આમ તો આવડત, ને આમ શ્રદ્ધાનો વિષય,
એક કાગળની બની હોડી તરે વરસાદમાં.
રમેશ પારેખ

આવ – બેફામ

મંઝિલ બનીને આવ ન રહેબર બનીને આવ
મુઝ માર્ગમાં ભલે ન તું સહચર બનીને આવ
કિન્તુ મને ન છોડ અટૂલો પ્રવાસમાં
કાંઈ નહીં તો છેવટે ઠોકર બનીને આવ

– બેફામ

6 Comments »

 1. Just 4 You said,

  August 11, 2009 @ 1:39 am

  2 Nice….

 2. વિવેક said,

  August 11, 2009 @ 2:12 am

  સુંદર મુક્તક…

 3. pragnaju said,

  August 11, 2009 @ 8:58 am

  કિન્તુ મને ન છોડ અટૂલો પ્રવાસમાં
  કાંઈ નહીં તો છેવટે ઠોકર બનીને આવ

  વાહ
  કારણ કે

  જ્યારે તું છે મારા સંગે,
  કેમ ના ફરું ના રંગે ચંગે?
  હસ્તી પણ હસ્તી નહિ લાગે,
  હોય ન સાથી જ્યારે સંગે.

 4. ડૉ.મહેશ રાવલ said,

  August 14, 2009 @ 1:01 am

  બેફામ સાહેબની એક અલગ જ ખાસિયત રહી છે….
  મુક્તકમાં છેલ્લે કેવી ચમત્કૃતિ સર્જી છે……
  કાંઈ નહીં તો છેવટે ઠોકર બનીને આવ- વાહ!!!!!!!!!!

 5. અનામી said,

  August 14, 2009 @ 7:19 am

  ખુબ જ ચોટદાર……!!!!!!!

 6. PRITEN SHAH said,

  August 16, 2009 @ 6:22 am

  પ્રેમ નહિ તો છેવટે નફરત નો રિસ્તો તો રાખ !!!!

  Greate બેફામ સાહેબ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment