એકધારા શ્વાસ ચાલુ છે હજી,
જિંદગી ! અભ્યાસ ચાલુ છે હજી.
વિવેક મનહર ટેલર

ગઝલ – સુરેશ ઝવેરી

ઈશ્વરના મેં વાઘા જોયા,
ત્યાં પણ દોરાધાગા જોયા.

 પાર વગરનાં છટકાં જોયાં,
જ્યાં જ્યાં ટીલાંટપકાં જોયાં. 

દેખાવે તો એક જ લાગે,
એમાં દસદસ માથાં જોયાં!

સગપણને શું રોવું મારે,
વળગણમાં પણ વાંધા જોયા.

ભીનું જેવું સંકેલાયું,
ગંગાજળના ડાઘા જોયા!

વિધવા સામે કંકુ કાઢે,
અવતારી સૌ બાબા જોયા.

– સુરેશ ઝવેરી

દોરાધાગા ને ટીલાંટપકાંવાળા ઠેર ઠેર ફૂટી નીકળતા અને લોકોમાં અંધશ્રદ્ધા ફેલાવનારા કહેવાતા ચમત્કારીક ‘અવતારી’ બાબાઓ ખરેખર તો પેલી દસ માથાળી રાવણવૃત્તિથી વિશેષ હોતા જ નથી… કાશ, આટલી વાત ‘શ્રદ્ધાળુ’ ભક્તો સમજી શકે !   ગંગાજળવાળો શે’ર તો ખૂબ જ સ્પર્શી ગયો…

9 Comments »

 1. ધવલ said,

  January 27, 2010 @ 10:00 pm

  ભીનું જેવું સંકેલાયું,
  ગંગાજળના ડાઘા જોયા!

  – સરસ !

 2. સુનીલ શાહ said,

  January 28, 2010 @ 12:14 am

  હૃદયસોંસરવી ઉતરી જાય તેવી ગઝલ….વાત સમજી શકે તેને માટે..!

 3. virendra bhatt said,

  January 28, 2010 @ 1:05 am

  અંધશ્ર્ધ્ધા આપણી સામાન્ય નબળાઈ છે. સમજુ અને ભણેલાગણેલા પણ સંજોગવશાત તેનો ભોગ બને છે,બન્યા છે. ગઝલ સરળ અને ધારદાર ભાષામાં ગહન સત્ય કહી જાય છે.

 4. મીત said,

  January 28, 2010 @ 2:42 am

  સાવ સાચી રજુઆત અને તે પ મસ્ત રીતે..!
  સાચી વાત તો એ છે કે દિવસે ને દિવસે લોકો દુનિયાભરની ભાગવત કથાઓમાં જતા હોય છે,પણ છતા દુનિયાનો ઉદ્ધાર નથી થતો..! અરે ક્રુઝ પર કથાઓ માંડવાની પ્રથા પણ શરુ થઈ છે..
  દેખ તેરે સંસાર કિ હાલત ક્યા હો ગઈ ભગવાન
  કિતના બદલ ગયા ઇન્સાન..!

  -મીત

 5. વિવેક said,

  January 28, 2010 @ 2:46 am

  સુંદર મર્મસ્પર્શી રચના…

 6. ડૉ.મહેશ રાવલ said,

  January 28, 2010 @ 12:46 pm

  ખરેખર સરસ અને માર્મિક રચના થઈ છે- અખાના છપ્પા યાદ આવી ગયા.
  શ્રધ્ધાળુએ સમજવા જેવી અને અંધશ્રધ્ધા તરફ સરી રહેલાને ચૂંટી ખણતી.-(ચેતી જવા માટે)……

 7. JAY TRIVEDI said,

  January 30, 2010 @ 5:28 am

  ખુબ સરસ રચના છે.
  દરેક ધાર્મિક સંસ્થાઓ અને આશ્રમોની બહાર મોટા અક્ષરોમાં બેનર બનાવિ ને રાખવા જેવી ક્રુતિ છે.

 8. Kirtikant Purohit said,

  January 31, 2010 @ 11:26 am

  સુરેશભાઇની એક સરસ રચના.

  ભીનું જેવું સંકેલાયું,
  ગંગાજળના ડાઘા જોયા!

  તેમની ગઝલો માણવાની મઝા આવે છે.

 9. Pinki said,

  February 2, 2010 @ 4:04 am

  સરસ.. મારી ગમતી ગઝલ !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment