સસાશીંગનું વહાણ જ કર્યું, મૃગતૃષ્ણામાં જઈને તર્યું;
વંધ્યાસુત બે વા’ણે ચઢ્યા, ખપુષ્પ વસાણાં ભર્યાં;
જેવી શેખસલીની ચાલી કથા, અખા હમણાં ને આગળ એવા હતા.
- અખો

ગઝલ – અંકિત ત્રિવેદી

Ankit Trivedi_darpan nu bimb kaam koi aavshe nahi

(અંકિત ત્રિવેદીના હસ્તાક્ષરમાં એક ગઝલ ‘લયસ્તરો’ માટે)

*

દર્પણનું બિંબ કામ કોઈ આવશે નહીં,
સરનામું પૂછશો નહીં, બતાવશે નહીં

પગલીને મારી ભૂંસવા જ હું મળ્યો તને,
તારી ગલીને એ હવે સજાવશે નહીં.

તું પણ બનીને દોસ્ત છો ને આવતો ખુદા,
તું પણ જરૂર હશે ને ત્યારે આવશે નહીં

લાચાર ક્ષણ હશે અને હસાવતી હશે,
સામે ઊભી હશે અને લખાવશે નહીં.

આ શ્વાસ બ્હાર નીકળીને કહી રહ્યાં મને,
ક્યારેક બ્હાર આવવાનું ફાવશે નહીં.

– અંકિત ત્રિવેદી

જીવનમાં જે આભાસ છે એ કદી કામ લાગતો નથી. ખુલ્લી આંખના સ્વપ્નાં, મૃગજળ પાછળની દોડ કે અરીસાનું બિંબ- વાસ્તવમાં આ કશું ખપ લાગતું નથી એવા નક્કર સંદેશા સાથે ઊઘડતી આ ગઝલ અ.ત્રિ.ના મૂળભૂત મિજાજને સાંગોપાંગ જાળવી રાખે છે. ઈશ્વર અને દોસ્તની સરખામણી કરી બંનેની ઠેકડી ઊડાડતો શેર પણ સરસ થયો છે પણ છેલ્લા બે શેર વધુ ગમી જાય એવા છે…

16 Comments »

  1. Hemant said,

    March 7, 2009 @ 2:28 AM

    ખુબ જ સરસ……

  2. Hemant said,

    March 7, 2009 @ 2:46 AM

    લયસ્તરોના ચાહકો માટે મારા તરફથી પ્રથમ રચનાઃ

    એકલી અટૂલી રાતને જઇ પૂછ્યુ મેં તારાથી રહેવાય છે કેમ?
    હસતા ચહેરે ભીની આંખોથી તે બોલી શું તને પણ થયો છે પ્રેમ?

    આંખો ખોલી તો લાગ્યું સામે ઊભી છે તું, સોનેરી મળ્યું આકાશ;
    આંખો મીચીં તો મળી નિર્જન ને વિહવળ સૂની એક ઘેઘૂર અમાસ,

    સાથે વિતાવેલી પળોની યાદ લઇ તે વરસે છે વાદળની જેમ,
    હસતા ચહેરે ભીની આંખોથી તે બોલી શું તને પણ થયો છે પ્રેમ?

    આઠેય પ્રહર દિલમાં સૂસવાતી દર્દની એક લહેરખી આપણી;
    એકાંતને ઓળગોળ ઓઢી ચાલ કરીએ વિરહની આગમાં તાપણી,

    આપીશ આકાર એને તારા જ રૂપનો કે હવે પીગળે છે હૈયાનું હેમ,
    હસતા ચહેરે ભીની આંખોથી તે બોલી શું તને પણ થયો છે પ્રેમ?

    હેમંત.

  3. Hemant said,

    March 7, 2009 @ 2:50 AM

    આંખો મીચીં તો લાગ્યું સામે ઊભી છે તું, સોનેરી મળ્યું આકાશ;
    આંખો ખોલી તો મળી નિર્જન ને વિહવળ સૂની એક ઘેઘૂર અમાસ,

  4. RAMESH K. MEHTA said,

    March 7, 2009 @ 3:09 AM

    ધિમા અને મક્કમ પગલે સહિત્ય જગતમા ઉઘડતુ નવુ નામ એટ્લે અન્કિત ત્રિવેદિ.

  5. KIRANKUMAR CHAUHAN said,

    March 7, 2009 @ 4:02 AM

    શેરીઅતથી ભરપૂર ખૂબ સુંદર ગઝલ. છેલ્લો શેર તો અદભુત.

  6. kantilalkallaiwalla said,

    March 7, 2009 @ 5:15 AM

    As far as Ghazal is concerned it is worth of praize. But what said about God is little bit shows no trust in God., which I do not agree. Geeta Ga ane govindne gan nahi, hari tane kayanthi male, prabhu tane kayanthi fale. Parthana kar ane Parth na ban to hari tane kayanthi male, prabhu tane kayanthi fale.

  7. pragnaju said,

    March 7, 2009 @ 8:23 AM

    દર્પણનું બિંબ કામ કોઈ આવશે નહીં,
    સરનામું પૂછશો નહીં, બતાવશે નહીં
    સુંદર- આ ભાવે પણ ઈશ્વરને યાદ કરવા તે પહેલું સોપાન છે.
    કેટલાક ક્ષણિક આવેશ કે ઉશ્કેરાટને વશ થઈને કહે
    લાચાર ક્ષણ હશે અને હસાવતી હશે,
    સામે ઊભી હશે અને લખાવશે નહીં.
    પણ આ ભાવ પણ સતત અને અનન્ય બને
    તો ઈશ્વરનો સહજ થાય

  8. Natver Mehta,Lake Hopatcong, NJ, USA said,

    March 7, 2009 @ 9:11 AM

    અંકિત એટલે અંકિત.
    અહિં યુએસ આવ્યા હતા ત્યારે ગુજરાત દર્પણના કાર્યાલયમાં રૂબરૂ થયા હતા. શ્બ્દોનો રાજા. સરળતાનો સ્વામી. અને ગઝલોનોએ જાદુગર.

    દર્પણના પ્રતિબિંબને કંઈ ન પુંછ
    આંસુઓને સાચવ તું એને ન લુંછ

  9. ધવલ said,

    March 7, 2009 @ 9:21 AM

    આ શ્વાસ બ્હાર નીકળીને કહી રહ્યાં મને,
    ક્યારેક બ્હાર આવવાનું ફાવશે નહીં.

    બહુ સરસ !

  10. Shefali said,

    March 7, 2009 @ 9:56 AM

    That was very, very nice. I love the connection between the streets and the poet’s despair; it makes this a concrete experience, recognizable and easy to relate to.
    very, very nice.

  11. Gaurang Thaker said,

    March 7, 2009 @ 1:35 PM

    વાહ કવિ વાહ……
    આ શ્વાસ બ્હાર નીકળીને કહી રહ્યાં મને,
    ક્યારેક બ્હાર આવવાનું ફાવશે નહીં.

  12. Ramesh Patel said,

    March 7, 2009 @ 11:04 PM

    દર્પણનું બિંબ કામ કોઈ આવશે નહીં,
    સરનામું પૂછશો નહીં, બતાવશે નહીં

    સચોટ અને સોંસરવી ગમી જાય તેવી ગઝલ.

    રમેશ પટેલ(આકાશદીપ)

  13. mahesh dalal said,

    March 8, 2009 @ 5:59 AM

    વાહ્ ભાઈ .. ગઝલ નો પમરાટ . તમારૂ જ્ નામ ગ મી ગઈ….

  14. pradip sheth said,

    March 8, 2009 @ 7:15 AM

    ખૂબસુરત ગઝલ ….

    એક એક શેર કાબિલેદાદ છે.

    અમસ્તુય અંકિત ત્રિવેદીની રચનાનું સૌંદર્ય બેમિસાલ હોય છેજ…

  15. Sapana said,

    March 8, 2009 @ 1:44 PM

    ખુબજ સરસ!

    તારા વગર કોઇ રસ્તો બતાવશે નહી,
    તુ દિવો લઇને સાથે આવશે નહી.

    સપના

  16. urvashi parekh said,

    March 10, 2009 @ 6:37 PM

    આ શ્વાસ બહાર નિકળી ને કહી રહ્યા મને,
    ક્યારેક બહાર આવવાનુ ફાવશે નહી.
    સરસ…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment