ભગાડી દઉં છું સન્નાટાને તેથી,
આ એકલતા પછી ઇંડા મૂકે તો !
હર્ષ બ્રહ્મભટ્ટ

લેક્સીકોન શબ્દકોશ અને સ્પેલચેકર હવે તમારા ડેસ્કટોપ પર !

શ્રી રતિલાલ ચંદરયાએ બનાવેલ ગુજરાતીલેક્સીકોન.કોમ વેબસાઈટ એ શંકા વિના ગુજરાતી ભાષાનો એક શ્રેષ્ઠ શબ્દકોશ છે. આપમાંથી મોટા ભાગના જણાએ આ વેબસાઈટની મુલાકાત લીધી જ હશે.

હવે એમણે આ શબ્દકોશને ઓફલાઈન ઉપયોગ માટે ડેસ્કટોપ એપ્લીકેશનનું રૂપ આપ્યું છે. આ એપ્લીકેશન આપ ગુજરાતીલેક્સીકોન.કોમના ડાઉનલોડ વિભાગમાંથી ડાઉનલોડ કરી શકો છો. મેં હમણાં જ આ શબ્દકોશને મારા કોમ્પ્યુટર પર ચલાવી જોયો. ઘણા વખતથી જે સપનું હતું ગુજરાતીમાં ઈલેક્ટ્રોનીક શબ્દકોશનું, એ આનાથી પૂરું થાય છે. આ શબ્દકોશમાં વિરોધી શબ્દો, રુઢિપ્રયોગો અને ગુજરાતી થેસારસ પણ છે !

આ સાથે જ સરસ નામનું એક સ્પેલચેકર પણ ઉપલબ્ધ છે જોકે આ હજુ મેં વાપરી જોયું નથી.આવો અદભૂત શબ્દકોશ અને એ પણ ગુજરાતીઓની ગમતી કીમતે (એટલે કે મફત!) ઉપલબ્ધ કરાવવા માટે શ્રી ચંદરયા અને એમની ટીમનો ખૂબ ખૂબ આભાર.

ચિત્રલેખાના એપ્રીલ 24ના અંકમાં ગુજરાતીલેક્સીકોન ઉપર આખો લેખ આવ્યો છે. એમાં શ્રી ચંદરયા અને એમની ટીમ (જેમાં ‘ઉત્કર્ષ’વાળા કાર્તિકનો પણ સમાવેશ થાય છે) વિષે માહિતી છે. ભારતમાં તો ચિત્રલેખાના આ અંક સાથે શબ્દકોશની સીડી મફત સામેલ કરી છે. આવી દીર્ઘદ્રષ્ટી માટે ચિત્રલેખાને પણ મારા અભિનંદન.

કોઈની પાસે ચિત્રલેખાનો આ અંક હોય તો મને આ લેખની કોપી મોકલી આપશો.

તાજા કલમ: કાર્તિકે લેખની કોપી મને મોકલી છે. એ તમે અહીં વાંચી શકો છો..

2 Comments »

 1. સુવાસ ટીમ વર્ક said,

  May 3, 2006 @ 12:28 am

  ભાઇ શ્રી પૂછવાનું એ કે આ ડિકશનેરી માઇક્રોસોફટનું વિન્‍ડોઝના વપરાશર્તાઓ માટે પણ સપોર્ટ કરે છે ? કે પછી લિન્‍કસ માટે જ છે.
  સુવાસ
  http://www.suvaas.blogspot.com

 2. Kartik Mistry said,

  May 3, 2006 @ 8:09 am

  હા, ગુજરાતીલેક્સિકોન સીડી વિન્ડોઝ ૨૦૦૦ અને XP બન્ને પર સરસ રીતે ચાલે છે. તમે ડાઉનલોડ વિભાગમાં જોઇ શકો છો કે, તે એપલ મેકિન્ટોસ માટે પણ પ્રાપ્ત છે.

  હાલમાં, તે લિનક્સ માટે પ્રાપ્ત નથી.

  વધુ જાણકારી માટે http://www.gujaratilexicon.com ની મુલાકાત લો.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment