ઝાહિદ, મને રહેવા દે તબાહીભર્યા ઘરમાં,
મસ્જિદથી વધારે અહીં આવે છે ખુદા યાદ.
મરીઝ

મુક્તક – મરીઝ

દિવાનાએ એક વાત કહી મુજને નવીન
અર્થ એમાં છે ગંભીર, મને છે યકીન
તૂટી જો પડે મહેલ તો ખંડેર બને
ઝૂંપડી જો ધસી જાય મળે સાફ જમીન !

– મરીઝ

8 Comments »

  1. pragnaju said,

    June 11, 2009 @ 12:11 AM

    તૂટી જો પડે મહેલ તો ખંડેર બને

    ખૂબ જ અર્થ ગંભીર વાત
    આમ પણ હવે ખૂબ જ ધનવાનના મહેલોની આ તાસીર છે
    અંદર જુઓ તો સ્વર્ગંનો આભાસ થાય પણ,
    ખડેર જેવું લાગે છે ‘આદિલ’ બહારથી.

    ઝૂંપડી જો ધસી જાય મળે સાફ જમીન !
    બંધ ઘર ના દરવાજા મા કોઇ રોજ ટકોરા મારે છે.
    પુછે છે એક જ સવાલ
    ઓલા “પુરાતન” હવે કયાં રહે છે.?
    જવાબ મા કહુ છું, બધા સુખી લોકો દફન થઇ ગયા, …

  2. mrunalini said,

    June 11, 2009 @ 12:40 AM

    દિવાનાએ એક વાત કહી મુજને નવીન
    અર્થ એમાં છે ગંભીર, મને છે યકીન
    સરસ
    વિવેકની વાત પણ આવી ગહન છે
    સદી આખી ખંડેર મોંહે-જોના,
    મકાનો તો છે, ઘરનો રસ્તો નથી.
    હું તારા ઈરાદાઓ જાણું છું, થોભ !
    હું સસ્તો નથી, હું અમસ્તો નથી.

  3. P Shah said,

    June 11, 2009 @ 2:37 AM

    તૂટી જો પડે મહેલ તો ખંડેર બને
    ઝૂંપડી જો ધસી જાય મળે સાફ જમીન !

    ખરેખર ગંભીર વાત !

  4. preetam lakhlani said,

    June 11, 2009 @ 8:22 AM

    પ્રિય ધવલ ભાઈ, મરીઝશાહેબનુ બહુજ સુન્દર મુકતક મુકવા બદલ આભાર્…..

  5. sudhir patel said,

    June 11, 2009 @ 5:14 PM

    વાહ! ખૂબ જ ચોટદાર મુકતક!
    સુધીર પટેલ.

  6. Pancham Shukla said,

    June 12, 2009 @ 4:46 AM

    ઊંડું અવલોકન. ઊંચી વાત.

  7. ખજિત [પીંકી પુરોહીત] said,

    June 12, 2009 @ 7:52 AM

    આબ્બાસ અબ્દુલ અલી વાસી, [મરીઝ] સાહેબની મુક્તક રૂપી ખૂબ જ અર્થપૂર્ણ વાત.

  8. ANGEL DHOLAKIA said,

    June 13, 2009 @ 3:00 AM

    સ- રસ ઘણા દિવસે site visit કરી. મઝા આવી ગઇ

    ====== N ju( angel dholakia)

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment