તું આવે જો સાથે
એકલતા આ હલેસીએ હોવાને પેલે કાંઠે…
- વિવેક મનહર ટેલર

પત્રલેખા – (સંસ્કૃત) અનુ. હરિવલ્લભ ભાયાણી

પત્રલેખા – ૧

બસ થયું !
પત્રલેખન રહ્યું –
લેખિની બોળવાને સખીએ નમાવેલ
કાંડાથી જે સરી પડ્યું કંકણ
એ જ બસ પ્રિય પ્રતિ મોકલો –
. વિરહનું વેદના-દર્પણ !

***
પત્રલેખા – ૨

જેમ જેમ પત્ર પર અક્ષર અંકાય
તેમ તેમ ટપકતાં આંસુએ ભૂંસાય

(મૂળ સંસ્કૃત)
– અનુ. હરિવલ્લભ ભાયાણી

આજે SMS અને e-mailના યુગમાં પત્રલેખન ઝડપથી ઇતિહાસ બની રહ્યું છે. સંસ્કૃત મુક્તકોમાંથી બે નાનકડા મુક્તક આ જ વિષય ઉપર આજે આપના માટે…

બંને મુક્તકમાં પ્રોષિતભર્તૃકાનો વિરહભાવ વ્યક્ત થયો છે પણ બંનેની વાત જરા અલગ છે… જુદાઈની આગમાં સળગી સળગીને પત્રલેખાની કાયા એટલી કૃશ થઈ ગઈ છે કે કલમ કડિયામાં બોળવા એ કાંડું નમાવે છે તો પાતળા થઈ ગયેલ હાથમાંથી કંગન પણ સરી પડે છે. લખવાની તાકાત પણ નથી એટલે પ્રિયને વિરહ વેદનાના અરીસાસમું એ કંગન જ મોકલી આપવા એ કહે છે… બીજા મુક્તકમાં પણ વિરહ-વ્યથા ચરમસીમાએ છે… જેના માટે પત્ર લખાઈ રહ્યો છે એની જ યાદમાં ટપકતાં આંસુઓ એને ભૂંસી રહ્યા છે…

9 Comments »

  1. Neekita Shah said,

    June 4, 2010 @ 2:39 AM

    મુળ સંસ્ક્રુત શ્લોકો આપ્યા હોય તો હજી વધારે મઝા આવત – બીજી વાર આપો ત્યારે આપવા વિનંતી છે અથવા તો કયા ગ્રંથ/પુસ્તકમાંથી લેવામાં આવ્યા છે એ જાણવાની પણ મઝા પડે છે.

  2. dr bharat said,

    June 4, 2010 @ 3:44 AM

    ફક્ત કંગન કે અશ્રુથી ખરડાયેલ પત્ર મોક્વાની પાછળ નો ભાવ ખુબ સરસ વર્ણવ્યો છે!
    જયારે કવિ કોરો પત્ર મોકલે તેની પાછળ ની ભાવના વિષે નું સ્વ રચિત કાવ્ય મારા બ્લોગ પર મુકેલ છે તે અહી પ્રસ્તુત કરીશ તો અસ્થાને નહી ગણાય!!!

    વહી જાયછે!
    લખવા કલમ હાથ માં લેવાય છે,
    ને શબ્દોના સમૂહ બની જાય છે..,
    તોફાની બારકસોનો જાણે ઝમેલો.

    દેખાય કાગળ પર જીવંત હો જાણે.

    ધીરેથી મરકતા,ને ચહેરો નમેલો,

    ઝુકાવી પલકો જાણે કંઈક ક્હોછો.

    સરકી જાવ પળમાં કલમ તળેથી.

    પડે છે મનમાં ધ્રાસ્કો ન મળેથી,

    માણવાની મજા જે આવીજાયછે

    અજાણે લખવું ક્યાંક વહી જાયછે!
    ભરત મકવાણા ‘મિત્ર’

  3. વિવેક said,

    June 4, 2010 @ 6:40 AM

    મારી પાસે મૂળ સંસ્કૃત શ્લોક અથવા કવિનું નામ હોત તો એ જરૂર મૂક્યા હોત પણ શ્રી હરિવલ્લભ ભાયાણીના પુસ્તકમાં પણ આ મુક્તકના મૂળ સંસ્કૃત ભાષ્ય અને કર્તાના નામ નથી…

  4. pragnaju said,

    June 4, 2010 @ 3:06 PM

    લેખિની બોળવાને સખીએ નમાવેલ
    કાંડાથી જે સરી પડ્યું કંકણ
    એ જ બસ પ્રિય પ્રતિ મોકલો –
    . વિરહનું વેદના-દર્પણ !
    વિરહની અનુભૂતિ કરાવે તેવી પંક્તીઓ

    संस्कृतेन सूक्ष्मतया विस्तारेण स्पष्टतया चर्चितान् विषयान् अधिकर्तुं संस्कृतभाषा प्रबला।
    अनेन भाषान्तराणाम् उपेक्षा न क्रियते, प्रत्युत, देवभाषायाः आवश्यकता दर्शिता।
    तथैव, बहवः वेदान्तं पठितुम् इच्छन्ति।
    दर्शनानि षट्, येषु उत्तरमीमांसा अन्तेस्थिता। नाम, पूर्वं अन्यशास्त्राणामपि परिचयः अत्यावश्यकः भवति। किन्तु तत्रापि उपेक्षा एव क्रियते।

  5. ધવલ said,

    June 4, 2010 @ 5:16 PM

    જેમ જેમ પત્ર પર અક્ષર અંકાય
    તેમ તેમ ટપકતાં આંસુએ ભૂંસાય

    આહ !

  6. sudhir patel said,

    June 4, 2010 @ 8:42 PM

    બન્ને ખૂબ સુંદર મુક્તકો! એનો આસ્વાદ પણ એવો જ રોચક લાગ્યો!
    સુધીર પટેલ.

  7. Girish Parikh said,

    June 4, 2010 @ 8:52 PM

    સંસ્કૃત સાહિત્યના ખજાનામાંથી બે અમૂલ્ય રત્નો. અનુવાદમાં પણ મૂળ કૃતિઓનું સૌન્દર્ય જળવાયું લાગે છે.

  8. DR Bharat Makwana said,

    June 5, 2010 @ 3:34 AM

    pragnaju
    સસ્ક્રુત વાન્ચવુ ને સમજ્વુ સહેલુ લાગ્યુ !

  9. Pinki said,

    June 5, 2010 @ 3:51 AM

    વાહ્…. પ્રણયોર્મિથી સભર !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment