કોઈ અડક્યું તો કમાલ થઈ ગઈ,
ભીતર ધાંધલધમાલ થઈ ગઈ.
કોઈ આંખ જો ભીની થઈ તો,
કોઈ આંગળી રૂમાલ થઈ ગઈ.
અનિલ ચાવડા

વહાલ વાવવાની વાત (ભાગ:૧) – ગૌરાંગ ઠાકર

કવિનું પગલું વામનના પગલાં સમું હોય છે. વામન ત્રણ પગલાંમાં ત્રણ લોક માપી લે છે તો કવિ પણ પગલે-પગલે એક નવું જ લોક, નવું જ બ્રહ્માંડ આંકતો હોયુ છે. ‘મારા હિસ્સાનો સૂરજ’ પછી ‘વહાલ વાવી જોઈએ’ ગૌરાંગ ઠાકરનું બીજું પગલું છે. અને કવિની ગઝલોનો ગ્રાફ વામનના પગલાંની જેમ અહીં પણ વધુ ઊંચે જતો અને વિસ્તરતો હોવાની પ્રતીતિ થાય છે.

Gaurang Thaker

(કવિશ્રી ગૌરાંગ ઠાકર એમની લાક્ષણિક અદામાં… )

*

આજે સુરત ખાતે સાંજે ગૌરાંગ ઠાકરના આ બીજા ગઝલ સંગ્રહનું વિમોચન થનાર છે પણ એ પહેલાં ખાસ ‘લયસ્તરો’ અને એ દ્વારા નેટ-ગુર્જરીના તમામ વાચકો માટે આ આગોતરું ઇ-વિમોચન આપણે અત્યારે કરી રહ્યા છીએ… કવિશ્રીને આ ખાસ પ્રસંગે ખાસમખાસ અભિનંદન અને અંતઃકરણપૂર્વકની શુભકામનાઓ.

આ સંગ્રહની કેટલીક ગઝલો આપણે ‘લયસ્તરો’ પર આપણે અગાઉ માણી જ ચૂક્યાં છીએ પણ વહાલ આવી જાય એવા કેટલાક શેર આપણી સંવેદનાની વાડ પર વાવી જોઈએ:

બસ બને તો એક દીકરાને મનાવી જોઈએ,
એ રીતે ઘરડાઘરો ખાલી કરાવી જોઈએ.

મારી દીવાનગીને તમે છેતરો નહીં,
વરસાદ મોકલી હવે છત્રી ધરો નહીં.

તું હવે વરસાદ રોકે તો હું સળગાવું ચૂલો,
રોટલો આ છત વગરના ઘરમાં શેકાતો નથી.

ભીતરી આખી સફર પર ચાલવાની છે મજા,
એકલા બસ આપણે એ ભીડનો રસ્તો નથી.

મોભ થઈ માથે સતત રહેતો હતો,
એ જ માણસ ભીંત પર ફોટો થયો.

કોઈને નાનો ગણે તો માનજે,
એટલો તારો અહમ્ મોટો થયો.

અત્તરની પાલખી લઈ, ઊભો હશે પવન, પણ,
તારાથી દોસ્ત કેવળ, બારી સુધી જવાશે ?

દીવાને અમે ટોડલેથી ભીતરે લાવ્યા,
તારાથી હવે થાય તો અંધાર કરી દે.

લ્યો, દીવાની આબરૂ જળવાઈ ગઈ,
દ્વાર પર આવી હવા ફંટાઈ ગઈ.

સોયમાં દોરાને બદલે બા હતી,
ગોદડીમાં હૂંફ પણ સિવાઈ ગઈ.

તારા આ ઉચ્છવાસને સંભાળજે,
ઝાડનો એ પ્રાણવાયુ હોય છે.

તું કલમના હાથથી શોધી શકે,
આડે હાથે જે મૂકાયું હોય છે.

કુકડાની બાંગ થઈ અને ફફડી ગયું જગત,
કેવી રીતે દિવસ જશે સૌને થતું હતું.

આકાશ પછી મેઘધનુષ દોરવા બેસે,
વરસાદ જ્યાં તડકાથી મુલાકાત કરે છે.

જેના પડછાયા વડે છાંયો પડ્યો,
પહેલા એના પર અહીં તડકો પડ્યો.

દીકરા, સાચે જ તું મોટો થયો,
બાપનો આ મહેલ પણ નાનો પડ્યો ?

વાડ તો વેલા તળે ઢંકાઈ ગઈ,
ફૂલ, ડાળી, પાનનો મોભો પડ્યો.

શ્વાસનો ફુગ્ગો લઈ માણસ અહીં,
ટાંકણીના શ્હેરમાં ભૂલો પડ્યો.

દશાને દિશા આપશે, પૂરતું છે,
આ ગઝલો લખી ક્યાં કમાણી કરું છું !

આ કબર શું ફૂલોથી શણગારો,
મ્હેક મૂકી ગયો છે સૂનારો.

સુખની કિંમત માણસે માણસમાં નોખી હોય છે,
ખારવાને માછલી મોતીથી સ્હેજે કમ નથી.

રાત પૂછે આપણી આ દોડ જોઈ,
સૂર્યની શું રાતપાળી જોઈએ ?

જેમ ડાળે વસંત આવે છે,
એમ તારી નજીક આવું છું.

ટોચ માટે પ્રયાસ લાગે છે,
ખીણમાં પણ ઉજાસ લાગે છે.

પર્ણ તાળી પવનને આપે છે,
ઝાડ પર જાણે રાસ લાગે છે.

પાનખરમાં વસંત જેવું કેમ ?
ક્યાંક તું આસપાસ લાગે છે.

vahal vaavi joiye

(પ્રાપ્તિસ્થાન: સાહિત્ય સંગમ, બાવા સીદી, પંચોલી વાડી સામે, ગોપીપુરા, સુરત-1)

38 Comments »

  1. Jayshree said,

    May 9, 2010 @ 1:12 AM

    અભિનંદન ગૌરાંગભાઇ…
    ખૂબ ખૂબ શુભેચ્છાઓ…!!!

    વિવેક, આ ઇ-મોચન માટે આભાર કહું? 🙂

  2. વિહંગ વ્યાસ said,

    May 9, 2010 @ 1:15 AM

    ખૂબ ખૂબ અભિનંદન ગૌરાંગભાઇ, તમારી કલમનો અનંત વિસ્તાર હો તેવી હ્રુદયપૂર્વકની શુભેચ્છાઓ. વિવેકભાઇ, આ પ્રસંગનાં અમને સહભાગી બનાવવા બદલ ખૂબ ખૂબ આભાર.

  3. Bharat Patel said,

    May 9, 2010 @ 1:17 AM

    ઘણુ બધુ કહેવાય ગયુ અને તે પણ ખુબ જ ઓછા શબ્દો મા
    અતિ સુન્દર્

  4. સુનીલ શાહ said,

    May 9, 2010 @ 3:34 AM

    ઈ–વિમોચન ગમ્યું. ગૌરાંગભાઈને શુભેચ્છાઓ.

  5. હેમંત પુણેકર said,

    May 9, 2010 @ 3:55 AM

    એકથી એક ચડીયાતાં શેર ચુંટીને લાવ્યા વિવેકભાઈ આપ!

    ગૌરાંગભાઈને હાર્દિક અભિનંદન!

  6. kanchankumari. p.parmar said,

    May 9, 2010 @ 5:54 AM

    મણ મણ દરણુ ઓછુ પડ્યુ…….ઓર્ર નારા ઓછા ને….ખાનારા ઝાઝા છે……આજ નિ આ વિકટ પરિસ્થિતિ મા આવા શેરો જ થોડિ શાતા આપે?????

  7. ચાંદ સૂરજ said,

    May 9, 2010 @ 6:21 AM

    બંધુશ્રી વિવેકભાઈએ ચૂંટેલાં શેરો પાછળ એમની ભાવના અને કાળજી ડોકિયા કરે છે.આભાર. શ્રી ગૌરાંગભાઈએ વહાલપની વાડીમાં વાવેલા વહાલને ફોરમતાં ફણગાં ફૂટે એજ અભ્યર્થના સાથે અભિનંદન.

  8. અભિષેક said,

    May 9, 2010 @ 6:25 AM

    મજાના સમાચાર અને શેરનું તો શું કહેવું

  9. divya modi said,

    May 9, 2010 @ 6:43 AM

    ” વહાલ વાવી જોઇએ” નું ઈ-વિમોચન સ્નેહપૂર્વક કરાવનાર વિવેકભાઈને પ્રથમ અભિનંદન
    અને ગૌરાંગભાઈ ને આજના આ શુભ અવસરે વિશેષ અભિનંદન !!!!
    પુસ્તક હાથમાં ક્યારે આવે , એની તીવ્ર તાલાવેલી…

  10. vajesinh said,

    May 9, 2010 @ 6:45 AM

    શ્વાસનો ફુગ્ગો લઈ માણસ અહીં,
    ટાંકણીના શ્હેરમાં ભૂલો પડ્યો.

    લ્યો, દીવાની આબરૂ જળવાઈ ગઈ,
    દ્વાર પર આવી હવા ફંટાઈ ગઈ.

    આ કબર શું ફૂલોથી શણગારો,
    મ્હેક મૂકી ગયો છે સૂનારો.

    મારી દીવાનગીને તમે છેતરો નહીં,
    વરસાદ મોકલી હવે છત્રી ધરો નહીં.

    મમળાવવા જેવા શેર. કાવ્યસંગ્રહ માટે કવિને ને ઈ વિમોચન માટે લયસ્તરોને અભિનંદન।

  11. pragnaju said,

    May 9, 2010 @ 7:14 AM

    હાર્દિક અભિનંદન!
    દરેક દાદ આપવા જેવા શેરા
    આજે માતૃદિને આ શેર મમળાવીએ
    સોયમાં દોરાને બદલે બા હતી,
    ગોદડીમાં હૂંફ પણ સિવાઈ ગઈ.

  12. Rajani Tank said,

    May 9, 2010 @ 7:44 AM

    મધર્સ ડે નિમિતે અમુલ્ય ભેટ ,તે બદલ ખૂબ ખૂબ આભાર અને અભિનંદન ગૌરાંગ સાહેબને 😛

    માતૃત્વ દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ

  13. urvashi parekh said,

    May 9, 2010 @ 10:22 AM

    ખુબ ખુબ અભિનન્દન અને શુભકામનાઓ સાથે.
    લયસ્તરો નો પણ ખુબ ખુબ આભાર્.

  14. dr.jagdip nanavati said,

    May 9, 2010 @ 2:13 PM

    અભિનંદન
    ગૌરાંગભાઈ,
    વિવેકભાઈ

    ભર ઉનાળે
    વારસાદવરસાવી
    દીધો……

  15. ‘વ્હાલ વાવી જોઈએ’ : ગૌરાંગભાઈ ઠાકરનો બીજો કાવ્યસંગ્રહ | ટહુકો.કોમ said,

    May 9, 2010 @ 6:56 PM

    […] વિમોચન કરવામાં આવ્યું હતું. અને લયસ્તરો પર ખાસ ઇ-મોચન પણ કરવામાં આવ્યું છે પહેલા […]

  16. Girish Parikh said,

    May 9, 2010 @ 9:55 PM

    ગૌરાંગભાઈ તથા વિવેકભાઈને અભિનંદન.

    નીચેનો શેર હું પસંદ કરું જો મારે એક જ પસંદ કરવાનો હોય તોઃ

    સોયમાં દોરાને બદલે બા હતી,
    ગોદડીમાં હૂંફ પણ સિવાઈ ગઈ.

  17. ડૉ.મહેશ રાવલ said,

    May 10, 2010 @ 12:00 AM

    કવિમિત્ર શ્રી ગૌરાંગભાઈને એમના બીજા ગઝલ સંગ્રહ – વહાલ વાવી જોઇએ – બદલ હાર્દિક અભિનંદન.
    શ્રી વિવેકભાઈને પણ આ તકે તમામ ગુજરાતી બ્લોગર્સને ગૌરાંગભાઈના વહાલ વાવવાના અભિયાનમાં સામેલ કરવા બદલ
    +
    સ-રસ શેરચયન વડે કવિશ્રીના ગઝલસંગ્રહની ગહનતાનો”અણસાર” આપવા બદલ
    અભિનંદન
    ગૌરાંગભાઈને પણ આ તકે કહેવાનું કે,મારા હિસ્સાના સૂરજનું ઉઘરાણું તો હજી બાકી જ છે ત્યાં વહાલ…..નું નવું ઉઘરાણું ય ઉમેરાણું હો…..!!!આમેરિકાથી રાજકોટ આવ્યા પછી આ બન્ને ગઝલ સંગ્રહો માટે ખાસ સુરત આવીશ એ અત્યારથી જ નક્કી……..
    ખૂબ-ખૂબ વહાલપૂર્વક વઘામણા, વહાલાને….

  18. zankruti said,

    May 10, 2010 @ 5:33 AM

    બહુ જ સરસ.
    ખરેખર બહુ જ ગમિ.

  19. pragna/dipak vashi said,

    May 10, 2010 @ 7:10 AM

    congratulation and best wishes P.d.vashi

  20. Chandresh Thakore said,

    May 10, 2010 @ 9:35 AM

    આભાર વિવેક્ભાઈ અને ધન્ય ગૌરાંગભાઈ. આ સરસ શેરોમાંથેી જો મારે પસંદગેી કરવાનેી હોય તો નેીચેના ત્રણ શેરો પસંદ કરું …

    મોભ થઈ માથે સતત રહેતો હતો,
    એ જ માણસ ભીંત પર ફોટો થયો.

    સોયમાં દોરાને બદલે બા હતી,
    ગોદડીમાં હૂંફ પણ સિવાઈ ગઈ.

    શ્વાસનો ફુગ્ગો લઈ માણસ અહીં,
    ટાંકણીના શ્હેરમાં ભૂલો પડ્યો.

  21. P Shah said,

    May 10, 2010 @ 10:46 AM

    સુંદર રચનાઓથી સભર સંગ્રહ માટે ગૌરાંગભાઈને
    ખૂબ ખૂબ અભિનંદન !

    કોઈને નાનો ગણે તો માનજે,
    એટલો તારો અહમ્ મોટો થયો…..

  22. rakesh said,

    May 10, 2010 @ 12:51 PM

    mindblowing.
    how can we put emotions in very few words.

  23. raksha said,

    May 11, 2010 @ 12:46 AM

    ગૌરાન્ગભાઇ, તમોએ આપેલ પ્રથમ સન્ગ્રહ તો આ હજુ મમળાવિએ ચ્હિએ.
    બિજા સન્ગ્રહ માટે ખુબ ખુબ અભિનન્દન.

  24. Pancham Shukla said,

    May 11, 2010 @ 8:11 AM

    સરસ સંકલન. ગૌરાંગભાઈને અભિનંદન.

  25. Gaurang Thaker said,

    May 11, 2010 @ 9:01 AM

    મારી ગઝલોથી રાજી થનાર તમામ મિત્રોનો આભારી છુ.લયસ્તરોના સચાલક અને પ્રિય કવિમિત્ર વિવેકભાઈનો વિશેષ આભાર….

  26. વિવેક said,

    May 11, 2010 @ 9:10 AM

    પ્રિય ગૌરાંગભાઈ,

    આપને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ…

    આ ત્રણ લિન્ક આપે જોઈ?:

    http://tahuko.com/?p=8744
    http://urmisaagar.com/saagar/?p=4519
    http://webmehfil.com/?p=3605

  27. sudhir patel said,

    May 11, 2010 @ 9:24 PM

    કવિશ્રી ગૌરાંગ ઠાકરને એમના દ્વિતીય ગઝલ-સંગ્રહના ઈ-વિમોચન પ્રસંગે હાર્દિક અભિનંદન અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ!
    સુધીર પટેલ.

  28. Pinki said,

    May 12, 2010 @ 12:05 PM

    ગૌરાંગભાઇ, હાર્દિક શુભેચ્છાઓ… !

  29. sapana said,

    May 16, 2010 @ 11:15 PM

    ગૌરાંગભાઈ હ્રદયથી અભિનંદન વિવેકભાઈ બધા શે’ર સરસ લાવ્યાં આ વ્હાલના વાવેતરના ફળ ચાખવા પડ્શે..
    સપના

  30. RAMESH K. MEHTA said,

    May 28, 2010 @ 1:50 AM

    આ કબર શુ ફૂલોથી શણગારો
    મ્હેક મૂકી ગયો મરનરો,

    સુદર શેરના માલિક.

  31. Deval Vora said,

    August 17, 2010 @ 8:21 AM

    Hi all bloggers….
    ek nanakadi help joiti hati….
    Shree Gaurang bhai no navo Ghazal sangrah “Vhal vaavi joiye…” hamna ja haath ma aavyo…..2 muktak samjata nathi…if anybdy cn help me out….
    1st: ભીતરી આખી સફર પર ચાલવાની છે મજા,
    એકલા બસ આપણે એ ભીડનો રસ્તો નથી.

    2nd: 15th page per ek makta 6: tu jai mali muj ne pritam, majur nathi ae karan thi; je shodh ma gum thai javu hoy ae shodh no aaro sha mate? ane pa6i tya * kari ne TARAHI pankti evu lakyu 6…tarahi pankti etle shu? coz jya sudhi mane khabar 6 tya sudhi “je shodh ma gum thai javu hoy….” ae to Shree Gani Dahiwala nu muktak 6……

  32. વિવેક said,

    August 23, 2010 @ 12:57 AM

    પ્રિય દેવલભાઈ,

    આપનો અભિપ્રાય કવિમિત્ર શ્રી ગૌરાંગ ઠાકરને જણાવ્યો છે. થોડી પ્રતીક્ષા કરીએ?

  33. Deval said,

    August 23, 2010 @ 1:43 AM

    No probs at all…sorry for being impatient pan pustak vanchata hoie tyare thata prashno no jawab tyare j mali rahe evi apeksha hoy e aap pan samji shako chho…otherwise ratre barabar ungh naa aave… 🙂 n ya…a small correction…this is not deval “BHAI”…this is deval “BEN” 🙂

  34. વિવેક said,

    August 23, 2010 @ 2:24 AM

    ક્ષમા ચાહું છું, દેવલબેન…

  35. Deval said,

    August 23, 2010 @ 4:58 AM

    Arre pls dont b so formal ….aap aatlo saras blog spot chalavo 6o ae mate ultu mare thankful thavu joie….n yes,seems k m younger 2u…so only DEVAL…..

  36. Gaurang Thaker said,

    August 23, 2010 @ 7:50 AM

    દેવલબેન, સૌથી પહેલા તો તમે મારા સંગ્રહને આટલી સરસ રીતે વાંચી રહ્યા છો તે જાણી
    આનદ થયો છે.તમે બે શેર વિષે વાત કરી તેમાં પહેલા શેરમાં
    ભીતરી આખી સફર પર ચાલવાની છે મઝા,
    એકલા બસ આપણે એ ભીડનો રસ્તો નથી..
    આપણા જીવનની સફરમાં આપણે આપણી જાતને સ્વને ઓળખવાનો પ્રયત્ન
    કરવાનો છે વળીઆ સફર પર મઝાની વાત એ છે કે ત્યાં જનાર આપણા સિવાય કોઈ હોતું નથી
    કારણ કે આપણે જ આપણા સુધી જઈ રહ્યા છે અને આપણી મસ્તી થી ત્યાં જવાનું હોય છે.
    બીજી વાત તરહી પંક્તિ ઉપરની છે. તમારી વાત ખરી છે આ શેર ની નીચેની પંક્તિ ગની દહીવાલાની છે.
    સુરતમાં વર્ષોથી તરહી મુશાયરાઓ ની બહુ મોટી પરંપરા રહી છે તો એવા એક મુશાયરામાં આ પંક્તિ
    જે શોધમાં ગુમ થઇ જવું હો એ શોધનો આરો શા માટે? આપવામાં આવી હતી.મેં આ પંક્તિ પર છંદ રદીફ કાફિયા એજ રાખીને
    સ્વતંત્ર ગઝલ લખી હતી. જે સંગ્રહમાં લીધી છે.માટે * કરીને તરહી પંક્તિ એમ જણાવ્યું છે. તરહી મુશાયરા વિષે વિવેકભાઈ
    વિગતે આપને જણાવશે….આભાર.

  37. Deval said,

    August 24, 2010 @ 11:04 AM

    Thank you Gaurang bhai…aapno navo sangrah rajkot na talented kavi ane mara sara mitra eva Bhargav Thakar ae vanchava aapyo…atyare ema pencil thi tick thayela sher (ke je ghana badha chhe) diary ma tapkavani prakriya chalu chhe… 🙂 Tarahi mushayara vishe thodu thodu samjayu…vivek ji nex time koi tarahi mushayara ma aavavanu aamantran aape to vadhu sari rite samjay….joke surat thodu door chhe rajkot thi…y not a “Tarahi Mushayara In Rajkot” Vivek ji?!! 🙂

  38. વિવેક said,

    August 25, 2010 @ 12:09 AM

    પ્રિય દેવલ,
    રાજકોટ અમને આમંત્રણ આપશે તો સુરતથી અમે બધા કવિઓ પધારવા તૈયાર છીએ…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment