બુઝાયા જેમ એમ વધુ ઝળહળી ઉઠ્યા;
એક અસ્તની સાથે જ ઉદયમાં હતા/છીએ!
– વિસ્મય લુહાર

પ્રાર્થના – ન્હાનાલાલ દ. કવિ

અસત્યો માંહેથી પ્રભુ ! પરમ સત્યે તું લઈ જા,
ઊંડા અંધારેથી, પ્રભુ ! પરમ તેજે તું લઈ જા;
મહામૃત્યુમાંથી, અમૃત સમીપે નાથ ! લઈ જા,
તું-હીણો હું છું તો તુજ દરસનાં દાન દઈ જા.

પિતા ! પેલો આઘે, જગત વીંટતો સાગર રહે,
અને વેગે પાણી સકળ નદીનાં તે ગમ વહે;
વહો એવી નિત્યે મુજ જીવનની સર્વ ઝરણી,
દયાના પુણ્યોના, તુજ પ્રભુ ! મહાસાગર ભણી.

થતું જે કાયાથી, ઘડીક ઘડી વાણીથી ઊચરું,
કૃતિ ઇંદ્રિયોની, મુજ મન વિશે ભાવ જ સ્મરું;
સ્વભાવે બુદ્ધિથી, શુભ-અશુભ જે કાંઈક કરું,
ક્ષમાદષ્ટે જોજો, – તુજ ચરણમાં નાથજી ! ધરું.

(આ પ્રાર્થનાની પ્રથમ ચાર પંક્તિથી તો સહુ સુમેળે પરીચિત હશે જ. પણ આખી પ્રાર્થના બહુ થોડા એ જ વાંચી હશે. ન્હાનાલાલ કવિ (16-3-1877 થી 9-1-1946) એ કવિ દલપતરામના સુપુત્ર. ડોલનશૈલી નો પ્રાદુર્ભાવ એમણે કર્યો. લાલિત્ય અને લાવણ્યસભર ગીતો, ખંડકાવ્યો, કરુણ પ્રશસ્તિકાવ્ય, નાટકો અને મહાકાવ્ય થકી એમણે ગુર્જરીને સતત શણગારી.)

તા.ક. – આ બ્લોગ પર દર શનિ-રવિ માં બે કાવ્યો મૂકવાની મારી મંષા છે – એક કાવ્ય અર્વાચીન કવિનું અને એક પ્રાચીન કવિનું! વધુમાં જરૂર લાગે ત્યાં નાની ટિપ્પણી થકી કવિનો અથવા કવિતાના ભાવજગતનો યથાકિંચિત પરિચય કરાવવાની ખેવના છે.

13 Comments »

  1. radhika said,

    January 16, 2006 @ 12:35 AM

    ખુબ સુંદર
    વિવેકભાઈ, ધવલભાઈ
    તમે બન્નેએ ભેગા મળીને તો ભારત અને અમેરીકા વચ્ચેનુ અંતર નીસ્તોનાબુદ કરી નાખ્યુ!!!!
    ક્યા અમેરીકા! અને કયા ભારત!
    “વસુધૈવકહ કૌટુંબકમ”
    આ વાકય તમે સાર્થક કરી રહયા છો
    આટલા લાંબા અંતર મહી પણ તમે મૈત્રીની ગરીમા જાળવી રાખી છે…..ગમ્યુ
    હવે બે જાજરમાન વ્યક્તીત્વને અને એમના વિચારોને એક સાથે અક જ ફલક પર માણવાનો લાહવો મળશે

  2. radhika said,

    January 16, 2006 @ 12:41 AM

    ખુબ સુંદર
    વિવેકભાઈ, ધવલભાઈ
    તમે બન્નેએ ભેગા મળીને તો ભારત અને અમેરીકા વચ્ચેનુ અંતર નીસ્તોનાબુદ કરી નાખ્યુ!!!!
    ક્યા અમેરીકા! અને કયા ભારત!
    “વસુધૈવકહ કૌટુંબકમ”
    આ વાકય તમે સાર્થક કરી રહયા છો
    આટલા લાંબા અંતર મહી પણ તમે મૈત્રીની ગરીમા જાળવી રાખી છે…..ગમ્યુ
    હવે બે જાજરમાન વ્યક્તીત્વને અને એમના વિચારોને એક સાથે અક જ ફલક પર માણવાનો લાહવો મળશે

  3. ગુજરાતી સર્જક પરિચય » ન્હાનાલાલ કવિ said,

    July 4, 2006 @ 10:10 AM

    […] અસત્યો માંહેથી  […]

  4. Suresh Jani said,

    July 4, 2006 @ 10:15 AM

    લય સ્તરો અને સર્જક પરિચય બેઉ નું કેવું સુભગ મિલન !
    વાંચકોને આ સંગત જરૂર ગમશે.
    જો કોઇ આમાં MP3 ની લીન્ક પણ ઉમેરી દે, તો સોનામાં સુગંધ ભળે.

  5. Suresh Jani said,

    July 4, 2006 @ 10:18 AM

    આ આખી પ્રાર્થના મારા પૂજ્ય માતા, પિતા એ અમને કંઠસ્થ કરાવી હતી. આજે પણ અમે પાંચે ભાઇ બહેનો, આખી કવિતા સાથે ગાઇએ ત્યારે અમારા મનમાં આનંદ આનંદ છવાઇ જાય છે.

  6. Jayshree said,

    July 5, 2006 @ 2:19 PM

    આ પ્રાર્થના બદલ ખૂબ ખૂબ આભાર. તમારી વાત તો સાચી. આજ સુધી ફક્ત પ્રથમ ચાર પંક્તિઓ જ ખબર હતી,

    આની પ્રથમ ચાર પંક્તિઓ ” ટહુકો” પર મુકી છે. મારી પાસે આખી પ્રાર્થના mp3 માં નથી..

  7. ટહુકો.કોમ » અસત્યો માંહેથી - ન્હાનાલાલ કવિ said,

    November 19, 2006 @ 10:13 PM

    […] લયસ્તરોમાં પ્રસ્તુત “અસત્યો માંહેથી” વાંચીને થયું કે ભલે મારી પાસે આખી પ્રાર્થના mp3 માં નથી, પરંતુ જે પહેલી ચાર પંક્તિઓ છે, એ પણ તમને સાંભળવી ગમશે. […]

  8. નીરજ શાહ said,

    April 20, 2007 @ 6:53 AM

    ધવલભાઇ તમારો બ્લોગ ખુબ જ સરસ છે. જો કે આ પોસ્ટ મુકાયા ને ઘણો સમય થઇ ગયો છે છતાં જાણકારી માટે કહેવા માગું છું કે આ પ્રાર્થના હજી પણ અધુરી છે. આખી પ્રાર્થના નીચે મુજબ છે.

    પ્રભો અંતર્યામી જીવન જીવના દીનશરણા,
    પિતા માતા બંધુ, અનુપમ સખા હિતકરણા;
    પ્રભા કીર્તિ કાંતિ, ધન વિભવ સર્વસ્વ જનના,
    નમું છું, વંદું છું, વિમળમુખ સ્વામી જગતના. 1

    સૌ અદભૂતોમાં તુજ સ્વરૂપ અદભૂત નીરખું,
    મહા જ્યોતિ જેવું નયન શશીને સૂર્ય સરખું,
    દિશાઓ ગુફાઓ પૃથ્વી ઊંડું આકાશ ભરતો,
    પ્રભો એ સૌથીએ પર પરમ હું દૂર ઊડતો. 2

    પ્રભો તું આદિ છે શુચિ પુરૂષ પુરાણ તું જ છે,
    તું સૃષ્ટિ ધારે છે, સૃજન પલટયે નાથ તું જ છે,
    અમારા ધર્મોને અહર્નિશ ગોપાલ તું જ છે,
    અપાપી પાપીનું શિવ સદન કલ્યાણ તું જ છે. 3

    પિતા છે અકાકિ જડ સકળને ચેતન તણો,
    ગુરૂ છે મોટો છે જનકૂળ તણો પૂજ્ય તું ઘણો,
    ત્રણે લોકે દેવા નથી તું જે સમો અન્ય ન થશે,
    વિભુરાયા તુંથી અધિક પછી તો કોણ જ હશે. 4

    વસે બ્રહ્માંડોમાં, અમ ઉર વિષે વાસ વસતો,
    તું આઘેમાં આઘે, પણ સમીપમાં નિત્ય હસતો,
    નમું આત્મા ઢાળી, નમન લળતી દેહ નમજો,
    નમું કોટિ વારે, વળી પ્રભુ નમસ્કાર જ હજો. 5

    અસત્યો માંહેથી પ્રભુ ! પરમ સત્યે તું લઈ જા,
    ઊંડા અંધારેથી, પ્રભુ ! પરમ તેજે તું લઈ જા;
    મહામૃત્યુમાંથી, અમૃત સમીપે નાથ ! લઈ જા,
    તું-હીણો હું છું તો તુજ દરશનાં દાન દઈ જા. 6

    પિતા ! પેલો આઘે, જગત વીંટતો સાગર રહે,
    અને વેગે પાણી સકળ નદીનાં તે ગમ વહે;
    વહો એવી નિત્યે મુજ જીવનની સર્વ ઝરણી,
    દયાના પુણ્યોના, તુજ પ્રભુ ! મહાસાગર ભણી. 7

    થતું જે કાયાથી, ઘડીક ઘડી વાણીથી ઊચરું,
    કૃતિ ઇંદ્રિયોની, મુજ મન વિશે ભાવ જ સ્મરું;
    સ્વભાવે બુદ્ધિથી, શુભ-અશુભ જે કાંઈક કરું,
    ક્ષમાદષ્ટે જોજો, – તુજ ચરણમાં નાથજી ! ધરું. 8

    જે તમને અહિં જોવા મળશે.
    http://www.swargarohan.org/Bhajan/Aarti/04.htm

  9. વિવેક said,

    April 20, 2007 @ 8:17 AM

    આભાર, મિત્ર નીરજ ! ખૂબ ખૂબ આભાર….

  10. 9 - જાન્યુઆરી - વ્યક્તિવિશેષ « કાવ્ય સુર said,

    January 9, 2008 @ 3:09 AM

    […] # અસત્યો માંહેથી   […]

  11. Vidyut Oza said,

    August 27, 2012 @ 1:44 AM

    આને ‘સ્તુતિનુ અશ્ટક’ કહે છે. અને તે બહુજ સુન્દર છે

  12. અશોકકુમાર પિ. શાહ said,

    July 28, 2013 @ 6:37 AM

    ધન્યવાદ આ એક સરસ પ્રયાસ છે જીવનમાં છૂટી ગયું છે તેને આ રીતે ફરીને યાદ કરી લેવા મળે છે.

  13. Bharat Bhatt said,

    March 3, 2018 @ 11:46 AM

    અસત્યો માંહેથી પ્રભુ ! પરમ સત્યે તું લઈ જા,
    ઊંડા અંધારેથી, પ્રભુ ! પરમ તેજે તું લઈ જા;
    મહામૃત્યુમાંથી, અમૃત સમીપે નાથ ! લઈ જા,
    તું-હીણો હું છું તો તુજ દરસનાં દાન દઈ જા.

    પિતા ! પેલો આઘે, જગત વીંટતો સાગર રહે,
    અને વેગે પાણી સકળ નદીનાં તે ગમ વહે;
    વહો એવી નિત્યે મુજ જીવનની સર્વ ઝરણી,
    દયાના પુણ્યોના, તુજ પ્રભુ ! મહાસાગર ભણી.

    થતું જે કાયાથી, ઘડીક ઘડી વાણીથી ઊચરું,
    કૃતિ ઇંદ્રિયોની, મુજ મન વિશે ભાવ જ સ્મરું;
    સ્વભાવે બુદ્ધિથી, શુભ-અશુભ જે કાંઈક કરું,
    ક્ષમાદષ્ટે જોજો, – તુજ ચરણમાં નાથજી ! ધરું.

    પ્રભો અંતર્યામી જીવન જીવના દીનશરણા,
    પિતા માતા બંધુ, અનુપમ સખા હિતકરણા;
    પ્રભા કીર્તિ કાંતિ, ધન વિભવ સર્વસ્વ જનના,
    નમું છું, વંદું છું, વિમળમુખ સ્વામી જગતના. 1

    સૌ અદભૂતોમાં તુજ સ્વરૂપ અદભૂત નીરખું,
    મહા જ્યોતિ જેવું નયન શશીને સૂર્ય સરખું,
    દિશાઓ ગુફાઓ પૃથ્વી ઊંડું આકાશ ભરતો,
    પ્રભો એ સૌથીએ પર પરમ હું દૂર ઊડતો. 2

    પ્રભો તું આદિ છે શુચિ પુરૂષ પુરાણ તું જ છે,
    તું સૃષ્ટિ ધારે છે, સૃજન પલટયે નાથ તું જ છે,
    અમારા ધર્મોને અહર્નિશ ગોપાલ તું જ છે,
    અપાપી પાપીનું શિવ સદન કલ્યાણ તું જ છે. 3

    પિતા છે અકાકિ જડ સકળને ચેતન તણો,
    ગુરૂ છે મોટો છે જનકૂળ તણો પૂજ્ય તું ઘણો,
    ત્રણે લોકે દેવા નથી તું જે સમો અન્ય ન થશે,
    વિભુરાયા તુંથી અધિક પછી તો કોણ જ હશે. 4

    વસે બ્રહ્માંડોમાં, અમ ઉર વિષે વાસ વસતો,
    તું આઘેમાં આઘે, પણ સમીપમાં નિત્ય હસતો,
    નમું આત્મા ઢાળી, નમન લળતી દેહ નમજો,
    નમું કોટિ વારે, વળી પ્રભુ નમસ્કાર જ હજો. 5

    અસત્યો માંહેથી પ્રભુ ! પરમ સત્યે તું લઈ જા,
    ઊંડા અંધારેથી, પ્રભુ ! પરમ તેજે તું લઈ જા;
    મહામૃત્યુમાંથી, અમૃત સમીપે નાથ ! લઈ જા,
    તું-હીણો હું છું તો તુજ દરશનાં દાન દઈ જા. 6

    પિતા ! પેલો આઘે, જગત વીંટતો સાગર રહે,
    અને વેગે પાણી સકળ નદીનાં તે ગમ વહે;
    વહો એવી નિત્યે મુજ જીવનની સર્વ ઝરણી,
    દયાના પુણ્યોના, તુજ પ્રભુ ! મહાસાગર ભણી. 7

    થતું જે કાયાથી, ઘડીક ઘડી વાણીથી ઊચરું,
    કૃતિ ઇંદ્રિયોની, મુજ મન વિશે ભાવ જ સ્મરું;
    સ્વભાવે બુદ્ધિથી, શુભ-અશુભ જે કાંઈક કરું,
    ક્ષમાદષ્ટે જોજો, – તુજ ચરણમાં નાથજી ! ધરું. 8

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment