માત્ર એક પળ કઠે અહીં કોઈનો અભાવ
બીજી પળથી વિકલ્પો વિચારાય છે
રઈશ મનીઆર

દાખલો ખોટો થયો – અશોકપુરી ગોસ્વામી

સાવ સાદો દાખલો ખોટો થયો,
એક ડાઘો ભૂંસતા મોટો થયો.

જીતવું પણ હારના જેવું હતું.
આપણો જુદો નફો-તોટો થયો.

જન્મ પામ્યા કે જીવન પૂરું થયું,
જળની અંદર જેમ પરપોટો થયો.

ક્યાં બુલંદી કોઈને કાયમ મળી ?
એક તારો એક લિસોટો થયો.

આયનામાં કાલ જે જીવતો હતો,
એ જ માણસ આખરે ફોટો થયો.

– અશોકપુરી ગોસ્વામી

અ.ગો.ની ગઝલમાં હંમેશા વિરક્તીની ઝાંખી થાય છે.  એક ડાઘો ભૂંસતા મોટો થયો – એવી સાદી વાતને કવિ કેવી ધાર કાઢીને કરે છે.  છેલ્લો શેર મારો પ્રિય શેર છે – પ્રતિબિંબના આધારે જીવતો માણસ છેવટે માત્ર ફોટામાં કેદ થઈને રહી જાય છે !

14 Comments »

  1. sapana said,

    July 20, 2009 @ 10:21 PM

    વાહ…

    આયનામાં કાલ જે જીવતો હતો,
    એ જ માણસ આખરે ફોટો થયો.

    સપના

  2. Pranav said,

    July 21, 2009 @ 12:35 AM

    અ. ગો. થી અગોચર સુધી? આપણી નિષ્ફળતાઓને પણ “પંપાળવાનુ” મન થઈ જાય એવી ગઝલ!

  3. વિવેક said,

    July 21, 2009 @ 1:20 AM

    આખેઆખી ગઝલ જ સરસ થઈ છે… વાહ…

  4. ankur said,

    July 21, 2009 @ 1:37 AM

    જન્મ પામ્યા કે જીવન પૂરું થયું,
    જળની અંદર જેમ પરપોટો થયો

    ક્યાં બુલંદી કોઈને કાયમ મળી ?
    એક તારો એક લિસોટો થયો.

    આ બે શેર ખુબજ ગમ્યા….લાજવાબ

  5. P Shah said,

    July 21, 2009 @ 4:28 AM

    સુંદર ગઝલ !

  6. sudhir patel said,

    July 21, 2009 @ 7:42 AM

    ફરી ફરી માણવી ગમે એવી ગઝલ!
    સુધીર પટેલ.

  7. manoj said,

    July 21, 2009 @ 8:48 AM

    અફ્લાતૂન

  8. Pinki said,

    July 21, 2009 @ 8:56 AM

    સરસ… ગઝલ !! વૅબ પર પણ મૂકેલી.

  9. સુનિલ શાહ said,

    July 21, 2009 @ 11:05 AM

    બધા શેર સરસ થયા છે…મઝા પડી.

  10. pragnaju said,

    July 22, 2009 @ 12:37 AM

    મઝાની ગઝલનો આ શેર વધુ ગમ્યો
    આયનામાં કાલ જે જીવતો હતો,
    એ જ માણસ આખરે ફોટો થયો.

    એનું સરનામું થાવાના,
    સૌને કેવા કોડ,
    રાજમાર્ગ સમજીને બેઠા,
    સૌ પોતાને રોડ.

  11. bharat joshi said,

    July 22, 2009 @ 12:49 PM

    વાહ “એ જ માણસ આખરે ફોટો થયો”
    હાર પહેરેલો!!!!!!!!!!!!!!

  12. urvashi parekh said,

    July 22, 2009 @ 6:12 PM

    સરસ ગઝલ..
    આયના માં કાલ જે જીવતો હતો,
    એજ માણસ આખરે ફોટો થયો.
    મરણ ને સ્વીકારવુ જ રહ્યુ,
    મૃત્યુ એટલે છ ફુટ ની કાયા ને છ ઇન્ચ ની ફ્રેમ માં કેદ કરતી ઘટના..
    જીવન માં દાખલાઓ ઘણી વખત ખોટા પડતા હોય છે,
    પણ એને સુધારવા જતા એના ડાઘ હંમેશ માટે રહી જતા હોય છે.દેખાય તેવા..
    સાવ સાચ્ચી વાત..

  13. Dr.Manoj L. Joshi.(Jamnagar) said,

    July 23, 2009 @ 12:37 PM

    મે “રમલ” મા સાંભળી’તી ગુસપુસો,
    આ ગઝલ તો એક હાકોટો થયો !!!!
    વાહ્!….અ.ગો. વાહ્!….સર્વાંગ સુન્દર રચના.
    અ.ગો. અને ધવલભા બન્ને ને અભિનન્દન્….

  14. Pragna said,

    July 24, 2009 @ 12:43 AM

    વાહ ,

    નખશિખ સુંદર ગઝલ !!!!!!!!!!!

    પ્રજ્ઞા

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment