એવું મિલન ન ભાગ્યમાં ‘આદમ’ કદી મળે,
એને મળું અને ગળે લાગી શકાય ના.

શેખાદમ આબુવાલા

ગઝલ – હેમેન શાહ

રસ્તે રસ્તે શઠ ઊભા છે
મંદિર, મસ્જિદ, મઠ ઊભાં છે.

પાણી લઈને હઠ, ઊભાં છે
ખેતર સૂકાં ભઠ ઊભાં છે.

કાચાં, લીલાં પાન ખરે છે,
ઠૂઠાં સાવ જરઠ ઊભાં છે.

કોઈ ફરકતું ચકલું ક્યાં છે ?
લોકો હકડેઠઠ ઊભા છે.

પ્રશ્ન હજી તો એક જ ઊકલ્યો,
ત્રણસો તે ચોસઠ ઊભા છે.

-હેમેન શાહ

ઈશ્વર અને ધર્મના નામે બિલાડીના ટોપની જેમ ફાટી નીકળતા ધર્મસ્થાનોને સીધેસીધી ભાષામાં ધૂતારા કહી રોકડું પરખાવી દેતો મત્લાનો શેર મને ખૂબ ગમે છે. પાણીનું હઠ લઈને ઊભા રહેવું અને ખેતરનું સૂક્કુંભઠ રહી જવું એ શેરમાં પણ દૃશ્યચિત્રની પેલે પારનું કલ્પન નજરે ચડે છે. આ પાણી લાગણીનું, પ્રેમનું હોઈ શકે. હઠ અહમની હોઈ શકે અને પરિણામે સૂકી રહી જતી જિંદગીનું ખેતર પણ કવિને અભિપ્રેત હોઈ શકે…

12 Comments »

  1. pragnaju said,

    October 19, 2008 @ 9:42 AM

    કાચાં, લીલાં પાન ખરે છે,
    ઠૂઠાં સાવ જરઠ ઊભાં છે.

    કોઈ ફરકતું ચકલું ક્યાં છે ?
    લોકો હકડેઠઠ ઊભા છે.
    કેવી સુંદર અભીવ્યક્તી!

  2. ડૉ. મહેશ રાવલ said,

    October 19, 2008 @ 12:39 PM

    પ્રથમ તો કાફિયાની પસંદગી અને જે રીતે નિભાવાયો છે, એ કૌશલ્યને દાદ દેવી ઘટે…….
    અને બીજું,
    દાંત કચકચાવીને કોઇના ગાલે તમાચો ઝીંકી દીધા પછી આંગળાની ઉપસી આવેલી છાપ જેવી લાગી એક-એક પંક્તિઓ…….
    આવી હિંમતશાળી કલમ,સમાજમાં વ્યાપ્ત દુષણોના ગાલ ‘રાતા’ કરી શકે…….!
    કવિશ્રી અને કલમ બન્નેની સભાન,સતર્ક અને સક્ષમતાને વંદન.

  3. sudhir patel said,

    October 19, 2008 @ 7:27 PM

    બહોત ખૂબ, હેમેનભાઈ!
    ‘સૂકાં ભઠ’ અને ‘જરઠ’ જેવાં લઠ કાફિયાઓને અર્થપૂર્ણ યોજવા બદલ અભિનંદન!
    સુધીર પટેલ.

  4. ધવલ said,

    October 19, 2008 @ 9:14 PM

    પ્રશ્ન હજી તો એક જ ઊકલ્યો,
    ત્રણસો તે ચોસઠ ઊભા છે.

    સરસ !

  5. preetam lakhlani said,

    October 20, 2008 @ 8:59 AM

    પ્રિય હેમન્ તારી ગઝલ વાચી ખુશ થયો….વધારે શુ લખુ, બિજા માટૅ પણ કેહી રહેવા દઉ, બહુજ સરસ ગઝલ લાગિ……..ધવલ ભૈ નો આભાર સુનદર ગઝ્લ માટૅ………

  6. uravshi parekh said,

    October 20, 2008 @ 9:43 AM

    કાચા લિલા પાન ખરે છે.
    ઠુઠા સાવ જરઠ ઉભા છે.
    સરસ…
    ઘણુ બધુ કહિ દિધુ.
    કેવુ કેવુ ના ધારેલુ થઈ શકે છે,

  7. uravshi parekh said,

    October 20, 2008 @ 9:50 AM

    મે પહેલા લખ્યુ,
    સબમિટ પણ થયુ,
    પણ પછિ ના દેખાણુ,
    એવુ કેમ?

  8. preetam lakhlani said,

    October 20, 2008 @ 12:30 PM

    ભાઈ, ઉર્વિશ્…એમા આટ્લુ બધુ રોવાનુ શુ ? આજે નહી તો કાલે દેખાશે….બધુ સમય પર મુકી દોસ્

  9. ઊર્મિ said,

    October 20, 2008 @ 7:48 PM

    પ્રથમવાર વાંચેલી ત્યારથી જ આ ગઝલ મને ઘણી પ્રિય થઈ ગઈ છે…!
    આના માટે તો હેમેનભાઈને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે…!

  10. Mansi Shah said,

    October 21, 2008 @ 6:50 AM

    very very very beautiful.

    પ્રશ્ન હજી તો એક જ ઊકલ્યો,
    ત્રણસો તે ચોસઠ ઊભા છે.

    seriously life is like that only.
    ek sandhe tya ter tute!

    Mansi

  11. રસ્તે રસ્તે શઠ ઊભા છે … ! | Girishparikh's Blog said,

    January 31, 2016 @ 6:58 PM

    […] monastery … ! Heman Shah હેમેન શાહની ગઝલની લીંકઃ layastaro.com/?p=1355   All writings of Girish Parikh posted on this blog (www.GirishParikh.wordpress.com), and […]

  12. અનિલ શાહ પુના said,

    March 12, 2021 @ 11:21 PM

    પરબ છે પાણી કંયા છે,
    તરસ છે પાણી કંયા છે,
    શબ્દો બસ આમજ રહ્યા,
    બોલવા છે વાણી ક્યાં છે,
    સુલભ ઘરોની આ રહી શ્રેણી,
    રહેવું છે માનવી ક્યાં છે,

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment