તબીબો પાસેથી હું નિકળ્યો દિલની દવા લઈ ને,
જગત સામે જ ઊભું હતું દર્દો નવા લઈ ને.
બેફામ

ઘા મટાડતું ગીત

સૂરત શહેરને પૂરના પાણીથી થયેલ ખાનાખરાબીની ઘીમે ધીમે મરામત થઈ રહી છે. પણ ખરું નુકશાન તો માલસામાનને થયેલા નુકશાનથી ક્યાંય વધારે છે. આવી પરિસ્થિતિમાંથી જે લોકો પસાર થાય એમના દિલ અને દિમાગને જે હાની પહોંચી હોય છે એની સારવાર કરવી ખૂબ કપરું કામ છે. આવા કપરા કાળમાંથી પસાર થનાર વ્યક્તિના માનસને થતી વિપરીત અસર માટે તબીબો Post Traumatic Stress Disorder એવું નામ આપે છે. આખા શહેરના દિલ પર લાગેલ જખમની સારવાર કરવી તો પણ કઈ રીતે એ મોટો સવાલ છે.

સૂરતના મનોરોગ તજજ્ઞ અને જાણીતા કવિ મુકુલ ચોકસીએ આ દિશામાં એક નવો પ્રયોગ કર્યો છે. એમણે સૂરતના જખ્મી ખમીરને જગાડવા માટે એક ખાસ ગીત લખ્યું છે. જે સૂરતના જ સંગીતકાર મેહુલ સૂરતીએ સ્વરબદ્ધ કર્યું છે અને ગાયું છે અમન લેખડિયાએ. આ પ્રકારનો આ પહેલો જ પ્રયોગ છે. આના વિષે વધુ માહિતી ટાઈમ્સ ઓફ ઈંડિયાના આ લેખમાં છે.

તમે પણ સાંભળો સૂરતના ઘા મટાડતું આ ગીત.

4 Comments »

 1. Jayshree said,

  September 15, 2006 @ 2:43 am

  રડવાનો નથી આ, લડવાનો સમય છે
  તકલીફના પહાડો ચડવાનો સમય છે …..

  ખરેખર સુંદર ગીત છે. સૂરતને.. અને મનથી ઘવાયેલા દરેકને આવા motivation ની જરૂર છે. આ ગીત અહીંથી download કરીને મેં ટહુકા પર મુક્યું છે.

  http://jhbhakta.blogspot.com/2006/09/blog-post_14.html

 2. sunil shah said,

  September 15, 2006 @ 9:35 am

  ખૂબ જ અસરકારક ગીત ડો.મુકુલભાઇ એ લખ્યુ છે. અભિનન્દન. પુર-પ્રકોપ પછી લોકોના ઘા રુજવવા આ ગીત એક ઘા-બાજરિયુ બની શક્યુ છે, તેનો આનન્દ એક સુરતી તરીકે માને સ્વભાવિક જ હોય !

  -સુનિલ શાહ, અડાજણ, સુરત.
  મો. ૯૪૨૬૮ ૯૧૬૭૦

 3. Dhaval said,

  September 15, 2006 @ 10:04 am

  A video report of CNN-IBN about the same song : http://www.ibnlive.com/videos/21216/surat-takes-musical-road-to-recovery.html.

 4. ટહુકો.કોમ » ચાલો ફરી પાછા હસતાં થઇ જઇએ - મુકુલ ચોકસી said,

  November 18, 2006 @ 6:01 pm

  […] (આભાર : લયસ્તરો) […]

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment