હું તો જીવી રહ્યો છું ફક્ત તારા દર્દથી,
આ તારી સારવાર તો મને મારી નાંખશે.
બરકત વિરાણી ‘બેફામ’

ગઝલ કહું છું – રાજેન્દ્ર શુક્લા

ગૂંથાઈ ગાણે ગઝલ કહું છું,
તરજ તરાણે ગઝલ કહું છું !

છલક છલાણે ગઝલ કહું છું,
ઝલક ઝલાણે ગઝલ કહું છું !

કદી છલોછલ છલી ઊઠું તો,
નદી નવાણે ગઝલ કહું છું !

ઘણી ય રાતો મૂંગો રહું છું,
કદીક વ્હાણે ગઝલ કહું છું !

બધું ય જાણી અને એ બેઠા,
હું તો અજાણે ગઝલ કહું છું !

ઉપર ઉપરથી ભલે ઉવેખે,
ભીતરથી માણે, ગઝલ કહું છું !

હું તો હું રહું છું, એ એનાં એ છે,
ભલે ને નાણે, ગઝલ કહું છું !

તમે કહ્યું કે કહો, તો કહું છું !
હું ક્યાં પરાણે ગઝલ કહું છું !

ગઝલ કહેવી નથી સરળ કૈં,
ચડી સરાણે ગઝલ કહું છું !

– રાજેન્દ્ર શુક્લા

આજ છંદ, આજ રદીફ અને આજ જમીનના કાફિયા ઉપર આજ કવિની એક ગઝલ પરમદિવસે આપણે માણી… આજે એજ ચારેય પાસાં સાથેની બીજી ગઝલ. કવિની આગવી શૈલીમાં બધા શેર અનાયાસ ઊઘડતા જાય છે…

9 Comments »

 1. Pinki said,

  August 22, 2009 @ 2:49 am

  ઘણી ય રાતો મૂંગો રહું છું,
  કદીક વ્હાણે ગઝલ કહું છું !

  બધું ય જાણી અને એ બેઠા,
  હું તો અજાણે ગઝલ કહું છું !

  તમે કહ્યું કે કહો, તો કહું છું !
  હું ક્યાં પરાણે ગઝલ કહું છું ! – સરસ ગઝલ !!

 2. sapana said,

  August 22, 2009 @ 4:38 am

  તમે કહ્યું કે કહો, તો કહું છું !
  હું ક્યાં પરાણે ગઝલ કહું છું

  સરસ રાજેન્દ્રભાઈ,આભાર વિવેકભાઈ.

  સપના

 3. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ said,

  August 22, 2009 @ 11:01 am

  મનમાં આવે તે રીતે,ગઝલ ગાવ;
  ફક્ત ગઝલ,ફક્ત ગઝલ જ ગાવ.
  એથી ઓછું અમને કદીય ના ખપે.
  ફક્ત ગઝલ,ફક્ત ગઝલ જ ગાવ.

 4. sudhir patel said,

  August 22, 2009 @ 3:36 pm

  સરસ ગઝલ!
  સુધીર પટેલ.

 5. mrunalini said,

  August 22, 2009 @ 6:06 pm

  સુંદર ગઝલની આ પંક્તીઓ વધુ ગમી

  ઉપર ઉપરથી ભલે ઉવેખે,
  ભીતરથી માણે, ગઝલ કહું છું !
  હું તો હું રહું છું, એ એનાં એ છે,
  ભલે ને નાણે, ગઝલ કહું છું !
  ———–
  ભીતરથી હતી સાવ ભીની એ ઘટના,
  વળી ફૂલ વચ્ચે ડૂબાડીને રાખી.
  અમે સાચવ્યો શબ્દ-વનનો મલાજો,
  અમે ખૂબ કોમળ કુહાડીને રાખી.

 6. jitu said,

  August 23, 2009 @ 1:36 am

  Bapu, khmma ghani, saras gazal , rubaru aavi javanu man thay chhe. pan akkarmi no kano padiyo.ahhiya roje adiyo dadiyo.jitu na pranam

 7. MAYANK TRIVEDI said,

  August 23, 2009 @ 12:05 pm

  બધું ય જાણી અને એ બેઠા,
  હું તો અજાણે ગઝલ કહું છું !

  ઉપર ઉપરથી ભલે ઉવેખે,
  ભીતરથી માણે, ગઝલ કહું છું !

  હું તો હું રહું છું, એ એનાં એ છે,
  ભલે ને નાણે, ગઝલ કહું છું !

  ખૂબ જ સરસ ગઝલ વારંવાર માણવાનુ મન થાય એવી રચના

 8. ધવલ said,

  August 23, 2009 @ 3:15 pm

  સરસ ! આ તો એક જ ગઝલનો ભાગ બે કહેવાય !

 9. Bankim said,

  August 28, 2009 @ 10:22 pm

  બધું ય જાણી અને એ બેઠા,
  હું તો અજાણે ગઝલ કહું છું !

  વાહ ! સાહેબજી.પ્રણામ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment