કોઈ અડક્યું તો કમાલ થઈ ગઈ,
ભીતર ધાંધલધમાલ થઈ ગઈ.
કોઈ આંખ જો ભીની થઈ તો,
કોઈ આંગળી રૂમાલ થઈ ગઈ.
અનિલ ચાવડા

ઉંચકી સુગંધ એક ઊભું ગુલાબ – ભાગ્યેશ જહા

ઉંચકી સુગંધ એક ઊભું ગુલાબ
એની વેદનાની વાતોનું શું?
કાંટાંથી છોલાતી લાગણી ને સપનાંઓ
ઉંઘ છતાં જાગવાનું શું?

સુવાસે પડઘાતું આખું આકાશ
છતાં ખાલીપો ખખડે ચોપાસ.
ઉપવનના વાયરાની  લે છે કોઇ નોંધ?
કોણ વિણે છે એકલી સુવાસ?
વાયરો કહે તેમ ઉડવાનું આમ તેમ
વાયરાનું ઠેકાણું શું? – ઉંચકી સુગંધ……

ધારોકે ફૂલ કોઇ ચૂંટે ને સાચવે,
ને આપે ને સુંઘે તો સારું.
ધારો કે એક’દીની જિંદગીમાં મળવાનું,
થોડું રખાય તો ય સારું.
પણ ઉપવનમાં ઝુરવાની હોય જો સજા,
તો મળવાના ખ્વાબોનું શું ? – ઉંચકી સુગંધ……

– ભાગ્યેશ જહા

ભાગ્યેશ જહા ગુજરાત સરકારમાં સેક્રેટરી ના ઉચ્ચ પદે વિરાજવા છતાં અંતરથી કવિ છે. સરકારી વાતાવરણના રણમાં ખીલેલા ગુલાબ જેવા આ સંવેદનશીલ હૃદયની, કાંટા વચ્ચે ઝુરાતી વેદનાનું ગીત જ્યારે સોલી કાપડીયાના સુરીલા અવાજમાં સાંભળવાનું થાય છે ત્યારે એકલતા ની લાગણી ચિત્તને ઘેરી વળે છે.
મૂષક દોડમાં વ્યસ્ત આપણા જીવનમાં, જેને જોયા પણ ન હોય, કે જેમની છબી પણ ન નિહાળી હોય તેવા  સમસંવેદનશીલ મિત્રો હજારો માઇલ દૂર હોવા છતાં જ્યારે ‘નેટ’ ઉપર મળી જાય છે, ત્યારે આ ગીતની મીઠાશ અને તેમાંથી ટપકતી લાગણીની ભીનાશ આપણી આંખના  ખૂણાને ભીના કરી નાંખે છે.

 

10 Comments »

 1. radhika said,

  August 11, 2006 @ 3:45 am

  soli kapadiya na swar ma aa git sambhadu hatu kyarek akshar sah vanchi ne aanand thayo aabhar..

 2. Jayshree said,

  August 11, 2006 @ 12:58 pm

  સોલી કાપડિયાના કંઠે આ ગીત ટહુકા પર સાંભળી શકાશે.

  http://jhbhakta.blogspot.com/2006/08/blog-post_11.html

  વેદનાની વાતોનું શું? મળવાના ખ્વાબોનું શું ? કદાચ જેનો જવાબ નથી એવા આ સવાલો ખરેખર આંખના ખૂણા ભીના કરી જાય છે.

 3. UrmiSaagar said,

  August 11, 2006 @ 4:26 pm

  I love to hear this song over and over…. one of my favorites!
  It definitely do brings tears in one’s eyes!

  Thanks to Sureshuncle and Jayshree!!

 4. ટહુકો.કોમ » ઉંચકી સુગંધ એક ઊભું ગુલાબ - ભાગ્યેશ જહા said,

  November 19, 2006 @ 1:40 am

  […] (આભાર : લયસ્તરો, રાધિકા) […]

 5. સંકલિત: ‘ધારો કે…’ « સહિયારું સર્જન - પદ્ય said,

  August 17, 2007 @ 1:20 pm

  […] શ્રી ભાગ્યેશ જહાની આખી રચના વાંચવા અહીં ‘ક્લીક’ કરો. […]

 6. રસ્તા ઉપર પ્લાસ્ટીકની બેગ - એક અવલોકન « ગદ્યસુર said,

  June 2, 2008 @ 3:04 am

  […] આખી રચના વાંચવા અહીં ‘ ક્લીક’ કરો . […]

 7. kokilashukla said,

  March 4, 2009 @ 7:20 am

  લયસ્તરો વાચિ ને બહુ જ સારુ લાગ્યુ.મે પહેલિ વાર જ આ સઐઇત જોઇ.hu etlu j kahis ke aakash koru hoy to pan bhagya binu sapde,koik vadli chhanu varasti hoy che.hu to koi writer nathi pan hu mara storrage ma thi aahi lakhi saku?

 8. ( 602 ) ઉંચકી સુગંધ એક ઊભું ગુલાબ- ગઝલાવલોકન, ૬ | વિનોદ વિહાર said,

  December 4, 2014 @ 10:50 am

  […] [ આખી રચના અહીં વાંચો.] […]

 9. ભાગ્યેશ જહા, Bhagyesh Jha | ગુજરાતી પ્રતિભા પરિચય said,

  March 7, 2017 @ 4:49 pm

  […] ઊંચકી સુગંધ એક ઊભું ગુલાબ […]

 10. ૧-એક અવલોકન-રસ્તા ઉપર પ્લાસ્ટીકની બેગ – | "બેઠક" Bethak said,

  January 25, 2018 @ 10:57 am

  […] આખી રચના વાંચવા અહીં ‘ ક્લીક’ કરો . […]

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment