આકંઠ છલોછલ અંદર-બાહર દેહ-પ્રાણ રંગાયા છે,
તમે નથી પણ તમારા સ્મરણે થઈ રમમાણ રંગાયા છે.
વિવેક ટેલર

મુક્તક – દિલીપ રાવલ

ચાલો એક ઈચ્છા ખણી નાખીએ
અને એક મનને હણી નાખીએ
ફરી પાછી પીડા પ્રસવની ઊઠી છે
ફરીથી ગઝલને જણી નાખીએ

– દિલીપ રાવલ

6 Comments »

  1. dr.Nanavati said,

    October 16, 2008 @ 5:07 AM

    મૌન્ ને ગાંઠે ન હૈયું, ને ફુટે
    બે અધીરાઈની પાંખો વાતને…!!

    હોઠે આવેલી વાતને ખણીજ નાખવી
    જેથી પ્રસવ પીડા ઉપડે જ નહીં…

    સુંદર…..

  2. Shah Pravinchandra Kasturchand said,

    October 16, 2008 @ 7:15 AM

    જણી નાખવાનું આટલું બધું સરળ હશે એની જાણ આજે થઈ.
    ગત કાળ પરત આણવાનું સરળ હોત તો? એવી ઈચ્છા થઈ.

  3. pragnaju said,

    October 16, 2008 @ 9:22 AM

    સરસ મુક્તક
    ફરી પાછી પીડા પ્રસવની ઊઠી છે
    ફરીથી ગઝલને જણી નાખીએ
    યાદ આવી અમારા
    ડાંગની આદિવાસી બેન
    પ્રસવની પીડા ઉપડી
    ઝાડ નીચે સહજતાથી જણી ,
    આવી ટોપલામા
    બાળકી લઈને!

  4. preetam lakhlani said,

    October 16, 2008 @ 10:22 AM

    Hi Dilip, Dhaval make my beautiful day because after long time I read your and Udayan sher in same Blog, thanks to dhavl…….do not forget to say my hello to Udayan and Hemen shah

  5. ડૉ. મહેશ રાવલ said,

    October 16, 2008 @ 1:14 PM

    મુકતકમાં સુક્ષ્મરીતે સમાયેલો કટાક્ષ સોંસરો,આરપાર ઉતરી જાય એવો રદિફ-નાખીએ- માં વણાયેલો છે!!!!!
    મને એવું લાગ્યું..
    સુંદર,માર્મિક મુક્તક

  6. dr.ketan karia said,

    November 18, 2011 @ 7:45 AM

    મુક્તક … સુંદર , કલ્પન ખૂબ સુંદર

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment