મકાનો છે ઊંચા, નીચા આદમીઓ,
પડે છે હવે પહેલા જેવો ક્યાં તડકો?
વિવેક મનહર ટેલર

કવિતા અને કમ્પ્યુટરનો કલાકાર

થોડા દીવસ પર જ વિશાલ મોણપરાની ઓળખાણ એની વેબસાઈટ દ્વારા થઈ. વિશાલની વેબ સાઈટ જોતા જ ગમી જાય એવી છે. એના પર સ્વરચિત કવિતાઓને સરસ રીતે ગોઠવેલી છે. કવિકર્મમાં એ ખૂબ આગળ વધે એવી શુભકામના. વિશાલની મને ગમી ગયેલી કેટલીક પંક્તિઓ આ સાથે માણો.

તને જોઈને વળે ફૂલોને પસીનો
તેને ઝાકળનું નામ આપું તો કેવું?

હવે તારાથી દૂર થવાની ભિતી નથી હ્રદયમાં
આ જો હથેળીમાં સમયનું પતંગિયું પકડ્યું.

અરે કપડા ખંખેરવા રહેવા દે મારા
ગઝલો વાળવાનો મારી પાસે સમય નથી
ગઝલોના ટુકડા વાગે જશે તને
બાકી ના પાડવાનો મારો કોઈ આશય નથી

આંખ મીચુ તો કોઈ એક સ્વજન
આંખો ઉઘાડું તો વ્યક્તિ અજાણી

કવિ હોવાની સાથે સાથે જ વિશાલ કોમ્પ્યુટર એન્જીનીયર પણ છે. એણે ગુજરાતી લખવા માટે ગુજરાતી ટાઈપ પેડ બનાવ્યું છે. આ માટે કોઈ નવા સોફ્ટવેરની જરૂર નથી. વેબ બ્રાઉઝરમાંથી જ આપ સીધુ ગુજરાતી લખી શકો છો. આનો બીજો ફાયદો એ છે કે ઓપરેટીંગ સીસ્ટમ કોઈ પણ હોય આ ટાઈપ પેડનો ઉપયોગ કરી શકાય છે. જેમની પાસે વિન્ડોઝ એક્સપી નથી એ બધા માટે ગુજરાતી લખવાનો આ સૌથી સરળ રસ્તો છે. અહી ગુજરાતીમાં લખી આપ એને ‘કટ એન્ડ પેસ્ટ’ કરી બીજા કોઈ પણ પ્રોગ્રામમાં વાપરી શકો છો.

4 Comments »

 1. તો કેવું? « said,

  January 19, 2007 @ 3:46 am

  […] કવિતા અને કમ્પ્યુટરનો કલાકાર […]

 2. Dewang Shah said,

  November 15, 2009 @ 3:30 pm

  હું વિશાલ મોણપરાનો ખુબ ખુબ આભારી છું. એમની આ રચનાત્મક શોધને કારણે અમે અમારી માતાજીની વેબસાઇટ http://www.bhutdoshi.org ગુજરાતીમાં બનાવવામાં સફળ રહ્યા છીએ. વિશાલ એમની સામાજીક પ્રવૃતીઓમાં ઊચ્ચતમ શીખરે પહોંચે, એવી અમારી શુભેચ્છા.

 3. RASIKBHAI said,

  March 10, 2013 @ 11:39 am

  પ્રિય વિશલ્ભૈ તમરિ કવિત સુન્દેર ચ્હે દુસ્તો સથે કેવિ રિતે શેર થૈ શકે ?

 4. વિશાલનું કવિ હૃદય – | જીવન જીવીએ . . . said,

  August 17, 2013 @ 1:40 am

  […] જ ગયો, તેના કવિહૃદયનો પરીચય તો મને લયસ્તરો એ […]

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment