સરાણે શ્વાસની કાયમ અમે શબ્દોની કાઢી ધાર,
ફકત એ કારણે કે કાવ્ય કોઈ ના રહે બૂઠું.
વિવેક મનહર ટેલર

તો ખરા ! – ‘પથિક’ પરમાર

ઝાંઝવાને બાથ ભરો તો ખરા;
પેટમાં અજગર પાળો તો ખરા.

દીવડાને દૂર રાખી જ્યોતથી
અંધકારને ઉલેચો, તો ખરા.

પાનખરને આમ હડસેલો નહીં;
શક્યાતાને આવકારો, તો ખરા.

સામસામે જોઈ લેવું ઠીક છે;
ભીંત સોંસારવા નિહાળો તો ખરા.

ચાર પળનો ચટકો કયાંથી પાલવે?
શ્વાસના સંબધ રાખો, તો ખરા.

દ્વાર સામે ઝૂરતી પીળાશ છે;
સ્હેજ દરવાજો ઉઘાડો, તો ખરા.

– ‘પથિક’ પરમાર

4 Comments »

 1. Abhijeet Pandya said,

  September 4, 2010 @ 11:07 am

  ઝાંઝવાને બાથ ભરો તો ખરા;
  પેટમાં અજગર પાળો તો ખરા.

  ગઝલ રમલ છંદમાં છે. પરંતુ ગા લ ગા ગા ગા લ ગા ગા ગા લ ગા નું બંધારણ બરોબર જળવાતું જોવા નથી મળતું.
  પથીક ભાઇ પરમાર અમારા ભાવનગરના આગળ પડતા ગઝલકારોમાંના એક છે. િપ્રન્ટ એરર હોય તેવું લાગે છે.
  સુધારો કરવા િવનંતી.

  અિભજીત પંડ્યા. ( ભાવનગર ).

 2. bharat vinzuda said,

  September 4, 2010 @ 1:05 pm

  Print arar nathi. kharekhar bhool j hoy aevu lage chhe.
  KAFIYA DOSH PAN CHHE.

 3. વિવેક said,

  September 4, 2010 @ 11:59 pm

  છંદદોષ પણ ચલાવી ન શકાય એવો અને કાફિયાદોષ પણ એવો જ…

  ગુજરાતી કવિઓ-વિવેચકો-સંપાદકોમાં હિંદી-ઉર્દૂ સાહિત્યપ્રેમીઓ જેવી છાતી નથી…

 4. kantilal said,

  April 4, 2011 @ 8:02 am

  સારુ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment