અનુભવ એ પણ ‘આસીમ’ મેં કરી જોયો છે જીવનમાં,
જે ઊર્મિ હોય છે તાપીમાં, ગંગામાં નથી હોતી.
‘આસીમ’ રાંદેરી

આપી દે ! -જિતુ પુરોહિત

અવસર ભીની ક્ષણ આપી દે,
ખોબો નહિ તો કણ આપી દે.

લીલેરા બે ઘૂંટ ભરી લઉ,
પછી ભલે તું રણ આપી દે.

કબીરને આપ્યું’તુ એવું,
એકાદું વળગણ આપી દે.

જીવતર થાય સફળ જેનાથી,
સમજણ તું બે-ત્રણ આપી દે.

ભલે હોય એ પળ બે પળનું,
સોનેરી સગપણ આપી દે.

-જિતુ પુરોહિત

અહીં આખી ગઝલમાં કવિની સીધેસીધી માંગવાની રીત (ખાસ કરીને મત્લાનો શેર) શ્રી સુન્દરમ્ ની પ્રભુ પાસે માંગવાની પેલી અનોખી રીતવાળા એક ખૂબ જ મજાનાં ગીતની ખાસ યાદ અપાવે છે…. એક કણ રે આપો, આખો મણ નહિ માંગુ; એક કણ રે આપો, ભંડાર મારાં એ રહ્યાં

7 Comments »

 1. ધવલ said,

  October 20, 2009 @ 10:57 pm

  લીલેરા બે ઘૂંટ ભરી લઉ,
  પછી ભલે તું રણ આપી દે.

  કબીરને આપ્યું’તુ એવું,
  એકાદું વળગણ આપી દે.

  – સરસ !

 2. P Shah said,

  October 20, 2009 @ 11:58 pm

  ભલે હોય એ પળ બે પળનું,
  સોનેરી સગપણ આપી દે.

  વાહ !

 3. pragnaju said,

  October 21, 2009 @ 12:35 am

  મઝાની ગઝલના આ શેરો ગમ્યા
  જીવતર થાય સફળ જેનાથી,
  સમજણ તું બે-ત્રણ આપી દે.

  ભલે હોય એ પળ બે પળનું,
  સોનેરી સગપણ આપી દે.

 4. dr.j.k.nanavati said,

  October 21, 2009 @ 3:53 am

  વાહ …સ…ર…સ…ગઝલ…
  હવે જ્યારે મંગવાની વાત જ થઈ રહી છે..
  તો લાવને મારી માંગણી પણ સાથે
  મુકી દઉં….!!!!

  પ્રથમ તો મોતનો અણસાર દઈ દે !!
  પછી તું શ્વાસના હથીયાર દઈ દે ??

  સુખી પીઠે સદા પસ્તાળ પડતી
  દુ:ખોમાં થાબડે, એ યાર દઈ દે

  જનમ, મૃત્યુ તણા પૂંઠા વચાળે
  જીવન રંગીન ને દળદાર દઈ દે

  લુંટાવે હુસ્ન, તારા ગાલનો તલ
  રતિભર ના સહી, તલભાર દઈ દે

  મદિરાલય સુધી જાવું ફકત છે
  સફર ઝાઝી નથી, આધાર દઈ દે

  નિરાકારી હતાં અમથાય જીવતાં
  કબર ને કોઈ પણ આકાર દઈ દે

  ડો. નાણાવટી

 5. Kirtikant Purohit said,

  October 22, 2009 @ 11:28 am

  ગઝલ અને કોમેંટ્સ બન્ને સરસ.

 6. HIREN BHATT said,

  October 22, 2009 @ 9:34 pm

  મજા આવિ ગઈ!!!!!

 7. Ratnesh Joshi said,

  March 11, 2010 @ 10:18 am

  ઈર્શાદ્……વાહ જિતુભાઇ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment