જો ખુદમાં ઝાંક્યું તો સમજણ મને એ લાધી છે:
હું તળ સમજતો હતો જેને એ સપાટી છે.
ડેનિશ જરીવાલા

એ લોકો – વિપિન પરીખ

મકાન પડી ગયું
બાળક દટાઈ ગયું ને
ડોસી બચી ગઈ.
‘આમ કેમ?’ એ પ્રશ્નને
એ લોકો કાટમાળ સાથે ઉપાડી ગયા.

– વિપિન પરીખ

9 Comments »

 1. sapana said,

  September 29, 2009 @ 10:36 pm

  આ પ્રશ્નનો જવાબ હોત તો કેટલી ગુથીઓ સુલજી જાત.સરસ અછાંદસ
  સપના

 2. pragnaju said,

  September 29, 2009 @ 11:04 pm

  આ કવિતા વાંચતા પહેલી નજરે જ ખરી લાગે છે…
  કે ખરી નથી લાગતી ?
  કે ખાલી હસવુ જ આવે છે ?
  … કે ગુસ્સો આવે છે ?
  …. કે પછી બગાસુ આવે છે ?
  ….. યારો, કવિતાની વાત છે …
  જરા દિલ પર હાથ રાખીને જવાબ આપજો !
  …મારી ઊંમર તને લાગે તેમ કહેતી ડોશી બચી જાય અને માસૂમ બાળક કચડાઈ મરી જાય તે વાત-તે પ્રશ્નને-‘એ લોકો કાટમાળ સાથે ઉપાડી ગયા.’

  એટલે – અવદશા – આવતા ભવે – ઈસુ તથા શ્રી મોહનદાસ ગાંધીને -એ લોકો –
  ઓપરેશન પહેલાંની રાત -પરિપક્વતા -પૂર – પ્રયત્ન -પ્રેમને કારણો સાથે -ફૂટપટ્ટી –
  મુક્તક – સફળ માણસો -સોદોની જેમ આનું રસદર્શન વિપિન પરીખ જાતે કરાવે તો?

 3. tahamansuri said,

  September 29, 2009 @ 11:36 pm

  ૩. રતિલાલ “અનિલ”

 4. વિવેક said,

  September 30, 2009 @ 7:01 am

  થોડામાં ઘણું… મર્મવેધી કવિતા…

 5. અનામી said,

  October 2, 2009 @ 3:29 am

  …………..આ કારણે જ મને વિપિન પારેખ ગમે છે.

 6. અનામી said,

  October 2, 2009 @ 3:38 am

  sorry પારેખ નહી પણ પરીખ…..જોકે અંહી પણ કદાચ ભૂલથી કવિતા નીચે પારેખ લખાયું છે…..

 7. kanchankumari parmar said,

  October 3, 2009 @ 6:34 am

  આપણે ધારિએ શુ? અને થાય શુ? કાળના ગર્ભ મા શુ છુપાયેલુ છે રામ જાણે…..

 8. ચંપક said,

  October 7, 2009 @ 2:04 am

  યાર્….. વિપિન જી… બહુ મસ્ત લખે છે….
  બહુ જ ટુકા મા જાજુ હોય છે…
  બહુ જ સારુ………….

 9. ચંપક said,

  October 7, 2009 @ 2:05 am

  દિલમાં આંધી ગઝલ,
  સત્યમાં ગાંધી ગઝલ.

  છોડવું ગમશે બધું,
  એક આ બાંધી ગઝલ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment