સમય જન્મ્યો નથી તો મૃત્યુ પણ ક્યાં થઈ શકે એનું
સમયની બહાર જે નીકળે સમાધિ બસ મળે ત્યાં છે
રાજેશ રાજગોર

કાઈપો ! – રમેશ પારેખ

RAMESH_PAREKH4

(લયસ્તરોના વાચકો માટે પતંગપર્વ નિમિત્તે રમેશ પારેખ જેવા દિગ્ગજ કવિના હસ્તાક્ષરમાં એક અછાંદસ)

‘કાઈપો !’
‘શું-શું ? પતંગ ?’
‘ના, આજનો દિવસ’
‘એમાં રાજીના રેડ થવાનું ?’
‘તમને ખુશી ન થઈ ?’
‘દિવસ વીતે એમાં ખુશી શાની ?’
‘લાઈફનો એક દિ’ ટુંકાયો ને !’
‘લાઈફ તો અમૂલ્ય છે’
‘તો ?’
‘એ ઘટે એ તો ખિન્નતાની બાબત છે’
‘તમને ખિન્ન થવાની છૂટ…’
‘વાત ઉડાવો છો !’
‘ખિન્નતાપર્વ ઉજવો કે મોદપર્વ, શું ફરક પડવાનો, મૂળમાં ?’
‘પણ લાઈફ જેવી લાઈફ આમ ચાલી જાય…’
‘પકડી લો એને, મૂઠીમાં, બંધુ !’
‘એ જ તો આપણા હાથની વાત નથી’
‘તમારી સત્તા ન ચાલે ત્યાં હથિયાર હેઠાં મૂકી દેવાનાં’
‘એ તો આત્મદૌર્બલ્ય’
‘હં’
‘પલાયનવૃત્તિ’
‘હં’
‘નામર્દાઈ’
‘એ તો નિયતિદત્ત છે’
‘આપણી કને કંઈ ઉપાય નહીં આનો ?’
‘છે ને !’
‘શું ?’
‘પ્રામાણિકપણે સગર્જન નિનાદ કરો’
‘શું ?’
‘કાઈપો !’

– રમેશ પારેખ
(૨૮-૧૨-૨૦૦૪/મંગળવાર)

10 Comments »

  1. કુણાલ said,

    January 14, 2009 @ 1:50 AM

    ‘કાઈપો !’ – પ્રથમ લીટીમાં…
    ‘કાઈપો !’ – આખરી લીટીમાં…

    વાહ .. આવો કમાલ તો ર.પા. ને હાથે જ થઈ શકે !!!

  2. કુણાલ said,

    January 14, 2009 @ 1:53 AM

    લયસ્તરો, લયસ્તરો ટીમ અને સૌ મિત્રોને ઉત્તરાયણની ખુબ ખુબ શુભેચ્છાઓ… હું તો ઓફીસમાં બેઠો છું તો મારા વતી પણ પતંગ ચગાવી લેજો અને તલના લાડુ-ચીકી ખાઈ લેજો… !! 🙂

  3. kirankumar chauhan said,

    January 14, 2009 @ 8:57 AM

    ahi kaipo e mahtvanu chhe.kapayo nathi e aanandni vaat chhe. aa suxm hakaratmakta pan ahi jova male chhe.

  4. ઊર્મિ said,

    January 14, 2009 @ 9:22 AM

    મસ્ત મજાનું સંવાદિત કાવ્ય… મજા પડી ગઈ… વાર્તાની જેમ છેલ્લે શું કહેશેની રહેલી ઈન્તઝારીનો અંત પણ મજા આપીને બોલાવી ગયો કે… “કા-ઈ-પો….!!”

  5. pragnaju said,

    January 14, 2009 @ 11:23 AM

    ‘પ્રામાણિકપણે સગર્જન નિનાદ કરો’
    ‘શું ?’
    ‘કાઈપો !’
    વાહ્

  6. ડો.મહેશ રાવલ said,

    January 14, 2009 @ 1:03 PM

    કોણે કહ્યું ર.પા. માત્ર ગીત કવિ છે ? શબ્દ,અભિવ્યક્તિ,લય,છંદ અને ભાવ બધું જ આ છ અક્ષરના નામની કલમના ઈશારે અર્થને અનુસરતાં હોય એવું લાગ્યા કરે છે………
    સલામ, એ ગુજરાતી ભાષાના મોંઘેરાં રતનને…..

  7. ધવલ said,

    January 14, 2009 @ 4:06 PM

    રોક્યા ન રોકાય એવા, અવિરત વહેતા સમયની સામે ય હુંકાર કરીને આપણે અસ્તિત્વને ઉજવી જ લેવું !

    દિવસના જવાની વાત પરથી મુકુલભાઈનો શેર યાદ આવે છે.

    જે સહજ રીત થી એની મેળે ગયો
    એ દિવસ સહુ કહે છે કે એળે ગયો.

  8. shriya said,

    January 14, 2009 @ 5:25 PM

    સરસ વાત કરી છે કવિએ અહીં..

    ‘પ્રામાણિકપણે સગર્જન નિનાદ કરો’
    ‘શું ?’
    ‘કાઈપો !’….

  9. Pinki said,

    January 14, 2009 @ 11:27 PM

    ………………..

  10. P Shah said,

    January 21, 2009 @ 12:28 AM

    ખૂબ જ સુંદર અછાંદસ કવિતા !
    વાહ !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment