ફૂલ સમી તું દૃષ્ટિ ફેંકે, તને મળે ગજરો ઉત્તરમાં*,
રગરગમાં કંઈ મઘમઘ મહેંકે, કહેવું કેમ કરી અક્ષરમાં?
વિવેક મનહર ટેલર

જીવનનો માર્ગ – ‘બેફામ’

સપના રૂપેય આપ ન આવો નજર સુધી;
ઊડી ગઈ છે નીંદ હવે તો સહર સુધી.

મારા હ્રદયને પગ તળે કચડો નહીં તમે,
કે ત્યાંના માર્ગ જાય છે ઈશ્વરના ઘર સુધી.

શ્રદ્ધાની હો સુવાસ, પ્રતિક્ષાનો રંગ હો,
એવાં ફૂલો ખીલે છે ફક્ત પાનખર સુધી.

આંખોમાં આવતાં જ એ વરસાદ થઈ ગયાં,
આશાનાં ઝાંઝવાં જે રહ્યા’તાં નજર સુધી.

મૈત્રીનાં વર્તુળોમાં જનારાની ખેર હો,
નીકળી નહીં એ નાવ જે પહોંચી ભંવર સુધી.

ઉપકાર મુજ ઉપર છે જુદાઈની આગનો,
એક તેજ સાંપડ્યું છે તિમિરમાં સહર સુધી.

મંજિલ અમારી ખાકમાં મળતી ગઈ સદા,
ઊઠતા રહ્યા ગુબાર અવિરત સફર સુધી.

‘બેફામ’ તોયે કેટલું થાકી જવું પડ્યું ?
નહિ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી.

-‘બેફામ’

બેફામસાહેબની આ ગઝલનો છેલ્લો શેર ગુજરાતીના સૌથી યાદગાર શેરમાં સ્થાન પામે છે. આ સામાન્ય લાગતા શેરમાં એમણે જીવનની સરળ અને સચોટ ફિલસૂફી ભરી દીધી છે.

11 Comments »

  1. પ્રત્યાયન said,

    January 20, 2006 @ 11:31 AM

    Except the last sher..this gazal is quite ordinary!

  2. Sarang said,

    June 16, 2006 @ 6:37 PM

    Befaam saheb ni badhi gazalo ma emno antim sher mote bhage khaas j hoy chhe. Mane jaan chhe tya sudhi emni gazal no antim sher hamesha ‘mrityu’ par hoy chhe –

    …………….
    “Maara maran upar ne rade aatla badha;
    ‘Befaam’ jindagi na badha dukh vasool che”

  3. ટહુકો.કોમ » જીવનનો માર્ગ - ‘બેફામ’ said,

    November 18, 2006 @ 6:36 PM

    […] ‘બેફામ’ તોયે કેટલું થાકી જવું પડ્યું ? નહિ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી. (આ ગઝલની બધી પંક્તિઓ અહીં વાંચો ) […]

  4. Hitesh Gohel (Jamkhambhalia) said,

    February 18, 2007 @ 3:58 AM

    Su kahi shkay aava mahan shayar vishe, chata Aena J sher ma kahu chu….

    Mrtyu bad pan lash ne Emj rakhje,
    K kafan odhdvathi lash ni sobha mari jase

  5. sagarika said,

    June 28, 2007 @ 3:20 AM

    બહુ સરસ ગઝલ, બહુ જ સરસ.
    તેમનો જ એક શેરઃ
    “રડ્યા ‘બેફામ’ સૌ મારા મરણ પર એજ કારણ થી,
    હતો મારો જ એ અવસર ને મારી હાજરી નહોતી.”

  6. rajgururk said,

    February 8, 2008 @ 3:05 AM

    બહુ સરસ મજા નિ કવિત

  7. hemu said,

    September 4, 2008 @ 6:08 AM

    બહુ સરસ ગઝલ, બહુ જ સરસ.

  8. પ્રતિક ચૌધરી said,

    September 4, 2008 @ 11:54 AM

    હિતેશ ગોહિલ ….
    આપે જે શેર ‘બેફામ’ અંગે ટાંકયો છે એ’કૈલાશ પંડિત’ નો છે.

    આવી બાબત અંગે લયસ્તરોને ધ્યાન રાખવુ ઘટે. તથા આ ગઝલ “ચમન તુજને સુમન મારી જ માફક છેતરી જાશે” લયસ્તરો પર મુકવા વિનંતી.

  9. વિવેક said,

    September 4, 2008 @ 10:11 PM

    પ્રિય પ્રતિક,

    કૈલાશ પંડિતના આ શેર પરત્વે ધ્યાન દોરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર… આપની ફરમાઈશ જલ્દી જ પૂરી કરીશું..

  10. પ્રતિક ચૌધરી said,

    September 5, 2008 @ 5:22 AM

    તુ ધ્વનિ સમાન છે ‘પ્રતિક’ જમાનાની ચાલમાં,
    મને પછી ઈચ્છા થાય,પહેલાં એ પુરી થાય છે.

    કૈલાશ પંડિત ની ગઝલ “ચમન તુજને સુમન મારી જ માફક છેતરી જાશે” લયસ્તરો પર પહેલેથી જ હાજર છે.બરાબર શોધ ના કરવા બદલ દિલગીર છું.

  11. janardan said,

    June 27, 2009 @ 10:43 AM

    please can anyone help— i need words for gazal –i think its by BEFAAM.

    I remember first line ” DASHA BADALAI CHE JYARE E BADHA BADALAI JAY CHE”

    and the last line
    BHALA MANAS VISHENI MANYATA NI VAAT SHI BEFAAM –AHIN TO DHARMA BADALATA KHUDA BADLAI JAAY CHE” (this was wonderfully sung by PURSHOTAM UPADHYAY

    Please if you can -i would be grateful

    with best regards

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment