાહા

  3. Bharat Trivedi said,

    June 24, 2010 @ 9:31 PM

    છે તો હસલ પણ ગઝલને ટક્કર મારે તેવી બની છે. શુ કાફિયાની દાદાગીરી છે! આટ્લી સારી હસલ અગાઊ ક્યારેય વાચ્યાનુ યાદ નથી. રઈશભાઈ પાસેઆઆ આથી ઓછી આશા પણ કેમ રખાય!

    સ્વીટ હાર્ટ ! ઈંગ્લીશમાં તું બડબડ ન કર,
    હાય ને હાય હાય મહીં ગરબડ ન કર.

    બિલ્લીની માફક મને નડનડ ન કર,
    શ્વાન સમજીને મને હડહડ ન કર.

    હાસ્ય તારું ભયજનક લાગે મને,
    મેઘલી રાતે કદી ખડખડ ન કર.

    પ્રેમની ટપલીને ટપલી રાખ તું,
    વ્યાપ વિસ્તારીને તું થપ્પડ ન કર.

    કાલે મારો પગ છૂંદ્યો તેં હીલ વડે,
    એ જગા પર તું હવે અડઅડ ન કર.

    ધૂળ જેવી જિંદગી છે આપણી,
    એમાં રેડી આંસુડાં કીચડ ન કર.

  4. અમૃત ચૌધરી said,

    June 24, 2010 @ 11:14 PM

    સરસ ગઝલ

  5. હેમંત પુણેકર said,

    June 24, 2010 @ 11:35 PM

    સુંદર હઝલ! મજાના કાફિયા વપરાયા છે.

  6. Deval Vora said,

    June 24, 2010 @ 11:40 PM

    Hi,Deval frm Radio Mirchi here….cool Hazal…….Raish bhai ni “To keto nai …” kyak thi mali jai to pls post it over here…i vl be greatful….

  7. ડૉ.મહેશ રાવલ said,

    June 25, 2010 @ 12:38 AM

    રઈશભાઈ જેવી સશક્ત કલમની જ કરામત છે કે હઝલ એના અસલી મિજાજમાં અને આગવા અંદાઝમાં આવી છે આપણી પાસે.
    સદ્ધર અને સબળ કાફિયાએ આખી હઝલને એક સચોટ અર્થનું ઐશ્વર્ય બક્ષ્યું.
    હળવાથી પણ હળવા થઈ જવાય એવી રચના…..!

  8. સુનીલ શાહ said,

    June 25, 2010 @ 1:04 AM

    વાહ..વાહ..મઝા આવી ગઈ.

  9. ઊર્મિ said,

    June 25, 2010 @ 9:11 AM

    પ્રિય દેવલ, રઈશભાઈની ‘કેટો ની’ અને બીજી એક હઝલ અહીં ઓડિયો-વિડીયો સાથે માણવા મળશે… http://urmisaagar.com/saagar/?p=635

  10. રાજની said,

    June 25, 2010 @ 11:33 AM

    કાલે મારો પગ છૂંદ્યો તેં હીલ વડે,
    એ જગા પર તું હવે અડઅડ ન કર.

    હઝલ એટલે હઝલ,મજા આવી

  11. mahesh dalal said,

    June 25, 2010 @ 12:12 PM

    . ર ઇમા નિ કથા મા વ્યથા સદા નિરાલિ .. … એમ્ ની શૈલિ રમતિ હસતિ … હ્રદય સોસ્રરી.. ભાવ નિતરતિ. સૌને ગમતિ
    વાહ ડો. વાહ્

  12. વિવેક said,

    June 26, 2010 @ 2:19 AM

    વાહ રઈશભાઈ!!

    છેલ્લો શેર ખૂબ ગમી ગયો…

  13. kanchankumari. p.parmar said,

    June 26, 2010 @ 11:13 AM

    જિંદગિ આખિ જિવ્યો સાવજ નિ જેમ …..હવે બકરો સમજિ હલાલ ના કર…..

  14. baarin said,

    June 27, 2010 @ 2:59 AM

    Superb Raishbhai Maza Avi Gayi.
    Na pepsi na thumsup nato coke bhave..Yaad avi gai!
    Shyamal jode share kari ne compose karavo maza aavshe!!
    Regards
    Baarin

  15. preetam lakhlani said,

    June 28, 2010 @ 9:53 AM

    ભાઈ રઈશ, હઝલની મજામા કયાક ગઝલ ખોવાય ન જાય્, આવુ જ શેફ પાલનપુરીના જીવનમા બન્યુ હતુ સેફભાઈ ખરેખર સારા ગઝલકાર અને મુકતના સ્વામી હતા પરન્તુ ગઝલને ન સમજ્ નારાએ અને થોડા અદેખા મિત્રોએ ખોટી વાહવાહ કરીને સેફભાઈને નઝમના રવાડે ચઢાવી દીધા….તારી હઝલ સાભળીને આદીલ મન્સુરીને બહુ જ ચિતા થતી કે અરે આ રઈશ આટલો સારો ગઝલકાર અને કેમ વાહ વાહની લાલચે હઝલના રવાડે ચડી ગયો છે?…

  16. રઈશ મનીઆર said,

    July 1, 2010 @ 12:14 AM

    પ્રીતમભાઇ,
    વાહવાહની લાલચથી હું હઝલ લખતો નથી. મને જે રમૂજ સ્ફૂરે તે સૌ ભાવકો સાથે વહેંચું છું. ગુજરાતી તરીકે મારી ભાષા અને અને માનવ તરીકે મારી અનૂભૂતિ એ ભાવક સાથે મારો સેતુ બને છે અને જગતના આનંદમાં સરવાળે વૃદ્ધિ થાય એ જ એની ઉપલબ્ધિ છે. હાસ્ય એ જીવવા માટેનું મોટું બળ છે. હાસ્ય બહુ ઝડપથી મૂડ સુધારે છે. લોકો હસે એ જોવાનું મને ગમે છે. ઇન ફેક્ટ તમે પણ હસો એ જોવાનું મને ગમે. હું માનું છું કે હઝલ વાંચી આપ દુખી નથી થયા પરંતુ વધુ પડતાં વખાણથી આપ ચિડાયા છો.આ હઝલ મારી ઉત્તમ હઝલ નથી જ. પરંતુ કોમેંટ તો વાચકનો ઉમળકો છે. એ વિવેચન નથી.એમની રસવૃત્તિનો આદર કરીએ.
    આદિલભાઇ, રાજેન્દ્ર શુક્લ અને જલનસાહેબે વારંવાર મારું ધ્યાન આ તરફ, અલબત્ત પ્રેમપૂર્વક, દોર્યું હતું. બહુ વિચાર્યા પછી મેં મારો અભિગમ મારા મનમાં સ્પષ્ટ કર્યો છે.
    ગઝલ મારે મન થોડી ગહન પ્રક્રિયા છે. ગઝલ રચતી વખતે હું માત્ર વિચાર પ્રક્રિયાને વફાદાર રહું છું. વાચકનો ભાગ્યે જ ખ્યાલ કરું છું. એ મારી સાહજિક અભિવ્યક્તિ છે. ગઝ્લ હું મારા માટે લખું છું. પણ આવી સાહજિક નિજાનંદી પ્રવૃત્તિના પણ ભાવકો હોય. ઓછા હોય, પણ હોય. એમની સાથે એ શેર કરું. પરંતુ બધાને મારી ગઝલમાં રસ ન પણ પડે.
    ગઝલ એના કેન્દ્રમાં છે પણ મારી સર્જકતાનું ફલક ગઝલ પર અટકી જતું નથી, એવી સતત મને પ્રતીતિ થઇ છે. તેથી અલગ અલગ સ્વરૂપ મેં તાગ્યાં છે.

    રહી વાત હાસ્યની. ગઝલકાર હોવું જેમ મારા અસ્તિત્વનો ભાગ છે, તેમ હાસ્યકાર હોવું પણ મારો અળખામણો કે ઉપેક્ષિત અંશ નથી. ગઝલકાર હોવાનું મિશન લઇ હું જીવતો નથી. છતાં હઝલ લખવાને કારણે મારું ગઝલ લખવાનું બંધ થયું નથી.
    મારી પોતાની હઝલો વિશે મારો બહુ ઊંચો અભિપ્રાય નથી. એ ક્યારેક મોનોટોનસ તો ક્યારેક સ્ત્રીવિરોધી બની જાય છે. વધુ ને વધુ વૈવિધ્યસભર અને નિર્દોષ હાસ્ય તરફ જવાનો મારો પ્રયાસ છે.
    આપ જાણોછો તેમ ટાગોર, કાલિદાસ, ચેખોવ, ગાલિબ, મરીઝ બધામાં હાસ્યવૃત્તિ હતી. ઇવન આદિલભાઇ કે જલનભાઇની ગઝલોમાં પણ રમૂજ ક્યાં નથી? રાજેન્દ્રભાઇની કવિતામાં રમૂજ નથી. પરંતુ એમની વાતો સૂક્ષ્મ વિનોદથી મંડિત હોય છે. આ મહાનુભાવોને જેમ હું મારી હ્યુમર અને મારી સિરિયસનેસને ઇંટીગ્રેટ નથી કરી શક્યો, એટલી મારી મર્યાદા છે.
    પણ ભાવકો ઉદાર છે, 25 વરસથી મને નભાવે છે. તેથી, લખાશે ત્યારે ગઝલ પણ લખતો રહીશ. ક્યારેક હાસ્ય પણ લખીશ. દસ ટીકા સાંભળી લઇ એકાદનો જવાબ પણ આપતો રહીશ.
    સ્પષ્ટતા કરવાનું નિમિત્ત પૂરું પાડવા બદલ આપનો આભારી છું.

    રઈશ મનીઆર

  17. preetam lakhlani said,

    July 1, 2010 @ 7:31 AM

    ભાઈ રઈશ મનીઆર, તમારો અભિપ્રાય/ જવાબ્ ગમ્યો….આવકારુ છુ સલામ સાથે………

  18. tirthesh said,

    July 1, 2010 @ 11:40 PM

    સલામ રઈશભાઈ……..

  19. મનન શાહ said,

    July 2, 2010 @ 7:46 AM

    કવિશ્રી રઈશ મનીઆરે તો હઝલના શીર્ષકમાં સાફ સાફ કહ્યું છે કે ‘ગરબડ ન કર” પણ તોય કેટલાક બુદ્ધિજીવીઓ સમજી નથી શક્તા… હું લાંબા સમયથી મોટાભાગના બ્લૉગ્સ વાંચું છું અને જૌં છું કે આ ભાઈને બોલ-વા થયો છે. આજે હું પહેલીવાર કોમેંટ કરવા પ્રેરાયો છું… આજે જ આ ભાઈએ ફોર.એસ.વી.ના બ્લૉગ પર પોતાની જાત વિશે જે કહ્યું છે એ વાંચવા જેવું છે:

    “હુ તો job પર Time પાસ કરવા negative comments લખતો હોઉ છુ….” (http://www.forsv.com/guju/?p=918

    એણે ટહુકો.કોમ, ગાગરમાં સાગર અને વિવેક ટેલરના બ્લૉગ્સ વિશે પણ ગંધાતી ટિપ્પણી કરી છે… કોઈ એને આમંત્રણ આપવા નથી ગયું કે ગુજરાતી સાહિત્યના ત્રણ સહુથી વધુ વંચાતા બ્લૉગ્સ વાંચવા એણે રોજ જાત ઘસડતા આવવું પડે અને પોતાની જાત શી છે એ બતાવતા ફરવું પડે…

    લયસ્તરોના સંચાલકોને વિનંતીકે આ ભાઈને એનું યોગ્ય સ્થાન બતાવે.

  20. RD said,

    July 3, 2010 @ 1:05 AM

    As if the gujarati poetry wasn’t full enough of faking wannabes in the print media. Some of these a**holes are slinging mud at the people who are providing the dying media to the wider audience on the internet. They don’t wanna do anything creative, neither they wanna give an appreciation to the pole bearers of this genre of b/vlogging. I think they need to either prove themselves first or shut the f*** up FOREVER. And yes I am talking about whoever the hell this preetam lakhlani guy is.
    By the way Raeesh Maniar, you never seize to make me laugh. Either form of your creation brings the most honest emotions from everyone I know of. Kudos!

  21. RD said,

    July 3, 2010 @ 1:10 AM

    Could not resist myself to have an encore but Manan Shah has pointed out in his post about another poetry and in itself the poetry is suggesting that these kind of people are how they are.

    હાથ લંબાવતું નથી કોઇ સહારો આપવા માટે તો,
    ઇર્ષામાં એક બીજાના જૂઓ પગ ખેંચતા કરી દીઘા!

    Once again kudos to Raeesh for identifying the people you are dealing with even before you wrote the piece.

  22. મીત said,

    July 4, 2010 @ 5:56 AM

    એકવાત કહીએ તો પ્રિતમભાઈનો ડર વાજબી છે પણ રઈશભાઈ માટે તે ગેરવાજબી છે.રઈશભાઈ જેવા ગંભીર અને ઠરેલ માણસ મારા જીવનમાં મે નથી જોયા..! એ ચાહત તો બોલીવુડમાં જઈ શકત ને ગીતો અને વાર્તા લખીને એનાથી વધારે નામના કમાય શકત.પણ આ માણસની વિનમ્રતા ઉદાહરણીય છે. અને એટલે અમને ગઝલકાર રઈશભાઈ પર એટલો જ ભરોસો છે જેટલો હઝલકાર રઈશભાઈ પર..!
    -મીત

  23. Bharat Trivedi said,

    July 4, 2010 @ 9:07 AM

    મીતભાઈ,

    પ્રીતમભાઈની કોમેન્ટ અન્ગે મારે કશુ જ કહેવુ નથી પરન્તુ તમને એક વાત કહેવાનુ મન થાય છે કે કવિ કેવી કવિતા કરે તે કહેવાનો હક વાચકને કયારથી મળ્યો ને કોણે આપ્યો? આદિલ ને ચિનુ મોદીને ગઝ્લના રવાડે ના ચડવાનુ કહેનારા કે રમેશ પરેખને કેવળ ગીતો જ ગાવાનુ કહેનારા ક્યો ના હતા? કવિ જે કૈ લખે તેની પાછળ અનેક પરિબળો કામ કર્તો હોય છે તેની વાત લૈને બેસવાનો ના તો કવિ પાસે સમય હોય કે એવી કોઈ ગરજ. એક બીજી પણ વાત કે સોનેટ કરતા ગઝલ ઊતરતી, કે ગઝલ કરતા હઝલ ઊતરતી તેવુ કયા કાવ્ય શાસ્ત્રમા લખાયુ છે? આ પણ હુ કશા દ્વેશ્ભાવે કહેતો નથી પરન્તુ કવિતા/ગઝલ અન્ગે આપણી સમજ કેળવાય તેવો શુભાશય તો ખરો-જ.

    -ભરત ત્રિવેદી

  24. kanchankumari. p.parmar said,

    July 4, 2010 @ 9:21 AM

    ર ઇશ ગઝલ લખે કે પછિ હઝલ તેમા કોઇ નુ શું જાય….ગમે તો હસો કાં રડો ….પણ કવિ ના કામ મા ગડબડ ના કરો…..

  25. મીત said,

    July 4, 2010 @ 10:05 AM

    તે જ તો કહીએ છીએ..! કે રચના વાંચીને જલસા કરોને બાપુ..!

  26. raj said,

    July 11, 2010 @ 6:11 AM

    ગઝ્લ લેખક રઈશ નો ગઝલકાર તરીકે નો જનમ જોડકણા અને હાસ્ય કવિતા લખવા માથી થયો છે એ ૨૫ વરસ પેહલા જે વ્યક્તિ રઈશ ને ઓડખતો હસે તે જાણતો જ હશે.

  27. VIPUL PARMAR 'HASYA' said,

    July 23, 2010 @ 5:26 AM

    વિપુલને ગમી, વિપુલને ગમી, વિપુલને ગમી.
    રઈશ ગઝલમાં છે, બળતરા તોય લાગી અમી
    એટલે વિપુલને ગમી

  28. rahul said,

    October 31, 2010 @ 5:19 AM

    one of my favourite……..

  29. rupen patel said,

    April 24, 2011 @ 8:44 AM

    મજાની હઝલ માણવા મળી .

  30. Pushpakant Talati said,

    May 16, 2011 @ 7:42 AM

    પેલું જાંણીતું ગીત યાદછે ?
    ‘ મારી વેણી માં ચાર ચાર ફુલ
    અંબોડલે સોહે સોહામણી એક ઝુલ ……… ”
    આ ગીતમાં અલગ અલગ ફુલનાં રુપમાં નવોઢા પોતાનાં પરિવારનાં સભ્યોને જોય છે. જેમકે સસરા ને સુરજમુખી નાં રુપમાં, તો સાસુને મોગરાનાં, તો વળી નણંદને ચંપાનાં અને પતિને એટલે કે પોતાનાં સાંવરિયાને રાતરાણીનાં રુપમાં તે કલ્પે છે.

    તો ભાઈ -છોડો આ તકરાર અને ભેદ. – અલગ અલગ સાહિત્યનાં ફુલો છે તેમાંથી પસંદગી કરી લો અને અન્ય ફુલોને અન્યાય ન કરો કારણ તે પણ કોઈ અન્યનું ગમતું ફુલ હોય શકે. ગમે તે તમારું અને અન્યને તેની પસંદગી કરવા દો.

    IN SHORT _ JUST STOP IT HERE ONLY .

  31. dr.ketan karia said,

    November 28, 2011 @ 7:36 AM

    હાસ્ય તારું ભયજનક લાગે મને,
    મેઘલી રાતે કદી ખડખડ ન કર

    ધૂળ જેવી જિંદગી છે આપણી,
    એમાં રેડી આંસુડાં કીચડ ન કર.
    વાહ….વાહ…વાહ

  32. જગદીશ કરંગીયા ‘સમય’ said,

    June 9, 2017 @ 7:02 AM

    સુંદર હઝલ, અને પુષ્પકાંત તલાટીની કોમેન્ટ પણ સરસ.
    આભાર.
    જય ભારત.
    —————
    Jagdish Karangiya ‘Samay’
    https://jagdishkarangiya.wordpress.com

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment