પ્રેમરસ પાને તું મોરના પિચ્છધર !
તત્ત્વનું ટૂંપણું તુચ્છ લાગે..
નરસિંહ મહેતા

એમ પણ નથી – ભરત વિઝુંડા

હું શબ્દમાં સમાઈ શકું એમ પણ નથી
સંજ્ઞાથી ઓળખાઈ શકું એમ પણ નથી.

તે વાતચીતમાં જ મને વ્યસ્ત રાખશે
એકાદ ગીત ગાઈ શકું એમ પણ નથી.

એક મંચ છે ને એમાં નથી મારી હાજરી
શ્રોતામાં ગોઠવાઈ શકું એમ પણ નથી.

આઠે પહોર યાદ ન આવી શકું ભલે
કોઈ દિવસ ભુલાઈ શકું એમ પણ નથી.

છોડી દઈને જાત નિરાકાર થઈ ગયો
શોધો ને હું છુપાઈ શકું એમ પણ નથી.

– ભરત વિઝુંડા

દેખીતી વાત અશક્તિની છે. અંદરની વાત આસક્તિની છે. નિરાકાર થવા છતા કવિને છુપાવામાં ફાંફા પડે છે ! અવ્યક્તનો અહેસાસ જ પોતાને વ્યાખ્યાયિત કરે છે એ કબુલ કરતા કવિ, આડકતરી રીતે પોતાને જ વ્યક્ત કરે છે એ વિરોધાભાસ પર વિચાર કરી જુઓ તો ગઝલ વધારે ખુલે છે.

18 Comments »

 1. Jayshree said,

  January 19, 2010 @ 9:58 pm

  આઠે પહોર યાદ ન આવી શકું ભલે
  કોઈ દિવસ ભુલાઈ શકું એમ પણ નથી.

  વાહ… ક્યા બાત હૈ..!!!

 2. ઊર્મિ said,

  January 19, 2010 @ 10:14 pm

  ખૂબ જ મજાની ગઝલ… ખૂબ જ ગમી ગઈ…

  આઠે પહોર યાદ ન આવી શકું ભલે
  કોઈ દિવસ ભુલાઈ શકું એમ પણ નથી.

  એમાંય આ શેર તો જરા વધારે જ ગમી ગયો.

  “દેખીતી વાત અશક્તિની છે. અંદરની વાત આસક્તિની છે.” — વાહ ડૉક્ટર, એક જ લીટીમાં તમે તો જબરદસ્ત આસ્વાદ કરાવી દીધો…

 3. pragnaju said,

  January 19, 2010 @ 10:28 pm

  અવ્યક્તને વ્યક્ત કરતી મઝાની ગઝલ
  તે વાતચીતમાં જ મને વ્યસ્ત રાખશે
  એકાદ ગીત ગાઈ શકું એમ પણ નથી.
  સરસ
  દ્રવ્યની એક મર્યાદા જાણી રાખવા જેવી છે.
  એનાથી ભૂખ મટે તો ય તૃપ્તિ ન થાય.
  એ સુખ આપે તોય સંતોષ ન થાય.
  એ બધું આપે તોય કશુંક રહી જાય.
  દ્રવ્યતા મૂળે ખરાબ ચીજ નથી.
  પૈસા દ્વારા મળતું સુખ પ્રાપ્ત કર્યા પછી
  માણસે એવા સુખ માટે મથવું જોઈએ,
  પ્રેમ સ્વભાવે જ અદ્રવ્ય છે.
  કોઈ આકૃતિ વિનાના અસ્તિત્વને ઝૂરવું
  એટલે શું એની ખબર છે તને?
  હું વધુ સમય અશબ્દ રહેત તો
  નિઃશબ્દ થઈ જાત કદાચ
  તને આટલો અહેસાસ કરાવા પૂરતું …
  એક ઠાલી અટકળ

 4. kirankumar chauhan said,

  January 19, 2010 @ 11:27 pm

  અસલી ગઝલ. ભરત વિંઝુડાની ગઝલ અદભુત ને અનોખી જ હોય છે એ ધારણા એમણે અનેક વખત સાચી પાડી છે. જેમને વાંચ્યા વિના આગળ વધાય જ નહીં એવા આ ગઝલકાર છે.

 5. રાકેશ ઠક્કર, વાપી said,

  January 20, 2010 @ 2:09 am

  ગઝલ ખૂબ જ ગમી ગઈ

 6. વિવેક said,

  January 20, 2010 @ 2:16 am

  સુંદર ગઝલ…

  અશક્તિ અને આસક્તિવાળી વાત ગમી ગઈ…

 7. SMITA PAREKH said,

  January 20, 2010 @ 3:10 am

  વાહ્!! સરસ ગઝલ.
  આસ્વાદ પણ ખૂબ સુંદર.

 8. MAYAANK TRIVEDI SURAT said,

  January 20, 2010 @ 3:25 am

  દ્રવ્યની એક મર્યાદા છે.એનાથી ભૂખ મટે તો ય તૃપ્તિ ન થાય.
  છોડી દઈને જાત નિરાકાર થઈ ગયો
  શોધો ને હું છુપાઈ શકું એમ પણ નથી.
  અશક્તિ અને આસક્તિ ખૂબ સુંદર.

 9. kanchankumari parmar said,

  January 20, 2010 @ 5:12 am

  ભલે આકાશ સમાયુ તમારી આંખો મા તારો એક હુંએ છું……

 10. P Shah said,

  January 20, 2010 @ 5:45 am

  વાહ!
  અવ્યક્તને વ્યક્ત કરતી મઝાની ગઝલ

 11. pragna said,

  January 20, 2010 @ 6:33 am

  આઠે પહોર યાદ ન આવી શકું ભલે
  કોઈ દિવસ ભુલાઈ શકું એમ પણ નથી.

  છોડી દઈને જાત નિરાકાર થઈ ગયો
  શોધો ને હું છુપાઈ શકું એમ પણ નથી.

  વાહ! ખુબ સુંદર………………………..!!!!!!!!!!!

  પ્રજ્ઞા

 12. Rajendra Namjoshi,Surat said,

  January 20, 2010 @ 8:01 am

  આઠે પહોર યાદ ન આવી શકું ભલે
  કોઈ દિવસ ભુલાઈ શકું એમ પણ નથી.
  સરસ શેર,આખી ગઝલ સુંદર અને અસરકારક છે.કવિએ દરેકને પોતાની મર્યાદા સમજવાની ટકોર આગવી રીતે કરી છે.

  -રાજેન્દ્ર નામજોશી – વૈશાલી વકીલ ( સુરત )

 13. 'marmi' said,

  January 20, 2010 @ 8:16 am

  સુઁદર ગઝલ……

 14. Pancham Shukla said,

  January 20, 2010 @ 6:25 pm

  માતબર ગઝલ.

 15. sudhir patel said,

  January 20, 2010 @ 6:26 pm

  ખૂબ જ સુંદર દમદાર ગઝલ!
  સુધીર પટેલ.

 16. Girish Parikh said,

  January 20, 2010 @ 10:14 pm

  છોડી દઈને જાત નિરાકાર થઈ ગયો
  શોધો ને હું છુપાઈ શકું એમ પણ નથી.

  છેલ્લી બે પંક્તિઓનું પઠન કરતાં તો એમ લાગ્યું કે ‘એમ પણ છું અને એમ પણ નથી!’
  નિરાકાર થયો છું અને આકાર હોવાથી છુપાઈ શકું એમ પણ નથી. આ તો ત્રિશંકુ જેવી દશા લાગે છે!
  મને તો આ આખી ગઝલ ભેદ ભરેલી લાગે છે!

 17. vimal agravat said,

  January 26, 2010 @ 7:38 am

  ભરત વિઁઝુડાના રદીફ એવા વિશિષ્ઠ હોય છે કે ગઝલ જાળવી ને વાંચવી પડે.

 18. Bharat vinzuda said,

  July 12, 2010 @ 9:48 am

  Gazal sahu ne gami te badal sahu no aabhar.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment