ના માંગ એની પાસે ગજાથી વધુ જીવન,
એક પળ એ એવી દેશે - વિતાવી નહીં શકે.
મરીઝ

સપ્તપદી વિશેષ: પદ ૫: પહેલું પહેલું મંગળિયું વરતાય રે

M9

(ચિત્ર : નૈનેશ જોશી)

[audio:http://urmisaagar.com/saagar/audio/lagngeet/Pahelu-Pahelu.mp3]

પહેલું પહેલું મંગળિયું વરતાય રે,
પહેલે મંગળ ગાયોનાં દાન દેવાય રે,
અગ્નિદેવીની સાક્ષીએ ફેરા ફરાય રે,
સૌને હૈયે આનંદ અતિ ઉભરાય રે.

બીજું બીજું મંગળિયું વરતાય રે,
બીજે મંગળ રૂપાંનાં દાન દેવાય રે,
માંડવડામાં મંગળગીતો ગવાય રે,
શુભદિન આજે શુકનનો કહેવાય રે.

અગ્નિદેવીની સાક્ષીએ ફેરા ફરાય રે
સૌને હૈયે આનંદ અતિ ઊભરાય રે

ત્રીજું ત્રીજું મંગળિયું વરતાય રે,
ત્રીજે મંગળ સોનાંનાં દાન દેવાય રે,
ફૂલડાં કેરી ફોરમ બધે પ્રસરાય રે,
બન્ને પક્ષે આનંદ અતિ ઉભરાય રે.

ચોથું ચોથું મંગળિયું વરતાય રે,
ચોથે મંગળ કન્યાનાં દાન દેવાય રે,
અગ્નિદેવીની સાક્ષીએ ફેરા ફરાય રે,
માંડવડામાં મંગળગીતો ગવાય રે…

Satapadi

*

હસ્તમેળાપ પછી મંગળસૂત્ર, સિંદૂર અને મંગળફેરા… અને પછી સપ્તપદી…

વર કન્યાને સાહચર્ય અને સૌભાગ્યના પ્રતીક સમું મંગળસૂત્ર પહેરાવે, સેંથીમાં સિંદૂર પૂરે પછી મંગળફેરા ફરાય. આમ તો આપણે બધા જ ચાર મંગળફેરાનો મતલબ જાણીએ છીએ. ચાર ફેરા એટલે કે લગ્નજીવનનાં પુરુષાર્થનાં ફેરા: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ.  ત્રણ ફેરામાં પુરુષ આગળ રહે અને ચોથા ફેરામાં સ્ત્રી આગળ થાય.  મતલબ કે ધર્મ, અર્થ અને કામમાં પુરુષનું વર્ચસ્વ હોય, પરંતુ જ્યારે મોક્ષની વાત આવે ત્યારે એ સ્ત્રીના નેતૃત્વ વગર શક્ય નથી. મંગળફેરા બાદ સપ્તપદી આવે છે જેમાં વર-કન્યા ચોખાની સાત ઢગલીઓ ફોડી અરસપરસ સાત પ્રતિજ્ઞાઓ લે છે અને એકબીજાને વફાદારી અને સાહચર્યનું વચન આપે છે.  પછી ગોરબાપા મંગલાષ્ટક બોલી નવદંપતિને આશીર્વાદ આપીને લગ્નની ધાર્મિક વિધિ પૂરી થયાનું એલાન કરે છે. મંગલાષ્ટકના આઠ અષ્ટકો દ્વારા નવદંપતિનું દાંપત્ય જીવન સરળ, સફળ અને પ્રસન્ન નીવડે એવી મંગળ કામનાઓ કરવામાં આવે છે.

*

इष एकपदी भव । (તું પહેલું પગલું અન્નને માટે ભર.)

उर्झे द्विपदी भव । (તું બીજું પગલું બળને માટે ભર)

रायस्पोषाय त्रिपदी भव । (તું ત્રીજું પગલું સંપત્તિને માટે ભર)

मायोभव्याय चतुष्पदी भव । (તું ચોથું પગલું સુખચેનને માટે ભર)

प्रजाभ्यः पंचपदी भव । (તું પાંચમું પગલું સંતતિને માટે ભર)

ऋतुभ्य: षट्पदी भव । (તું છઠ્ઠું પગલું ઋતુઓને માટે ભર)

सखा सप्तपदी भव । (સાતમું પગલું  ભરીને તું મારી મિત્ર થા)

– લગ્નમંગલ, આશ્વાલયન ગૃહ્યસૂત્ર

9 Comments »

 1. pragnaju said,

  November 5, 2009 @ 1:57 am

  સુંદર ગીત
  અને
  ખૂબ સુંદર સમજુતી

 2. Rohan Nakar said,

  November 5, 2009 @ 2:15 am

  Hi Urmi,

  Though I have been browsing Layastaro since very long time, this is my first comment ever. There are times when I could not get time in weeks to drop by and sometimes it is many times in a day. I am fond of literature. I listen (and read) gujarati poems and gazals a lot. But when I read this special thread on Saptpadi, I could not stop myself from writing my comments on that. This is the first time I come to know about the every process of the wedding. It’s really nice. Thanks a lot for the details.

  Regards,
  – Rohan

 3. Kirtikant Purohit said,

  November 5, 2009 @ 10:53 am

  ઘણા સાચા બ્રાહ્મણો આ સપ્તપદી સમજાવવા કોશીશ કરતા હોય છે પણ ફોટાના એન્ગલમાઁ કોન્સીયસ નવયુગલ કેટલાઁ સાઁભળવા નવરા હોય છે? હેઁ ,રોહનભાઇ?

 4. Rohit said,

  November 5, 2009 @ 11:01 am

  મને મારા લગ્ન થયાના દિવસો યાદ કરાવી દીધા તમે .આપનો આભાર માનુ તેટલો ઓછો છે. પરન્તુ હાલમા લગ્નવિધિ મા ગોર મહારાજ આટલી લામ્બિ વિધિ મા પડતા નથી.મને દુહા અને અખાના ચ્હપ્પામા ખુબજ રુચિ છે, તો તેને લગતુ સાહિત્ય પિરસવા વિનન્તિ.

 5. urvashi parekh said,

  November 5, 2009 @ 4:36 pm

  ઘણા વખત થી આ ગીત સામ્ભળતા હતા,
  આજે અર્થ સાથે વાંચવા મળ્યુ,
  નવુ જાણવા મળ્યુ.
  આભાર..

 6. Viren Patel said,

  November 6, 2009 @ 12:36 am

  Very nice geet and meaningful summary.
  Keep it up with many such geet with meaning.

  Good luck.

 7. PURVI SHUKLA said,

  November 6, 2009 @ 6:51 am

  excellant song

 8. Pinki said,

  November 7, 2009 @ 5:06 am

  સરસ લગ્નગીત… !

  મંગળફેરા બાદ વર કન્યાને મંગળસૂત્ર પહેરાવે અને સેંથીમાં સિંદૂર પૂરે.
  અને ત્યાર બાદ, સપ્તપદી- સાત પગલાં- તે સાત જન્મનો સાથ ?!!

 9. Shefali said,

  November 9, 2009 @ 10:26 am

  આ બહુજ સરલ અને સુનદર રિતે સમજાવ્યુ!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment