સપ્તપદી વિશેષ: પદ ૪: હાથ કન્યાનો હેતે ઝાલો વરરાજા
(ચિત્ર : નૈનેશ જોશી)
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
હાથ કન્યાનો હેતે ઝાલો વરરાજા
ઉત્તમકુળની છે કન્યા વરરાજા… હાથ o
દીકરી ઉછેરી રૂડી રીતે વરરાજા,
શિખામણ ભેળી આપી સાથે વરરાજ… હાથ o
વિયોગ વેઠ્યો નથી કદીયે વરરાજા
આજ વિયોગ અમને સાલે વરરાજા… હાથ o
સંપી રહેજો સંસારે શાણા વરકન્યા !
સુખદુ:ખમાં ભાગ લેજો વ્હાલા વરકન્યા… હાથ o
અમ ઘરની શોભા તમને સોંપી વરરાજા,
અમ ઘરનું મૂલ તમને સોંપ્યું વરરાજા… હાથ o
ઈંદ્ર-ઈંદ્રાણી જેવા શોભો વરકન્યા,
રાધા ને કૃષ્ણ જેવા દીપો વરકન્યા… હાથ o
*
જાન પ્રસ્થાન પછી વરની પોંખણી… વરમાળા પહેરાવ્યા બાદ હસ્તમેળાપ… છેડાછેડી બંધાય…
માંડવામાં વરરાજાની પધરામણી પછી ગોરબાપા એની પાસે થોડી પૂજા વગેરે કરાવે અને કન્યાની પધારમણી થાય એ પહેલાં એમની વચ્ચે એક પડદો ગોઠવી દેવામાં આવે. (ત્યાં સુધીમાં વરરાજાનાં પગરખાં તો ઉપડી જ ગયા હોય!) ‘કન્યા પધરાવો સાવધાન’ નો મંત્રોચ્ચાર થાય, કન્યાની પધરામણી થાય અને પડદાની નીચેથી વરના હાથમાં કન્યાનો હાથ મૂકવામાં આવે. હસ્તમેળાપ -પાણિગ્રહણ- એ લગ્નવિધિનું મુખ્ય અંગ છે. કેમકે ખરી રીતે તો એ હૈયા-મેળાપ જ હોય છે. હસ્તમેળાપની વિધિ પૂરી થાય એટલે થાળી-વેલણના નાદ સાથે વરકન્યાની વચ્ચેથી પડદો ખસેડી લેવામાં આવે, ત્યારે જ વરરાજા કન્યાનાં મુખારવિંદનાં પ્રથમવાર દર્શન કરે છે. (જો કે હવે તો એ વાત ભાગ્યે જ બને છે) ત્યારબાદ એકબીજાને ફૂલોનો હાર પહેરાવી વરકન્યા એકબીજાનું સ્વાગત કરે છે, પરંતુ ગોરબાપા તો સૂતરની એક જ આંટી બંનેના ગળામાં પહેરાવે છે અને આમ સૂતરના તાંતણે બે હૈયાને એક કરે છે. અને વરરાજાની બહેન દ્વારા છેડાછેડી બંધાય છે…

pragnaju said,
November 4, 2009 @ 1:49 am
અમ ઘરની શોભા તમને સોંપી વરરાજા,
અમ ઘરનું મૂલ તમને સોંપ્યું વરરાજા… હાથ o
આ ગાતા તો ડૂમો ભરાઈ જાય!
Jayshree said,
November 4, 2009 @ 9:25 pm
વાહ.. મઝાનું ગીત..
Rohit Darji said,
November 6, 2009 @ 12:21 pm
ધરમાથી દીકરી ગઈ બધુજ ગયુ
sonal mehta said,
June 2, 2010 @ 11:21 am
Saambhli ne bahu maja aavi… Dhire dhire gujuarti bhasha bhusanti jay chhe… Pan badhu web upar joi khoob anand thay chhe..