મૌનનો મહિમા મને ઊંડે ઊંડે લઈ જાય છે,
શબ્દની સરહદ સુધી પહોંચી તમે પાછા ફર્યા.
અશોકપુરી ગોસ્વામી

ગઝલ શીખવી છે? – સરળ ભાષામાં પ્રાથમિક ગઝલશાસ્ત્ર

ગઝલ શીખવી છે? નામે સરળ ભાષામાં ગઝલરચનાનું પાયાનુ જ્ઞાન આપતી નાનકડી પુસ્તિકા આશિત હૈદરાબાદીએ તૈયાર કરી છે. આ પુસ્તિકા ભાઈ અમિત ત્રિવેદીની વેબસાઈટ ગુજરાતી ગઝલ પરથી ડાઉનલોડ કરી શકો છો. રસિકો માટે આવી માહિતી હાથવગી કરી આપતી આવી પહેલી પુસ્તિકા વેબ પર જોવામાં આવી છે. ગઝલ રચનાની આજ પ્રકારની માહિતી શ્રી રઈશ મનીયાર એમની લેખમાળા ગઝલનું છંદશાસ્ત્રમાં ગઝલ ગુર્જરીમાં રસપ્રદ શૈલીમાં હપ્તાવાર આપી રહ્યા છે.

8 Comments »

 1. SV said,

  February 24, 2006 @ 7:26 am

  Thank you very much for sharing this find.

 2. premji bhanushali said,

  February 17, 2008 @ 2:58 am

  thanks a million for taking all the pains to present this website in the service of Gurjari. Uttam Gajjar and friends are also running a gujarati lexicon site and have ‘saras’ online spelll checker and dictionary.

 3. premji bhanushali said,

  February 17, 2008 @ 2:59 am

  લિપિમાં સમયાલેખન:
  “ઈશ્વર સ્વરૂપે જેને જગત ઓળખી રહ્યું, એ ‘શૂન્ય’ની પિછાણ હતી,કોણ માનશે?”
  સ્વ. શ્રી ‘શૂન્ય’ પાલનપુરીએ શબ્દલેખન અને સંખ્યાલેખન ને સાંકળતો એક વિશીષ્ટ લેખ લખ્યો હતો. અરબી, ફારસી, ઉર્દુ ભાષામાં પ્રત્યેક અક્ષર ને ચોક્કસ સંખ્યાનું મુલ્ય આપ્યું છે. આને અબજદ કહે છે. આના આધારે કવિઓએ એવી રચનાઓ કરી છે જેમાંથી ચોક્કસ સંખ્યા જેમ કે મ્રુત્યુ તિથી, જન્મ તારિખ પણ ગણી શકાય. ખુબ અઘરું કામ છે. શ્રી શૂન્યએ ગુજરાતી ભાષામાં પણ શબ્દ અને સંખ્યાને સાંકળી એક કોષ્ટક બનાવ્યું બલ્કે શોધ્યું છે અને ગુર્જરી ને અર્પણ કર્યું છે. મહાત્મા ગાંધી ૧૯૪૮માં નિર્વાણ પામ્યા. શ્રી શૂન્યએ શબ્દમાં સમયાલેખન આમ કર્યું-
  “સામે મોં એ પ્રેમ ઉપાસક પ્રાણ ધરીને ચાલ્યો”
  આ અર્થ સભર પંક્તિ ને એમના રચેલ સંખ્યા કોષ્ટક પ્રમાણે ગણીયે તો સરવાણો ૧૯૪૮ થાય છે.

 4. premji bhanushali said,

  February 17, 2008 @ 3:01 am

  કોઈ અભ્યાસુ ને અગર પૂર્ણ લેખની નકલમાં રસ હોય તો ઈમેઈલ સંપર્ક કરે..

 5. premji bhanushali said,

  February 17, 2008 @ 6:53 am

  ‘ગુજરાતી ગઝલ’ વેબસાઈટમાં વંચાતું નથી.

 6. suresh r patel said,

  February 18, 2008 @ 6:53 am

  ગુજ્રિત થૈ, ગુજ્તી માટે માન રાખુ ચુ………

 7. કેયૂર said,

  November 6, 2015 @ 2:59 am

  ભાઈ અમિત ત્રિવેદી ની વેબસાઈટ gujaratigazal.com પર કોઈ ડાઉનલોડ માટેની કોઈ લીંક નથી. મહેરબાની કરી અહીંયા સીધી લિંક મૂકી આપવાની મહેરબાની કરશોજી.

 8. Salmanhaidar Sunasara said,

  August 10, 2017 @ 1:03 am

  Nice work

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment