વીત્યા સમયમાં સાચે કેવી હતી પળોજણ ?
થોડો સમય મળે તો કહી દઉં તને હું એ, પણ…
વિવેક મનહર ટેલર

ગઝલ -કૈલાસ પંડિત

ઘડીમાં રિસાવું ! ખરાં છો તમે,
ફરીથી મનાવું ?  ખરાં છો તમે.

હજી આવી બેઠાં ને ઊભાં થયાં ?
અમારાથી આવું ? ખરાં છો તમે.

ન પૂછો કશુંયે, ન બોલો કશું !
અમસ્તા મૂંઝાવું ? ખરાં છો તમે.

ન આવો છો મળવા, ન ઘરમાં રહો,
અમારે ક્યાં જાવું ? ખરાં છો તમે.

હતી ભાગ્યરેખા ભૂંસાઈ ગઈ,
નવી ક્યાંથી લાવું ? ખરાં છો તમે.

-કૈલાસ પંડિત

આપણનેય સાવ હળવા કરી દેતી સાવ હળવી ગઝલ… જો કે અંતમાં કવિ હળવાશથી ને હળવેકથી ઘણી ગંભીર વાત કરી જાય છે !

14 Comments »

  1. Jayshree said,

    October 26, 2009 @ 12:02 PM

    મઝાની ગઝલ..

    ન આવો છો મળવા, ન ઘરમાં રહો,
    અમારે ક્યાં જાવું ? ખરાં છો તમે.

  2. ડૉ.મહેશ રાવલ said,

    October 26, 2009 @ 12:45 PM

    જનાબ કૈલાસ પંડિતની ગઝલોએ મને પ્રથમથી જ ગઝલ તરફ પ્રેરિત કર્યો છે.
    એક અલગ જ અભિવ્યક્તિના મિજાજના માલિક એ સરળ વ્યક્તિત્વને સો સો સલામ.
    પ્રસ્તુત ગઝલમાં પણ એમના એ કસબની ઝલક માણી શકાય છે.
    આભાર લયસ્તરો.

  3. manharmody ('મન' પાલનપુરી) said,

    October 26, 2009 @ 1:48 PM

    હળવેકથી હલકમાં સોંસરી ઉતરી જાય તેવી મઝાની ગઝલ્.

  4. sudhir patel said,

    October 26, 2009 @ 7:22 PM

    ખરાં છો તમે! ખૂબ જ જાણીતી ખરે ખરી ગઝલ!!
    સુધીર પટેલ.

  5. jay said,

    October 26, 2009 @ 7:25 PM

    કૈલાશ પંડિત માં ખરેખર ઊંડા અને ગહન વિચાર ને સરળતાથી કહી દેવાનું હૂનર હતું.
    ખૂબ ખૂબ આભાર આ ગઝલ મુકવા બદલ.ભગવાન આ મહાન શાયર ને સ્વર્ગ મા અનેક સુખ
    બક્ષે.
    એમનો જિવન પરિચય મુકવાનો વિવેકભાઈ તમારો વાયદો હજુ અધુરો છે.

  6. urvashi parekh said,

    October 26, 2009 @ 8:08 PM

    સરસ,
    ખરા છો તમે,કેટલુ બધુ કહી દિધુ,ભાર વગર,
    સરળ અને સિધી રિતે,ખરા છો તમે.

  7. ધવલ said,

    October 26, 2009 @ 8:53 PM

    હતી ભાગ્યરેખા ભૂંસાઈ ગઈ,
    નવી ક્યાંથી લાવું ? ખરાં છો તમે.

    – સરસ !

  8. રાજેન્દ્ર પટોળીયા said,

    October 26, 2009 @ 11:19 PM

    ખુબ જ સુન્દર રચના… કૈલાશ પંડિત એટલે તત્વવેતા ગઝલકાર….મને પણ એમના જીવન-પરીચય ની ઘણી ઝંખના છે… ….

  9. pragnaju said,

    October 27, 2009 @ 12:56 AM

    તેમના પરિચય જેવી ખૂબ જાણીતી ગઝલ માણતા
    સહજ તેમની આ ગઝલ યાદ આવે!

    જાગી ઊઠે છે રાતના મોડેથી પીર જેમ,
    મારામાં કોણ હોય છે બીજું શરીર જેમ ?

    સાંજે મળીને થાઉં છું હું યે ભર્યો ભર્યો,
    તું યે હસે છે ફૂલમાં વહેતા સમીર જેમ

    આવીશ ત્યારે સાંજના ઢગલો થઈ જઈશ,
    નીકળું છું ઘરની બહાર હું છૂટેલા તીર જેમ.

    ભાગી રહેલા લોકને ફુરસદ નથી જુએ,
    સૂરજ સવારે શહેરમાં ફરશે ફકીર જેમ.

    ગ્રંથો ભરાય એટલાં સ્વપ્નાં ઘડ્યાં અમે,
    ખાલી હતા આ હાથ પણ જીવ્યા અમીર જેમ.
    *

  10. pragnaju said,

    October 27, 2009 @ 1:10 AM

    કૈલાશ પંડિત —મૂળ મધ્યપ્રદેશના આ કવિ ગુજરાતી ગઝલ માટે પોતાનો પનારો પાડ્યા પછી
    દૂધભાષામાં લખવાનું ભૂલી જાય, એવી પ્રશસ્તિ પામી ગયાં છે. પ્રેમભર્યા તોફાનનું બીજું નામ . એ અજગર જેવડા મોટા મુંબઈને હરણની ગતીથી રોજ ખૂદે છે. એ જેટલાને મળે છે એટલાને આપણે તો રોજ જોવાનો પણ મ્હાવરો રાખી ન શકીએ. એને ન શ્રીમંતનો છોછે , ન ગરીબને મળવાનો રોષ છે. એ કોઈનેય મળી મળી શકતા હોય છે.-મનભરીને.
    મને ખૂબ ગમતી—
    અમસ્તી કોઈપણ વસ્તુ નથી બનતી જગત માંહે
    કોઈનુ રૂપ દિલના પ્રેમને વાચા અપાવે છે
    ગઝલ સર્જાય ના “કૈલાશ” દિલમા દાહ લાગ્યા વિણ
    પ્રથમ ઘેરાય છે વાદળ, પછી વરસાદ આવે છે.

    તારાથી ચે વિશેષ, છતાં પામવા તને ,
    મૂકી દીધું છે હોડમાં મારું સ્વમાન પણ.
    સ્વ. કૈલાશ પંડિત ને સલામ

  11. ખજિત said,

    October 27, 2009 @ 10:17 AM

    સ્વ કૈલાશ પંડિત ની સચોટ ગઝલ અને સાથે સાથે pragnaju ની કોમેન્ટ પણ રસપ્રદ.

  12. Kirtikant Purohit said,

    October 27, 2009 @ 11:18 AM

    સરસ અને સદા તરોતાજા ગઝલ સાથે ઘણા સારા પ્રત્યાઘાતો પણ. સ્વર્ગસ્થ કવિને સારી ભાવાઁજલી.

  13. preetam lakhlani said,

    October 27, 2009 @ 11:23 AM

    ડાળે લીલુ પાન જોયુ અને પડિત તમારી યાદ આવી…….

  14. kanchankumari parmar said,

    October 28, 2009 @ 4:30 AM

    આવુ છુ કહિ ને ગયા તમે ને રાત ગઈ તારા ગણતા…..ખરા છો તમે……

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment