ઠેસ રૂપે જોયો, જોયો ઈશ્વરની જેમ
પથ્થર કોણે જોયો છે પથ્થરની જેમ ?
રમેશ પારેખ

ટચલી આંગલડીનો નખ – વિનોદ જોશી

ટચલી આંગલડીનો નખ
લટમાં પરોવી હું તો બેઠી, સજન!
મુંને એકવાર કાગળ તો લખ.

કૂંપણ ગોતું ને જડે ઝાકળનું ઝૂમખું,
વ્હાલમજી બોલ, એવા અંજળનું નામ શું?
ચૂમી ચૂમીને કરી એંઠી, સજન!
હવે લૂછી દે પાંપણનાં દખ.

છાતીમાં સૂનમૂન પાળ્યાં રે પારેવડાં,
પાતળિયા પૂછ, એના પડછાયા કેવડા?
છાલક ના જાય જરી વેઠી, સજન!
મુંને ઘોળી દે ઘૂઘવતાં વખ.

– વિનોદ જોશી

વિરહના ગીતો તો ઘણા છે. પણ વિનોદ જોશીનું આ ગીત તરત જ ગમી જાય એવું છે. ટચલી આંગળીનો નખ – નામ જ તમને ગીતમાં ખેંચી લાવે એવું છે. લખ – દખ – વખ એકદમ સહજતાથી જ ગીતમાં આવે છે. ચૂમી ચૂમીને કરી એંઠી એવી ફરીયાદ અલગ ભાવ ઉપજાવે છે. પહેલા, બીજા અને ત્રીજા ચરણમાં વિષાદ ક્રમશ: ધેરો થતો જાય છે. અને છેલ્લે તો – મુંને ઘોળી દે ઘૂઘવતાં વખ – પર ગીતનો અંત થાય છે. આ ગીત સળંગ પાંચ સાત વાર વાંચી ગયો અને હવે એ મનમાંથી નીકળવાનું નામ જ નથી લેતું !
( અંજળ=સંબંધ, દખ=દુ:ખ, વખ=ઝેર, પાતળિયા=સજન )

4 Comments »

 1. પ્રત્યાયન said,

  April 27, 2006 @ 8:06 am

  Congratulations for number one blog! We are with you. Keep it up.

 2. Shriya said,

  April 28, 2006 @ 7:18 pm

  ટચલી આંગલડીનો નખ
  Vinod Joshi nu aa geet Nisha Upadhyay e khubaj saras gaayu che:) ekdum aj gami jaay evu saral geet che!
  shriya

 3. Siddharth said,

  May 6, 2006 @ 9:08 am

  મને ખ્યાલ છે ત્યા સુધી વિનોદ જોશી હમણા તો અમેરિકામાં છે અને સુરેશભાઈ જાની એમના સંપર્કમાં છે.

  નિશા ઉપાધ્યાયનાં નામ પરથી યાદ આવ્યુ કે અમારા બરોડા મેડીકલ કોલેજનાં ગરબામાં તેઓ ગાયક તરીકે આવતા હતા, ત્યારે તેઓ ઉભરતા કલાકાર હતા જ્યારે આજે તો ઘણા જ લોકપ્રિય થઈ ગયા છે. સરસ પ્રતિભા તો હમેશા નિખરે જ છે.

  સિદ્ધાર્થ શાહ

 4. ટચલી આંગલડીનો નખ – વિનોદ જોશી | ટહુકો.કોમ said,

  November 17, 2011 @ 4:15 am

  […] (આભાર – layastaro.com) […]

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment