દેવબાલ – ચંદ્રવદન મહેતા
ઈલા ! કદી હોત હું દેવબાલ !
તારા ભરી આપત એક થાળ,
એના વડે કૂકડીદાવ સાથે
બંને રમ્યાં હોત અહો નિરાંતે.
ચાંદો ફરંતો નભથી હું લાવી,
બ્હેનાં રમ્યાં હોત દડો બનાવી;
ને એ દડે હું વીજરેખ બાંધું
એને ઉછાળી જળવ્યોમ સાંધું.
ને સાતરંગી ધનુવસ્ત્ર ચારુ
લાવે સજાવું તુજ અંગ ન્યારું;
ને શુભકીર્તિ થઈ દિવ્ય પંથે
ઓહો ઊડ્યાં હોત જ દિગદિગન્તે.
- ચંદ્રવદન મહેતા

Bhaskar Joshi said,
January 26, 2007 @ 1:14 am
અતિ સુંદર વેબ સાઇટ. congratulations!!
ઇલા કાવ્યોનો આખો સંગ્રહ પ્રગટ ના કરી શકો?
લયસ્તરો » ખેતી - ચંદ્રવદન મહેતા said,
March 26, 2007 @ 8:37 pm
[...] આગળ પણ એક ઈલા કાવ્ય રજૂ કરેલું એ પણ જોશો. ઈલા કાવ્યો પહેલી વાત છેક 1933માં પ્રગટ થયેલા. તે વખતે આ ગીતો રમેશ પારેખના સોનલ કાવ્યો જેટલા જ કે કદાચ એનાથી ય વધુ લોકપ્રિય થયેલા. (મારે માટે આ કાવ્યો વધુ ખાસ છે કારણ કે મારા ફોઈનું નામ ઈલા એટલે આ બધા ઈલા કાવ્યો મારા પપ્પાને ખાસ વહાલાં. અને એથી આ બધા કાવ્યો ઘરમાં અવારનવાર ગવાતાં.) [...]
Narendra Ammin said,
October 10, 2008 @ 5:37 pm
I am mad for Ella na kavyo and last time in 2006, I inquired at all book stalls in Princess Street, Mumbai to get this book. I could not get a new or an old book but I was informed that the book is never reprinted after it went out of stock long back. I am really excited to read this kavya,
i would like to have a print of the following if some one can do a favour.
“Aaje Ella chhu, Kani sahej nano, Baki ahi ubho Rahuj Sano
Akash Patar Karu hoo Ek ane khudi varu sarva disa anek,
Sat sagar ho jo ya same, toye kudi jaoo hu ek vame”
I tried to type this in Gujarati but without success, henc switched over to english.
Thanks, need not say this site is touching.
Narendra Amin