કોઈની ઈચ્છા મને એ તીવ્રતાથી સાંપડો,
રોમે-રોમે વાલિયાના જેમ ફૂટ્યો રાફડો.
વિવેક મનહર ટેલર

નથી શકતો – ઘાયલ

ઋષિ વાળી શકે છે એમ મન વાળી નથી શકતો,
કરુણતાને ગીતાના શ્લોકમાં ઢાળી નથી શકતો.
કહે છે મોત જેને એ અસલમાં છે જબરજસ્તી,
હરિઈચ્છા કહી એને હું પંપાળી નથી શકતો.

– ઘાયલ

11 Comments »

 1. sapana said,

  May 24, 2010 @ 11:00 pm

  કહે છે મોત જેને એ અસલમાં છે જબરજસ્તી,
  હરિઈચ્છા કહી એને હું પંપાળી નથી શકતો.

  મૌત ખરેખર જબરદસ્તી છે પણ આપણે હરિઈચ્છા કહી મનને મનાવિએ છીએ…કોને મરવુ ગમે વ્હાલાથી જુદા થવું ગમે પણ આત્માનુ પરમાત્મા સાથે મિલન પણ મર્યા વગર ન થાય..જેવી હરિઈચ્છા!!
  સપના

 2. અભિષેક said,

  May 24, 2010 @ 11:18 pm

  બહુ જ સાચી વાત કરી છે, આ મુક્તકમાં. બધુ ભગવાનની ઇચ્છાને આધીન છે, એમ બોલવું સહેલું છે, પણ સ્વીકારવું અત્યંત કઠીન

 3. વિવેક said,

  May 25, 2010 @ 12:39 am

  સો ટચનું સોનું!

 4. Mousami Makwana said,

  May 25, 2010 @ 1:05 am

  સનાતન સત્ય કહી જેને આપણે પરાણે સ્વિકારીએ છીએ તેનો ઘાયલ સાહેબે છડે ચોક અસ્વિકાર કર્યો છે જ ખુબ કઠિન છે.
  આ જ બતાવે છે કે તેમનુ વ્યક્તિત્વ કેટલુ પારદર્શી હશે….!!!!
  બહુ જ ઉમદા રચના……!!!

 5. urvashi parekh said,

  May 25, 2010 @ 9:14 am

  સાવ સાચ્ચી વાત,,

 6. P Shah said,

  May 25, 2010 @ 10:18 am

  सच्चे वचन !

 7. ડૉ.મહેશ રાવલ said,

  May 25, 2010 @ 11:42 am

  મોતને જબરદસ્તી કહી અને એને પંપાળી નથી શક્તો ઘાયલકાકા જ કહી શકે…
  ખુમારીસભર મુકતકમાં શબ્દે-શબ્દે ઠાંસી ઠાંસીને ભરેલો ઘાયલ મિજાજ……-ગમ્યું.
  ધવલભાઈ, બહુ સુંદર મુકતક આપ્યું ઘાયલકાકાનું.

 8. pragnaju said,

  May 25, 2010 @ 12:18 pm

  કહે છે મોત જેને એ અસલમાં છે જબરજસ્તી,
  હરિઈચ્છા કહી એને હું પંપાળી નથી શકતો.
  વાહ્

  યાદ્

  મોત વેળાની આ ઐયાશી નથી ગમતી મરીઝ ;
  હું પથારી પર રહું ને આખુ ઘર જાગ્યા કરે…

 9. sudhir patel said,

  May 25, 2010 @ 8:02 pm

  ઘાયલ સાહેબના આગવા મિજાજને વ્યક્ત કરતું સુંદર મુક્તક!
  સુધીર પટેલ.

 10. yogesh said,

  May 25, 2010 @ 8:48 pm

  ઋષિ વાળી શકે છે એમ મન વાળી નથી શકતો,
  કરુણતાને ગીતાના શ્લોકમાં ઢાળી નથી શકતો.

  GooD

 11. Taha Mansuri said,

  May 25, 2010 @ 10:15 pm

  ઘાયલ એટલે ઘાયલ એટલે ઘાયલ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment