વ્હાલી બાબાં! સહન કરવું એ ય છે એક લ્હાણું !
માણ્યું તેનું સ્મરણ કરવું એ ય છે એક લ્હાણું !
કલાપી

ગઝલ – સ્મિતા પારેખ

જિંદગી કેવી અધૂરી હોય છે !
ક્યાં પિછાણી એને પૂરી હોય છે ?

એક હો તો મૂલ્ય છે આ શૂન્યનું,
પ્રેમ જીવનમાં જરૂરી હોય છે.

કોણ જાણે કેવી મજબૂરી રહી ?
હોય પાસે તોય દૂરી હોય છે.

વાતવાતે આમ હસતી હોઉં છું ,
વેદના ભીતર ઢબૂરી હોય છે.

રોજ આવે રક્તવર્ણી સાંજ આ ,
એક ઇચ્છા રોજ ઝૂરી હોય છે.

– સ્મિતા પારેખ

એક સરળ સહજ ગઝલ… અધૂરી ઇચ્છાના ઝૂરાપા સાથે સંધ્યાના રાતા થવાની વાત કવિએ કેવી સુંદર રીતે વણી લીધી છે!

35 Comments »

 1. Girish Parikh said,

  February 19, 2010 @ 1:21 am

  એક હો તો મૂલ્ય છે આ શૂન્યનું,
  પ્રેમ જીવનમાં જરૂરી હોય છે.

  પણ એકડો શૂન્યની ડાબી બાજુએ હોવો જોઈએ. પ્રેમને કવયિત્રીએ ‘એક’ ગણ્યો છે. અલબત્ત, એ સાચો પ્રેમ હોવો જોઈએ.

  શ્રી રામકૃષ્ણ પરમહંસે પણ એકડો અને મીંડાનો દાખલો આપ્યો છે. જેમ ડાબી બાજુ એકડો હોય તો જ એ પછી આવતાં મીંડા આંકડાને મૂલ્ય આપે છે એ જ પ્રમાણે જીવનમાં પ્રભુપ્રેમ હોય તો જ જીવન સાર્થક થાય.

  કોણ જાણે કેવી મજબૂરી રહી ?
  હોય પાસે તોય દૂરી હોય છે.

  શાશ્વત સુખ શાંતિ આપનાર આત્મા સૌ માનવીઓમાં છે, પણ આત્માનંદ માણવાના બદલે સૌ બહાર ભટકે છે! પછી લખ ચોરાસીના ચક્કરમાંથી કેવી રીતે છુટાય?

 2. રાકેશ ઠક્કર, વાપી said,

  February 19, 2010 @ 1:39 am

  ખરેખર સરળ સહજ ગઝલ…
  વાતવાતે આમ હસતી હોઉં છું ,
  વેદના ભીતર ઢબૂરી હોય છે.

 3. ડૉ.મહેશ રાવલ said,

  February 19, 2010 @ 2:00 am

  સરળ શબ્દો,સીધીવાત અને સ્પષ્ટ અભિવ્યક્તિ સાથે સુંદર રચના પ્રસ્તુત થઈ.- ગમ્યું.
  અભિનંદન.

 4. Bharat said,

  February 19, 2010 @ 2:01 am

  ખુબ સુન્દર્.
  રોજ આવે રક્તવર્ણી સાંજ આ ,
  એક ઇચ્છા રોજ ઝૂરી હોય છે.

 5. AMIT , VAPI said,

  February 19, 2010 @ 3:43 am

  વાહ્….સ્મિતાબેન્,
  જિંદગી કેવી અધૂરી હોય છે !
  જિંદગી માટે કેવી વેધક વાચા આપી

 6. Dr. J. K. Nanavati said,

  February 19, 2010 @ 4:06 am

  સુંદર…સ..ર..લ..ગઝલ

 7. નિનાદ અધ્યારુ said,

  February 19, 2010 @ 4:50 am

  પ્રેમ જીવનમાં જરૂરી હોય છે.

 8. ashok trivedi said,

  February 19, 2010 @ 7:45 am

  ત્રિજો શરે ખુબ સર્રો

 9. સુનીલ શાહ said,

  February 19, 2010 @ 8:25 am

  સ્મિતાબેનની સરળ–સહજ ગઝલ સ્પર્શી ગઈ..અભિનંદન.

 10. hita shah said,

  February 19, 2010 @ 9:07 am

  વાહ સ્મિતાબેન્
  ખુબ સુન્દર રચના
  અભિનદન્

 11. dhaval said,

  February 19, 2010 @ 9:22 am

  સ્મિતા બેન
  બહુ શબ્દો નથિ …..ક્યા બાત્….ક્યા બાત્……ક્યા બાત્………

 12. Salonee said,

  February 19, 2010 @ 10:12 am

  ખુબ સુંદર રચના. વાહ વાહ વાહ. મનને સ્પર્શી ગઈ. ખુબ ખુબ અભિનંદન.

 13. Sandhya Bhatt said,

  February 19, 2010 @ 11:14 am

  સરળ,સહજ ગઝલ માટે સ્મિતાબેનને અભિનંદન.

 14. ananta parikh said,

  February 19, 2010 @ 11:35 am

  અભિનન્દન્ સ્મિતાબેન્,સરસ ગઝલ અન્તિમ શ્અર ખુબ સુન્દેર .

 15. Divya Modi said,

  February 19, 2010 @ 10:43 pm

  અભિનંદન સ્મિતાબેન..
  એક્દમ સરળ છતાં ભાવવાહી ગઝલ.
  હ્રદયને સ્પર્શી જાય એવી સાદ્યાંત સુંદર રચના.
  અંતિમ શ્વાસ સુધી આપણે જિન્દગીને પૂરેપૂરી ઓળખી શક્તાં નથી,
  તમારા આ શેર તો પર દિલ બોલે , વાહ્. વાહ્..!

 16. Gaurang Thaker said,

  February 19, 2010 @ 10:52 pm

  સ્મિતાબેન ને સુદર ગઝલ બદલ અભિનંદન

 17. sudhir patel said,

  February 19, 2010 @ 11:10 pm

  ખૂબસૂરત ગઝલ બદલ અભિનંદન!
  સુધીર પટેલ.

 18. PRADIP SHETH. BHAVNAGAR said,

  February 20, 2010 @ 1:34 am

  રોજ આવે…..
  અને વાતે વાતે…
  ખૂબજ સુંદર અને સ્પર્શિ જાય તેવી પંક્તિ….

 19. Nishant said,

  February 20, 2010 @ 1:38 am

  એકદમ જ સરળ કાફિયા અને રદિફ વાળી આ ગઝલ માં તમે જીવનના કેટલા પાસા વણી લીધા છે. ઑવરઓલ ગઝલનો મૂડ ગંભીર હોવા છતા બીજો શેર એક નવી જ ખુષ્બુ ફેલાવી રહ્યો છે. ગણિતના એક સાવ સાદા સિદ્ધાંતને લઈને કેવી સરસ વાત કહિ ગયા છે સ્મિતા બેન્ એમને હું બહૂ નજીક્થી ઓળખુ છુ અને આ વાતનો ફાયદો ઉઠાવી રહ્યો છુ બીજા બે શેર એમના કાફિયા અને રદિફ જોડીને, આશા છે તેઓ ખરાબ નહી માને,

  જીંદગી છોને અધૂરી હોય પણ્,
  તારી સાથે એ મધુરી હોય છે,

  આંખ તારી જોઈને મુજને થયું,
  રચના દરિયાથીય ઘેરી હોય છે?

 20. ASHISH JHAVERI said,

  February 20, 2010 @ 3:44 am

  ખુબ જ સરસ!! ખુબ જ સહજ રીતેં અંતરની લાગણીઓને શ્બ્દંમાં વહેતી કરી છે. ગૂજરાતી કવીયત્રિઓ
  ના વિશ્વની ક્ષીતિજ પર સ્મીતાબેન પારેખ નામનો સિતારો ઉદય પામ્યો છે…લાગણીઓને શ્બ્દનુ રુપ આપતા ઘણી વાર ભારેખમપણુ અનુભવાતુ હોય છે..પણ સ્મિતાબેન ખુબ જ સાહજિક રીતે તેનુ મરમરી પોત જાળવી શકે છે.અને તેથી જ તેમની ગઝલ આપણી લાગણીઓને વાચા આપી જાય છે.

 21. Lajjajhaveri said,

  February 20, 2010 @ 4:32 am

  Waah Its so nice ,the gazal by you!
  Its simple word that anyone can understand and so nice to read again and again.

  Its shows love towards life ,and in last line that at the end of day we again in search of love..
  Congrats
  And waiitng for a new gazal…becoz i know u can write and keep on writing many more gazals.

 22. kanchankumari parmar said,

  February 20, 2010 @ 5:39 am

  ઢળતિ સ્ંધ્યા નો ઉજાશ્…..જાણે કાલે તારા આવવા નો આભાશ…

 23. Pancham Shukla said,

  February 20, 2010 @ 2:23 pm

  બધ જ અશઆર સરળ, સમજાય એવા અને શીઘ્ર પ્રત્યાયનક્ષમ.

 24. SMITA PAREKH said,

  February 21, 2010 @ 12:08 am

  સૌ વાચકોનો હું હ્રદયપૂર્વક આભાર માનુ છું.
  આપ સૌના પ્રતિભાવે મને પ્રોત્સાહન આપ્યું છે.
  લયસ્તરો તથા વિવેકભાઇનો ખુબ ખુબ આભાર કે તેમણે મને આટલો સુંદર મંચ આપ્યો.

 25. Pinki said,

  February 21, 2010 @ 8:10 am

  આખી ગઝલ સુંદર, સરળ અને સહજ !

  રોજ આવે રક્તવર્ણી સાંજ આ ,
  એક ઇચ્છા રોજ ઝૂરી હોય છે.

 26. preetam lakhlani said,

  February 22, 2010 @ 9:04 am

  ચાલો એક સુરતના ગઝલ કારનો અહિ વધારો થયો, પણ સિમતા બેન તમે ગઝલ ભલે લખો પણ વારતા લખવાનુ પણ ચાલુ રાખજો…

 27. SMITA PAREKH said,

  February 22, 2010 @ 9:20 am

  પ્રિતમભાઇ, આભાર.
  આપણે સપ્ટેમ્બર ૨૦૦૮માં મિસિસાગામાં મળ્યા હતા તે આપને યાદ છે એ જાણી આનંદ થયો. વાર્તા લેખન ચાલુ જ છે.પણ ગઝલ લેખનમાં ય ખુબ આનંદ આવે છે.

 28. preetam lakhlani said,

  February 23, 2010 @ 11:49 am

  સિમતા બેન્, જો ગઝલ લખવામા આનદ આવતો હોય તો લખતા રહો, કારણ કે આનદનો બીજો કોઈ પરયાય શબ્દ નથી! તમે નહિ માનો, ઇશ્વર ઇચ્છાથી હુ ત્રણ વરસનો હતો ત્યારથી આજ લગીનુ મને પ્ર્ત્યેક દિવસનુ યાદ છે, લગભગ મને સાત થી આઠ હજાર લોકોના Birth days, પણ યાદ છે,તમારો પણ પાદ છે ૯/૨૯,sorry year નથી લખતો!…પારેખ સાહેબને યાદ્…તેમજ જેમણે તમને વાર્તા લખવા પ્રેરણા આપી તે રવિન્દર પારેખ સાહેબને મારી યાદ્….તમારી એકાદ બે stories મે સવેદનમા આપને મલ્યા પછી વાચેલ્..તમારુ હાઈકુ લખવાનુ કેમ ચાલે છે….એક હાય્કુમા તમે ક્હેલ ૬૦ ની થઈ પણ ખરેખર હજી તમે કયા મારા બેન ૬૦ ના થયા છો….

 29. Narendrabhai shah said,

  February 24, 2010 @ 6:31 am

  Smitaben.
  It is a fantastic simily you have made. Evaluating, that person without pyar has zero value. but I belive that every thing has it’s own value,it increases or decreses with company he keeps. as it is said that man is not by the company he keeps,like zero is zero till it is not joined to one .However the outcome of your heart has treamandus feeling. wish you all the best
  With best regards from
  Narendra shah

 30. Narendrabhai shah said,

  February 24, 2010 @ 6:38 am

  Smitaben .
  pl. read as “man is known by the company he keeps “.in the 4 th line in place of man is not by the company he keep
  Narendra shah

 31. કુણાલ said,

  February 24, 2010 @ 8:15 am

  સરળ સહજ ગઝલ …

  ખુબ ખુબ અભિનંદન .. અને કવયિત્રીને ઉપર નિશાંતભાઈએ કહ્યું તેમ હું એમના જેટલો તો નહિ પણ ઠીક ઠીક અંશે જાણું છું… એમની કોમેન્ટ ન વાંચી હોત તો ક્યારેય વિચારી ન શકત કે આ તમે છો.. 🙂

  તમારી ગઝલ લયસ્તરો પર જોઈને સાનંદાશ્ચર્ય થયું … આશા રાખું કે આપની કલમને વધુ માણવા મળે…

 32. kirankumarchauhan said,

  February 24, 2010 @ 11:52 pm

  સરસ ગઝલ.

 33. pravin said,

  February 27, 2010 @ 11:41 pm

  saras tamari aa gajal na shabdo ma ek hasti vedna che. chata sundar sabdo manma tarsh jagave che prem vise janvani eicha thay che

 34. લયસ્તરો » આશાસ્પદ કવયિત્રી સ્મિતા પારેખનું દેહાવસાન… said,

  December 19, 2011 @ 8:01 am

  […] પાઠવે છે.  એમની એક ગઝલ આપ અગાઉ અહીં માણી ચૂક્યા […]

 35. ભૂપેન્દ્ર પટેલ, જામનગર said,

  August 10, 2012 @ 12:58 am

  વાતવાતે આમ હસતી હોઉં છું ,
  વેદના ભીતર ઢબૂરી હોય છે.
  સ્મિતાબેન અભીનંદન….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment