હકીકત છે નથી પહોંચ્યો પરમ તૃપ્તિની સરહદ પર,
છતાં છે એય સાચું પ્યાસમાંથી બહાર આવ્યો છું.
મનોજ ખંડેરિયા

ગઝલ – પંકજ વખારિયા

Pankaj Vakharia_Zanzat tamam padti muki bes thodi vaar
(પંકજ વખારિયાના હસ્તાક્ષરમાં ‘લયસ્તરો’ માટે એક અપ્રગટ કૃતિ)

*

ઝંઝટ તમામ પડતી મૂકી, બેસ થોડીવાર
સાંભળ ભીતરનો સાદ જરી, બેસ થોડીવાર

લોલક સમી છે મનની ગતિ બેસ, થોડીવાર
જંપી જા મધ્યે, છોડ અતિ, બેસ થોડીવાર

જોવાં- ન જોવાં જેવું ઘણું જોયું બસ હવે
જોઈ લે ખુદને આંખ મીંચી, બેસ થોડીવાર

અસ્તિત્વ તારું ડૂબી રહ્યું અંધકારમાં
અંતરમાં એક દીવો કરી, બેસ થોડીવાર

ત્યારે સમસ્ત વિશ્વમાં ઓગળશે તારો ‘હું’
સર્વત્ર રહેશે ‘એક તૂ હિ’, બેસ થોડીવાર

– પંકજ વખારિયા

નવી પેઢીના ગઝલકારોમાં કદાચ પંકજ મારો પ્રિયતર કવિ છે.  એની ગઝલોમાં સપાટી પર રમતો શેર શોધી કાઢવાનું કામ દોહ્યલું છે.  બેસ થોડીવાર જેવી મજાની રદીફ એણે પાંચેય શેરમાં બખૂબી નિભાવી બતાવી છે…

16 Comments »

 1. Pancham Shukla said,

  May 29, 2010 @ 5:19 am

  આ ગઝલને કફિયાઓની મોકળાશ ખરેખર ફળી છે. સરસ ગઝલ.

 2. Pushpakant Talati said,

  May 29, 2010 @ 5:29 am

  વાહ – વાહ – અને – વાહ !
  પંકજભાઈ ની પંચ-તારક સમી પાચ શેરોની આ ગઝલ અને તેમા પણ વળી વખારિયાભાઈ ની વખાણવા લાયક એવી – “બેસ થોડીવાર” – ની આલ્હાદક રદીફ ખરેખર દાદ-એ-કાબીલ છે.

  બેસ થોડીવાર – એમ કહેવુ કેટલુ સરળ છે પણ આજના જમાનામા જરા બેસી તો જુઓ ! !! તો કબર પડે. ?
  ઝન્ઝટ પડતી મુકી ને ભીતરનો સાદ સાઁભળવો સહેલો નથી – અને તે પણ જ્યારે મનની જ ગતી ઘડીયાળના લોલક જેવી હોય.
  અતિ ની ગતિ નથી એટલે કે Any thing excess is bad ની ઊક્તિ બધા જ જાણે છે છતા પણ જંપી ને બેસતા કેટલાને આવડે છે ?
  આખી દુનિયામા જોવાં જેવુ તો ઠીક પણ ન જોવાં જેવું પણ ઘણું જોયું અને જાણ્યુ પરન્તુ કેટલાએ ખુદને (પોતાની જાતને) જોવા માટે અને ઓળખવા માટે પોતાના ચક્ષુઓ બન્ધ કર્યા છે – કે વિચાર્યુ છે ?
  અંધકારમાં ડુબતા આપણા અસ્તિત્વ ને બચાવવા અને જાતને તારવા માટે અંતરમાં એક દીવો પ્રગટાવવાની સુન્દર પ્રેરણા આપતી આ ગઝલ ને સલામ કરવી જ ઘટે કારણ કે તો જ અને માત્ર તો જ સમસ્ત વિશ્વમાં ‘હું’ ઓગળી શકે અને સર્વત્ર માત્ર રહે ‘એક તૂ હિ તૂ ’,
  બસ હવે …..” બેસ થોડીવાર – -“

 3. Pushpakant Talati said,

  May 29, 2010 @ 5:36 am

  વાહ – વાહ – અને – વાહ !
  પંકજભાઈ ની પંચ-તારક સમી પાચ શેરોની આ ગઝલ અને તેમા પણ વળી વખારિયાભાઈ ની વખાણવા લાયક એવી – “બેસ થોડીવાર” – ની આલ્હાદક રદીફ ખરેખર દાદ-એ-કાબીલ છે.

  બેસ થોડીવાર – એમ કહેવુ કેટલુ સરળ છે પણ આજના જમાનામા જરા બેસી તો જુઓ ! !! તો ખબર પડે. ?- ( I hed written here “kabar” instead of “khabar” hence this is for rectification please.
  ઝન્ઝટ પડતી મુકી ને ભીતરનો સાદ સાઁભળવો સહેલો નથી – અને તે પણ જ્યારે મનની જ ગતી ઘડીયાળના લોલક જેવી હોય.
  અતિ ની ગતિ નથી એટલે કે Any thing excess is bad ની ઊક્તિ બધા જ જાણે છે છતા પણ જંપી ને બેસતા કેટલાને આવડે છે ?
  આખી દુનિયામા જોવાં જેવુ તો ઠીક પણ ન જોવાં જેવું પણ ઘણું જોયું અને જાણ્યુ પરન્તુ કેટલાએ ખુદને (પોતાની જાતને) જોવા માટે અને ઓળખવા માટે પોતાના ચક્ષુઓ બન્ધ કર્યા છે – કે વિચાર્યુ છે ?
  અંધકારમાં ડુબતા આપણા અસ્તિત્વ ને બચાવવા અને જાતને તારવા માટે અંતરમાં એક દીવો પ્રગટાવવાની સુન્દર પ્રેરણા આપતી આ ગઝલ ને સલામ કરવી જ ઘટે કારણ કે તો જ અને માત્ર તો જ સમસ્ત વિશ્વમાં ‘હું’ ઓગળી શકે અને સર્વત્ર માત્ર રહે ‘એક તૂ હિ તૂ ’,
  બસ હવે …..” બેસ થોડીવાર – -”

 4. વિહંગ વ્યાસ said,

  May 29, 2010 @ 5:46 am

  સર્વત્ર રહેશે ‘એક તૂ હિ’ બેસ થોડીવાર. વાહ ! પંકજભાઇ ઘણાં સમય બાદ તમારી ગઝલ માણી, અભિનંદન.

 5. હેમંત પુણેકર said,

  May 29, 2010 @ 7:23 am

  વાહવાહ! સુંદર ગઝલ!

  મત્લા, લોલક અને મક્તાની મજા કંઈ ઓર જ છે.

 6. રાજની ટાંક said,

  May 29, 2010 @ 7:49 am

  લોલક સમી છે મનની ગતિ બેસ, થોડીવાર
  જંપી જા મધ્યે, છોડ અતિ, બેસ થોડીવાર

  -સરસ ગઝલ, બધા જ શેર ખૂબ જ સુંદર છે

 7. ડૉ. મહેશ રાવલ said,

  May 29, 2010 @ 11:28 am

  સુંદર રદિફને કાબેલિયતસભર માવજત મળી અને સરવાળે તમામ શેર એક અલગ જ પ્રકારની તાજગી પ્રવાહિત કરી શક્યા છે.
  પંકજભાઈ ! અભિનંદન.
  -ગમ્યું.

 8. Girish Parikh said,

  May 29, 2010 @ 12:15 pm

  ત્યારે સમસ્ત વિશ્વમાં ઓગળશે તારો ‘હું’
  સર્વત્ર રહેશે ‘એક તૂ હિ’, બેસ થોડીવાર

  પંખજ વખારિયાની ગઝલનો એકે એક શેર સ્પર્શી જાય છે. અને ઉપરનો શેર જે છેલ્લો છે એ તો શિરમોર છે.

  ગઝલ વિશે વધુ લખવા પ્રયત્ન કરીશ નીચેના બ્લોગના ‘ગિરીશના ભાવ પ્રતિભાવ’ વિભાગમાં.

  http://www.girishparikh.wordpress,com

 9. Girish Parikh said,

  May 29, 2010 @ 12:19 pm

  ઉપરના લખાણમાં લીંક નીચે મુજબ કરવા વિનંતીઃ
  http://www.girishparikh.wordpress.com

 10. Girish Parikh said,

  May 29, 2010 @ 4:30 pm

  “ગિરીશના ભાવ પ્રતિભાવ: ‘બેસ થોડી વાર’ ” http://www.girishparikh.wordpress.com પર પોસ્ટ કરી દીધા છે.

 11. sudhir patel said,

  May 29, 2010 @ 7:55 pm

  તાજગી સભર સુંદર ગઝલ્!
  સુધીર પટેલ.

 12. કિરણસિંહ ચૌહાણ said,

  May 29, 2010 @ 11:00 pm

  ક્યા બાત હૈ !બઢિયા ગઝલ.

 13. સુનીલ શાહ said,

  May 30, 2010 @ 10:03 am

  વાહ પંકજભાઈ..શુભાનઅલ્લાહ

 14. Mousami Makwana said,

  May 30, 2010 @ 10:04 pm

  ખુબ જ સુન્દર ગઝલ છે……
  ‘બેસ થોડી વાર….’જેવા સરળ શબ્દો મા ગહન અર્થ સઘળી માયા છોડી જાત સાથે સંવાદ સાધવાનો છે…જે ખરેખર ખુબ જ જરુરી હોવા છતા મુશ્કેલ છે.
  આભાર આપનો આવી સુન્દર રચના મુકવા બદલ.

 15. P Shah said,

  May 31, 2010 @ 1:40 am

  જંપી જા મધ્યે, છોડ અતિ, બેસ થોડીવાર……

  રમતિયાળ રદીફને કાફિયાનો બહોળો અવકાશ સાંપડ્યો અને
  એક સુંદર ગઝલ બની છે. ગઝલના દરેક પાસાને સુંદરતા બક્ષતી
  એક સફળ અને સુંદર રચના !
  કવિને દિલથી અભિનંદન પાઠવું છું.

 16. pragnaju said,

  June 1, 2010 @ 7:36 am

  સ રસ ગઝલ
  આ શેરો અ દ ભૂ ત
  અસ્તિત્વ તારું ડૂબી રહ્યું અંધકારમાં
  અંતરમાં એક દીવો કરી, બેસ થોડીવાર

  ત્યારે સમસ્ત વિશ્વમાં ઓગળશે તારો ‘હું’
  સર્વત્ર રહેશે ‘એક તૂ હિ’, બેસ થોડીવાર

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment