ઉદાસી ત્યજી સળ પથારીના જાગે,
ખબર તારી જ્યાં આવી વહેલી સવારે.
વિવેક ટેલર

આ તે કઈ રીત છે ? – આશા પુરોહિત

આ તે કઈ રીત છે ?
સંબંધના ચણતરમાં લાંબી તિરાડ
અને પાયામાં શરતોની ઈંટ છે.

શબ્દોને હોઠોથી અળગા કરું,
તો મને બોલવાની આપો છો આણ,
રણમાં અમથી જ મને એકલી મૂકીને,
પછી ચલાવવા આપો છો વ્હાણ!
પ્રશ્નોના કિલ્લામાં રોંઘીને કો’છો કે
‘આ તો બસ પાણીની ભીંત છે!’
આ તે કઈ રીત છે ?

નસનસમાં ધગધગતા ખિલ્લા ઠોકો
ને પછી અટકાવી કહેતા કે ‘જા’,
ધસમસતા શબ્દોનું તીર એક છોડીને,
કહેતા કે ‘ઝીલવા મંડ ઘા.’
આશાઓ-ઈચ્છાઓ બાળીને કો’છો કે
‘તારી ને મારી આ પ્રીત છે!’
આ તે કઈ રીત છે ?

– આશા પુરોહિત

આ ગીત વિશે સુરેશ દલાલે એક સરસ વાત એક જ લીટીમાં લખી છે – ‘ઘણી વખત એવી અવસ્થા આવે છે કે જ્યારે પ્રેમ સમજાય છે, પણ પ્રિયતમ સમજાતો નથી.’ પ્રેમમાં તિરાડ પડે તો એની ફરીયાદ કેવી રીતે કરવી એ પણ પ્રશ્ન છે. દરેક ફરીયાદ સંબંધને વધુ તોડી શકે છે. કવયિત્રી તો માત્ર ‘આ તે કઈ રીત છે ?’ – કહી ને જ વિરમે છે.

8 Comments »

  1. વિવેક said,

    April 19, 2006 @ 9:28 AM

    મેચની પહેલી બૉલે જ સિક્સર લાગે એ રીતે પહેલી પંક્તિમાં જ દિલ જીતી લીધું. અને મેચમાં તો દરેક બોલે સિક્સ લાગવા શક્ય નથી પણ કવયિત્રીએ દરેક શબ્દને અંતર નિચોવીને મૂકી દીધો છે.

    અદભૂત!!!

    સાચે જ અદભૂત!!!

    વિવેક

  2. Jayshree said,

    July 6, 2006 @ 6:50 PM

    કવયિત્રી ભલે ‘આ તે કઈ રીત છે ?’ – કહી ને વિરમે છે, પરંતુ એક સંબંધ કેટલી વેદના આપી શકે, એ સરળ શબ્દોની ઉપમા આપીને ખૂબ અસરકારક રીતે વર્ણવ્યું છે.

    આશાઓ-ઈચ્છાઓ બાળીને કો’છો કે
    ‘તારી ને મારી આ પ્રીત છે!’

    વિવેકભાઇએ કહ્યું એમ : સાચે જ અદભૂત!!!

  3. sagarika said,

    March 24, 2007 @ 3:11 AM

    ખરેખર અદભૂત………..

  4. dhaval said,

    March 26, 2011 @ 6:39 AM

    aatalu saras vanchya pachhi thay ke dukh ne pan vacha aapi shakay chhe………..

  5. lalji said,

    March 27, 2011 @ 7:55 AM

    અદ ભુત્

  6. lalji said,

    March 27, 2011 @ 7:56 AM

    અદભુત્

  7. Rina said,

    April 24, 2012 @ 3:19 AM

    awesoommmee..

  8. pravinkumar said,

    August 21, 2012 @ 7:38 AM

    વહ ખુબ સરસ ગજલ મને ગમે તેવિ ચે

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment