સળગતો શબ્દ પણ પીંખાયલા પરિવાર જેવો છું,
મને ના વાંચ, હું ગઇકાલ ના અખબાર જેવો છું.
ગની દહીંવાલા

ગઝલ – પ્રણવ પંડ્યા

ગઝલની વેલથી ચૂટ્યાં છે પ્રાસનાં ફૂલો,
કહો, સ્વીકારશો દેવી આ દાસનાં ફૂલો ?

કશુંક કોળવામાં સૂર્ય ક્યાં જરૂરી છે ?
ફૂટ્યાં છે કોડિયાને કૈં ઉજાસનાં ફૂલો.

સ્મરણના ભેજથી લીલો રહું છું, પૂરતું છે,
તમે નિહાળ્યાં છે વગડામાં ઘાસનાં ફૂલો ?

તમારી હાજરીમાં હું ખીલી ખીલી જાતો,
વસંતમાં જ ખીલે છે પલાશનાં ફૂલો.

તમારા હાથમાં અત્તરની શીશી ભાળીને,
થયાં હતાશ બધાં આસપાસનાં ફૂલો.

આ મૃત્યુ એક એવી મૂર્તિ છે કે જેના પર,
આ આખી જિંદગી ધરવાનાં શ્વાસનાં ફૂલો.

-પ્રણવ પંડ્યા

અમરેલીના કવિ પ્રાસના ફૂલોની ગઝલમાળા લઈને આવ્યા છે અને ભાષાની દેવીને ઈજન આપે છે. જીવનના બધા અંધારા કંઈ સૂરજથી દૂર થતા નથી. એકાદું કોડિયું પણ ક્યારેક પૂરતું નીવડતું હોય છે. અને ઘાસ જેવું નિસ્પૃહી વ્યક્તિત્વ તો સ્મરણના ભેજ માત્રથી પણ લીલુંછમ રહી શકે છે. પ્રિયપાત્રની હાજરીનું જળ કંઈ એના માટે અનિવાર્ય નથી… પણ હા, એમની હાજરી નિઃશંક વસંત સમાન છે કેમકે એમની હાજરીમાં કવિ માત્ર ખીલતાં નથી, ખીલી ખીલી ઊઠે છે!

9 Comments »

  1. kantilalkallaiwalla said,

    December 28, 2008 @ 2:14 AM

    jaroor savikarshe devi tamara arpela pushpo(Ha, hase jo e ahamna attar vala kagjana phoolo-ni badle sunder suvashit dilni vadima ugela). Prabhuna namana pushpo parovi kavyamala tu. prabhuni pyari greevama pahravi premthi deje-Balasanker Kantharia.

  2. ડો.મહેશ રાવલ said,

    December 28, 2008 @ 3:54 AM

    ફૂલ જેવી જ લાગણીઓ લઈને આવેલાં આ પાંગરતી પેઢીના પાંગરતાં અને પુલકિત કવિનું હર્દિક સ્વાગત છે…..
    રચના પણ સુંદર છે ફૂલના અર્થપૂર્ણ અસ્તિત્વસમ .

  3. KAVI said,

    December 28, 2008 @ 8:54 AM

    પણ આ કવિ હવે રાજકોટના છે હો

  4. pragnaju said,

    December 28, 2008 @ 10:25 AM

    તમારા હાથમાં અત્તરની શીશી ભાળીને,
    થયાં હતાશ બધાં આસપાસનાં ફૂલો.
    આ મૃત્યુ એક એવી મૂર્તિ છે કે જેના પર,
    આ આખી જિંદગી ધરવાનાં શ્વાસનાં ફૂલો.
    વાહ

    ફૂલમાં ડંખો કદી કયારેક કાંટામાં સુવાસ
    લાગણીની આ રમત આદમથી શેખાદમ સુધી.

  5. preetam lakhlani said,

    December 28, 2008 @ 1:37 PM

    કવિ ક્યાનો ચે શુ લેવા દેવા, ધવલ ભાઈ આપણે તો કવિતા થી કામ કેમ ખરુને ?. બાકિ આજ ના શુભ દીવશે ધવલ ભૈ, તમને જન્મ દિન મુબારક્…..

  6. Mansi Shah said,

    December 29, 2008 @ 12:54 AM

    આજે ધવલભાઈનો જન્મદિવસ છે!!!??

    Wish you a very happy birthday Dhavalbhai.

  7. Mansi Shah said,

    December 29, 2008 @ 12:56 AM

    Oh Sorry!

    Dhavalbhai’s B’day was Y’day. Belated Happy Birthday!

  8. GAURANG THAKER said,

    January 1, 2009 @ 11:34 PM

    વાહ કવિ વાહ….સરસ ગઝલ

  9. yogesh pandya said,

    May 12, 2010 @ 11:57 AM

    ક્યા બાત હે veri good

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment