ભીંત વચ્ચેથી સોંસરું પડશે -
મોતનું સ્હેજ પણ વજન ક્યાં છે ?
ચિનુ મોદી ‘ઈર્શાદ’

શું વળે ! – શિવજી રૂખડા

વાત બીજે વાળવાથી શું વળે !
ને હકીકત ખાળવાથી શું વળે !

આપણે તો આપણે, બસ આપણે
જાત બીંબે ઢાળવાથી શું વળે !

ફક્ત કિરણ એક ઝીલી ના શક્યા
સૂર્ય આખો ચાળવાથી શું વળે !

દોસ્ત, ઇચ્છાવન બહુ ઘેઘૂર છે
ડાળખી ફંગોળવાથી શું વળે !

આપણો વિસ્તાર છે ફળિયા લગી
ગામને ઢંઢોળવાથી શું વળે !

આંખ છે ખુલ્લી અને ઝોલે ચડ્યા
દીપ ઝળહળ બાળવાથી શું વળે !

-શિવજી રૂખડા

કેટલીક કૃતિઓને શબ્દોના આધારની જરૂર નથી હોતી….

3 Comments »

 1. Foram said,

  August 13, 2006 @ 8:44 am

  ફક્ત કિરણ એક ઝીલી ના શક્યા
  સૂર્ય આખો ચાળવાથી શું વળે !

  વાહ! ખરેખર આ કૃતિને શબ્દોની જરૂર નથી..

 2. ધવલ said,

  August 13, 2006 @ 2:13 pm

  વાત બીજે વાળવાથી શું વળે !
  ને હકીકત ખાળવાથી શું વળે !

  આપણે તો આપણે, બસ આપણે
  જાત બીંબે ઢાળવાથી શું વળે !

  અદભૂત !

 3. manvant said,

  August 14, 2006 @ 11:14 pm

  આપણો વિસ્તાર છે ફળિયા લગી,
  ગામને ઢંઢોળવાથી શું વળે ?…આખું કાવ્ય સરસ હોય, ત્યાં શબ્દો ક્યાંથી શોધવા ?

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment