કપાય કે ન બળે, ના ભીનો વા થાય જૂનો,
કવિનો શબ્દ છે, એ શબ્દનો વિકલ્પ નથી.

મનોજ ખંડેરિયા

ગઝલ – અદી મિરઝા

તારું ઠેકાણું મળ્યું છે જ્યારથી
હું મને શોધી રહ્યો છું ત્યારથી !

મારા હાથોમાં હવે શક્તિ નથી !
તું મને સંભાળ મારા સારથી !

આ તરફ પણ ઝાઝાં તોફાનો નથી
આવ તું આ પાર પેલે પાર થી !

તું હજી પણ નીચે ઊતરતો નથી ?
વાટ જોઉં છું હું તારી ક્યારથી !

જિંદગીનું સત્ય સમજાઈ જશે !
સાંભળો એકવાર અમને પ્યારથી !

સાર એમાંથીય નીકળી આવશે !
જે મળે લઈ લે હવે સંસારથી !

જિંદગીભર જે રડાવે છે ‘અદી’,
જાન લઈ લે છે એ કેવા પ્યારથી

– અદી મિરઝા

5 Comments »

 1. Pancham said,

  September 3, 2006 @ 11:14 am

  Pls enjoy this new blog link:

  http://rajeshwari.wordpress.com/

 2. Rajeshwari Shukla said,

  September 6, 2006 @ 11:24 am

  ખૂબ સુંદર…..અભિનંદન…

 3. Chetan Framewala said,

  September 8, 2006 @ 11:43 am

  શ્રી અદીભાઈ મીરજા, એ લગભગ ૬૮-૬૯ ની ઊંમરે મુશયરા ગજાવવાનું શરૂ કર્યું,લગભગ ૧૩ વર્ષ પહેલા ભાઈદાસ હોલ માં એમને પહેલી વખત સાંભળ્યા,ને ત્યારથી દર વર્ષે એમને સાંભળવા નો લ્હાવો મળે છે જે આપણાં સૌ ના સદભાગ્ય છે.શ્રી અદીભાઈ ની ગુજરાતી ગઝલ પ્રત્યેની કે એમ કહો ગુજરાતી મુશારયા માટેની લાગણી કેટલી પ્રચંડ છે ,એ આ વાત પરથી ફલિત થાય છે કે, ૮૨ વર્ષ ની જ્યેષ્ઠ વયે નાદુરસ્ત તબિયત છતાં,તેઓ આ મુશાયરા માટે એમ્બ્યુલન્સમાં ભારતીય વિદ્ધા ભવન્’સ હોલ પર પહોંચ્યા. અને ૧૪.૮.૨૦૦૬ ના મુશાયરાને દિપાવ્યો.
  પ્રભુ એમને સ્વસ્થ આયુશ્ય બક્ષે એવી પ્રાર્થના સહ,
  જય ગુર્જરી,
  ચેતન ફ્રેમવાલા

 4. ધવલ said,

  September 8, 2006 @ 12:03 pm

  વધુ માહિતી માટે આભાર. આ મને ખબર નહોતી.

 5. લયસ્તરો » ગઝલ -અદી મિરઝાં said,

  March 10, 2007 @ 1:12 am

  […] એણે માંગી છે દુઆ તારી, અદી ! તું ખુદા પાસે હવે શું માંગશે ? -અદી મિરઝાં અદી મિરઝાં (જન્મ: ૨૬-૧૦-૧૯૨૮) હવે આપણી વચ્ચે નથી રહ્યા (મૃત્યુ: ૦૧-૦૩-૨૦૦૭). એમની એક લોકપ્રિય ગઝલ અહીં રજૂ કરી લયસ્તરો ટીમ તરફથી એમને શબ્દ-સુમન અર્પણ કરીએ છીએ. એમની અન્ય એક ગઝલ આપ અહીં માણી શકો છો. ગઝલસંગ્રહ: ‘સાદગી’. […]

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment