સતત દોડવું જો સ્વીકાર્યું તો નક્કી,
તમે ઝાંઝવુંયે સ્વીકારી લીધું છે.
ભાવિન ગોપાણી

ભગવદ્ગોમંડલ ઓન-લાઈન : ગુજરાતી ભાષાની સૌથી મોટી ઐતિહાસિક ઘટના

વ્હાલા મિત્રો,

13 એપ્રિલ, 2008ના રોજ લયસ્તરો પર એક પોસ્ટ મૂકી હતી જેના ઢગલાબંધ મિશ્ર પ્રતિભાવો સાઈટ ઉપર અને ઈ-મેઈલ દ્વારા સાંપડ્યા હતા. પોસ્ટ હતી, “દાળભાતખાઉં ગુજરાતીપણાને ખુલ્લો પડકાર…“. વાત હતી ગુજરાતી ભાષાના મહાન જ્ઞાનકોશ ‘ભગવદ્ગોમંડલ’ના પુન: પ્રકાશન અંગેની અને માત્ર એક હજાર નકલો વેચવા માટે પડતી તકલીફની. (એક ખુશીની વાત જોકે એ પણ હતી કે આ પોસ્ટની સહાયથી કુલ્લે દસ નકલો (1%) વેચાવડાવવામાં હું સહાયભૂત બની શક્યો!) આ વાતને હજી પાંચ મહિના પણ માંડ થયા છે અને આ આખ્ખેઆખ્ખો ખજાનો ‘મફત’માં ઓન-લાઈન ઉપલબ્ધ થઈ ગયો છે. છાપેલા ચોપડાઓ માથે પડે એ હકીકતથી જ્ઞાત હોવા છતાં આવું મોટ્ટું સાહસ ખેડનાર પ્રવીણ પ્રકાશન ફરી ફરીને અભિનંદનના અધિકારી બને છે.

Bhagvadgomandal_cover page Bhagvadgomandal_back cover

મોટી ‘જમ્બો’ સાઈઝના નવ-નવ દળદાર ગ્રંથોના ૯૨૭૦ સુવર્ણ પૃષ્ઠોની વચ્ચે આશરે ૨,૮૧,૩૭૭ શબ્દોના ૫,૪૦,૪૫૫ જેટલા અર્થો અને બોનસમાં ૨૮,૧૫૬ જેટલા રૂઢિપ્રયોગો ધરાવતો આ મહાજ્ઞાનકોશ સ્કૅન કરીને ઓન-લાઈન ઉપલબ્ધ કરાયો છે જે કોઈ પણ શબ્દનો અર્થ તમારા ક્મ્પ્યુટરની એક જ ક્લિક્ પર ક્ષણાર્ધમાં શોધી આણે છે. જેમને યુનિકોડમાં ટાઈપ કરતાં ન ફાવે એમના માટે કી-બૉર્ડ પણ હાજર છે.ઈચ્છિત શબ્દને ટાઈપ કરી Exact word અથવા Anywhere in the word અથવા Start with the word આ ત્રણ વિકલ્પમાંથી કોઈ એક પસંદ કરી સર્ચ ક્લિક્ કરવાથી કી-બૉર્ડની નીચે એ શબ્દ લખાયેલો જોવા મળશે. એ શબ્દ પર ક્લિક્ કરવાથી એ શબ્દ જે પાનાં પર હશે એ આખું સ્કૅન કરેલું પાનું ખૂલશે અને તમને સતત આશ્ચર્યમાં રમમાણ રાખે એવા અર્થોની કદી ન જોઈ હોય એવી અને કદી ન વિચારી હોય એવી એક આખી દુનિયા તમારી સમક્ષ ઉઘડવા માંડશે….

તો મિત્રો, રાહ શાની જુઓ છો? કરવા માંડો ક્લિક્ ક્લિક્ ક્લિક્ :

http://bhagavadgomandalonline.com/

45 Comments »

  1. ninad adhyaru said,

    September 25, 2008 @ 12:49 AM

    હવે તો બ્રહ્મ લટકા કરશે બ્રહ્મ પાસે………!

  2. gopal h parekh said,

    September 25, 2008 @ 4:41 AM

    ભગીરથ કાર્ય થયું, કરનારા સૌ નામી-અનામીને વંદન, માગુર્જરીંને તો જાણે અન્નકૂટ પીરસાણો.

  3. nilam doshi said,

    September 25, 2008 @ 4:41 AM

    ઉમદા કાર્ય..અભિનંદનને પાત્ર..

  4. neetakotecha said,

    September 25, 2008 @ 5:11 AM

    ખુબ સરસ …
    અમારા લોકો જેવા માટે તો ખુબ જ કમની વસ્તુ છેં..વઢ ઓછી પડશે હવે અમને …
    ખુબ ખુબ આભાર

    http://aakroshh.blogspot.com/

    http://neeta-kotecha.blogspot.com/

    http://neeta-myown.blogspot.com/

  5. Pravin Shah said,

    September 25, 2008 @ 6:02 AM

    અતિ ઉમદા કાર્ય !
    સૌને, ખાસ કરીને પ્રવીણ પ્રકાશનને ખૂબ ખૂબ અભિનંદન !

  6. Shah Pravinchandra Kasturchand said,

    September 25, 2008 @ 7:25 AM

    વાહ ભાઈ વાહ!

  7. સુરેશ જાની said,

    September 25, 2008 @ 8:26 AM

    આભાર …
    ‘ગુજરાતી સારસ્વત પરિચય’ ઉપર પણ આ માહીતી સમાવી લીધી છે –
    http://sureshbjani.wordpress.com/web_info/

  8. Chirag Patel said,

    September 25, 2008 @ 8:37 AM

    ખુબ જ ખુશી થઈ. આભાર.

  9. pragnaju said,

    September 25, 2008 @ 8:49 AM

    આ આખ્ખેઆખ્ખો ખજાનો ‘મફત’માં ઓન-લાઈન ઉપલબ્ધ થઈ ગયો
    ખૂબ ઉમદા વાત
    ાભિનંદન શબ્દ નાનો પડે

  10. Tarun Patel said,

    September 25, 2008 @ 9:37 AM

    અતિ ઉમદા કાર્ય !
    સૌને, ખાસ કરીને પ્રવીણ પ્રકાશનને ખૂબ ખૂબ અભિનંદન !

    તરુણ

  11. bakulesh desai said,

    September 25, 2008 @ 9:56 AM

    golden times for GUJARATI lang. & litera….. such n ndless invaluable treasure… so near.. just a click away !!! let’s not lok back while e r goingthru this gold mine !!!!!

  12. Kishore Modi said,

    September 25, 2008 @ 10:53 AM

    મને જાનિ ખુબ આનન્દ થયો મારા દિલિ અભિનન્દન

  13. sudhir patel said,

    September 25, 2008 @ 11:28 AM

    કાલે જ જાણ થઈ અને મુલાકાત લીધી. અદભૂત કાર્ય થયું છે.
    પ્રવીણ પ્રકાશનને નત મસ્કતે અભિનંદન!
    સુધીર પટેલ.

  14. sudhir patel said,

    September 25, 2008 @ 11:29 AM

    કાલે જ જાણ થઈ અને મુલાકાત લીધી. અદભૂત કાર્ય થયું છે.
    પ્રવીણ પ્રકાશનને નત મસ્તકે અભિનંદન!
    સુધીર પટેલ.

  15. Jayshree said,

    September 25, 2008 @ 12:16 PM

    વાહ… ખરેખર એકદમ user friendly બની છે સાઇટ… હમણા જ થોડી વાર માટે જોઇ, અને ખરેખર મઝા આવી ગઇ.. ‘લય’ શબ્દ મળીને કુલ ૨૪ શબ્દો છે જે ‘લય’થી શરૂ થાય છે…

    અને ‘ટહુકો’ શબ્દના ૪ અલગ અલગ અર્થ થાય – જેમાં એક ‘મરચું મીઠું ભભરાવવું તે’ એવું પણ આવે…

    આ હા હા… ખરેખર પ્રવીણ પ્રકાશનને ખૂબ ખૂબ અભિનંદન..!!

  16. Pinki said,

    September 25, 2008 @ 12:16 PM

    ઉત્તમોઉત્તમ કાર્ય …….
    પ્રવિણ પ્રકાશનને ‘માત્ર’ અભિનંદન !!
    તેનું આ ઋણ તો કોઈ ગુજરાતી નહીં ઉતારી શકે.
    ભાષા, સાહિત્ય, સમાજની સેવા કરી ખૂબ પુણ્યશાળી બન્યું છે.
    બસ એનો ઉપયોગ કરી આપણી ભાષાને વધુ સમૃદ્ધ બનાવવાનો પ્રયત્ન કરીશું.

  17. mahesh Dalal said,

    September 25, 2008 @ 1:23 PM

    ધન્ય ધન્ય … પ્રવિન્ ભાઈ .. .. તમારા યત્ન્ સહુને પ્રેરના દાઈ બનો..
    આશા રાખી એ કે ગ્રન્થનો યાપક ઉપ્યોગ થાય્….

  18. ડો.મહેશ રાવલ said,

    September 25, 2008 @ 1:34 PM

    આ,શબ્દગીતા કહી શકાય એ દરજ્જાનો જ્ઞાનકોષ માત્ર શબ્દસાધકો કે સાહિત્યકારો જ નહીં પરંતુ,દરેક ગુજરાતીના ઘરમાં વારસાગતરીતે ઉપલબ્ધ હોવો જોઇએ !બીજા પરંપરાગત ગ્રંથોની જેમ એ પણ હાથવગો રહેવો જોઇએ…!
    તમે સાવ સાચું જ કહ્યું વિવેકભાઈ!
    છાપેલા ચોપડાઓ માથે પડે એ હકીકતથી જ્ઞાત હોવા છતાં આવું મોટ્ટું સાહસ ખેડનાર પ્રવીણ પ્રકાશન ફરી ફરીને અભિનંદનના અધિકારી બને છે.
    હું ૧૯૭૫થી પ્રવિણ પ્રકાશનના પરિચયમાં છું,રાજકોટમાં શ્રી મો.ચુ.ધામીના ઘેર એમને અવાર-નવાર મળવાનું થયું છે.કહેવાનું એ કે,તેઓ તપસ્વી બિઝનેસમેન છે………!

  19. પંચમ શુક્લ said,

    September 25, 2008 @ 1:50 PM

    આ માહિતી બદલ આભાર. આ અમૂલ્ય ગ્રંથ સુલભ કરનાર સહુને ધન્યવાદ. (ખાસ તો પ્રવીણ પ્રકાશન અને ગોપાલભાઈને)

    “A worthy and veritable Temple of Goddess of Learning and Literature.”

  20. Dhaval said,

    September 25, 2008 @ 1:54 PM

    I entered a draft version about ભગવદ્ગોમંડલ on Wikipedia. I invite all to add value of the contets here http://en.wikipedia.org/wiki/Bhagavadgomandal

    My intention is to inform rest of the world about this “Crown Jewel” of Gujarati.

  21. rajeshwari shukla said,

    September 25, 2008 @ 3:23 PM

    ખૂબ જ આન્ઁદના સમાચાર છે. આ મહાન કાર્ય માટે આભાર અને અનિન્ઁદન.

  22. Rajiv said,

    September 25, 2008 @ 10:44 PM

    ખુબ જ સુંદર કાર્ય… ખુબ જ ઉપયોગી સાહિત્ય…

  23. Mansuri Taha said,

    September 25, 2008 @ 10:50 PM

    માહિતી બદલ આભાર.
    પ્રવીણ પ્રકાશનને નત મસ્કતે અભિનંદન!
    ભાષા, સાહિત્ય, સમાજની સેવા કરી ખૂબ પુણ્યશાળી બન્યું છે.
    બસ એનો ઉપયોગ કરી આપણી ભાષાને વધુ સમૃદ્ધ બનાવવાનો પ્રયત્ન કરીશું.
    છાપેલા ચોપડાઓ માથે પડે એ હકીકતથી જ્ઞાત હોવા છતાં આવું મોટ્ટું સાહસ ખેડનાર પ્રવીણ પ્રકાશન ફરી ફરીને અભિનંદનના અધિકારી બને છે.

  24. Maheshchandra Naik said,

    September 25, 2008 @ 11:17 PM

    IMPOSSIBLE has been made POSSBLE & EASY to read GUJARATI with one click, PRAVIN PRAKASHAN AND Shri Pravinbhai Shri Gopalbhai will have BLESSINGS from ALL those who LOVE GUJARATI & GUJAARAT. Thanks Dr. Vivekbhai for valuable informations,

  25. Mukesh Joshi said,

    September 26, 2008 @ 12:30 AM

    After finding BagavadGomandal I am really happy to see it on net. many Many congratulations to Pravin Prakashan. I wish sincerly heartily…congratulation to all those who have taken part in it. thanks once again to you also vivekbhai

    Mukesh

  26. nirlep bhatt said,

    September 26, 2008 @ 1:48 AM

    gr8 job done…..congrets to Pravin Prakashan and big thanks to Dr. Vivekbhai

  27. અમિત પિસાવાડિયા said,

    September 26, 2008 @ 4:24 AM

    શ્રી ભગવદ્ગોમંડલ ના રચયેતા શ્રી ભગવતસિંહજી સંગ્રામસિંહજી જાડેજા એટલે શ્રી ગોંડલબાપુ નો પરિચય

    http://gujpratibha.wordpress.com/2006/07/31/gondal_bapu/

    ગોંડલ સ્ટેટનું રાજગીત … જે આજેય સરકારી બીલ્ડીંગોની દીવાલોમાં તાંબાના પતરે જડેલ છે…

    ગોંડલિયું ગોકુળ અમારું ગોંડલિયું ગોકુળ,
    નંદનવન અણમોલ –
    વૃંદાવન શાં ગામડા ગુંજે, સંસ્કારે સોહાય,
    ગોંદરે ગોંદરે શારદા મંદિર બાલવૃંદ વિલસાય.
    સારાયે સૌરાષ્ટ્રનું અંતર, ઇશ્વરે આ નિર્મેલ,
    નીર નિરંતર વહે અખંડિત, ગોરસ રસની રેલ.
    કૃષ્ણકૃપા છે કણ કણસલે મઘુવન મીઠાં વૃક્ષ,
    કુંજ નિકુંજ શાં ખેતર વાડી સુંવાળાં સુરક્ષ.
    રિદ્ધિ સિદ્ધિ શ્રી ભગવતની સુખ-શાંતિનાં રાજ્ય,
    પશુ પંખીજન ઝાડને પણ જ્યાં અભયનાં સામ્રાજ્ય.

  28. અમિત પિસાવાડિયા said,

    September 26, 2008 @ 4:26 AM

    પ્રવિણ પ્રેસ – શ્રી ગોપાલભાઇને અભિનંદન…

  29. Narendra Chauahan said,

    September 26, 2008 @ 4:53 AM

    અતિ ઉમદા કાર્ય !
    સૌને, ખાસ કરીને પ્રવીણ પ્રકાશનને ખૂબ ખૂબ અભિનંદન
    ઉત્તમોઉત્તમ કાર્ય …….
    તેનું આ ઋણ તો કોઈ ગુજરાતી નહીં ઉતારી શકે.
    ભાષા, સાહિત્ય, સમાજની સેવા કરી ખૂબ પુણ્યશાળી બન્યું છે.
    બસ એનો ઉપયોગ કરી આપણી ભાષાને વધુ સમૃદ્ધ બનાવવાનો પ્રયત્ન કરીશું.

    .Narendrasinh Chauhan
    scientist
    institute for plasma research
    Gandhinagar

  30. shraddha said,

    September 26, 2008 @ 5:21 AM

    thanku soooooooooooooooooooooooooooooooooooooooooooooooooooomuch, a person like me, this is a god`s gift 4 me.thanks

  31. Natver Mehta(Lake Hopatcong, NJ,USA) said,

    September 26, 2008 @ 7:30 AM

    આપણી ભાષા માટે અત્યાર સુધીમાં થયેલ સૌથી ઉમદા કાર્ય!!
    પ્રભુ સહુને આ ઉમદા કાર્ય માટે આશિર્વાદ આપે..
    હવે આપણે આ સેવાનો મહત્તમ ઉપયોગ કરીએ!!
    અમર રહો ગરવી ગુજરાતી !! ગરવો ગુજરાતી!!
    આ કાર્ય અમારા જેવાં પરદેશી માટે તો દેશ જવા જેવું જ થયું.
    ઉમદા ભાષા ભગીરથી વહેતી આવી મારે કોમ્પ્યુટરના સ્ક્રિને….મોનિટરે…છેક મારા ગરવા ગુજરાતથી રે…..લોલ….વાહ રે….!!
    કોને અભિનંદન આપું? ને કોને ધન્યવાદ કહું?
    પ્રવિણ પ્રકાશનને? મને?તમને?
    ના, ધન્યવાદ કહેવા જેવી આ વાત નથી!! આ તો ગર્વ લેવા જેવી વાત છે!! દરેક ગુજરાતી માટે…!!
    હા, અમે છીએ ગરવા ગુજરાતી!!
    ગુજરાતી ભાષા અમર રહો!!
    નટવર મહેતા

  32. ભાવના શુક્લ said,

    September 26, 2008 @ 10:48 AM

    મફતીયા ગુજરાતી બ્લોગો કહીને બ્લોગને અને બ્લોગના મુલાકાતીઓને અવગણનારાઓને માટે “ચાબખા” સમાન આ માહીતિ…
    પ્રવિણ પ્રકાશન ના ઋણી આપણે જીવનભરને રહેવાના.

  33. Yogesh & Vipul Shah- Vadodara said,

    September 26, 2008 @ 12:21 PM

    Thanks, it is a mircal in gujarati language,Such type of composition is a memorable યાવદ્ચંદ્દ્ દિવાકરો !

  34. Prabhulal Tataria said,

    September 26, 2008 @ 1:48 PM

    ડૉક્ટર સાહેબ
    આનંદના મહાસાગરની એક ઊચીં લહેર જેવા સમાચાર વાંચી જે આનંદ થયો એ વ્યક્ત
    કરી શકવા અસમર્થ છું.બીન ગુજરાતી આપણને “દાળભાત ખાઉ ગુજરાતી” કહી વખોડી ભલે
    આત્મસંતોષ પામતા હોય તેથી
    શું? અમારા પડોશમાં રહેતા એક વૃધ્ધ માજી કહેતા દિકરા એક વાત હંમેશ યાદ
    રાખજે કે,કોઇ ગાળ આપે તેથી ક્યારે ગુંમડા નથી થતાં .એકલા પ્રારબ્ધથી કંઇ નથી
    થતું એના સાથે પુરૂસાર્થ પણ
    એટલો જ જરૂરી છે જેના સમનવયથી જ “મુકં કરોતી વાચાલં,પંગુ લંગયતી ગિરિમ્”
    સાર્થક થાય જેના ફળસ્વરૂપ જ પ્રવિણ પ્રકશનનું આટલું મોટું સાહસ પાર
    પડ્યું.એ પ્રકાશન પાર પાડવા જેમણે
    પણ પુરૂસાર્થ કરેલ છે એ હરેક વ્યક્તિ પણ ખુબ ધન્યવાદને પાત્ર છે જે આ
    સાહસના નેપથ્યમાં છે.
    ફરી “પ્રવિણ પ્રકાશન”ને કોટી કોટી અભિનંદન

  35. Kishore Modi said,

    September 26, 2008 @ 6:00 PM

    ખુબ સરસ કામ થયુ મઝા આવિ અભિનન્દન

  36. ડૉ. મહેશ રાવલ said,

    September 27, 2008 @ 12:35 PM

    સુંદર અહેવાલથી,સદેહે કાર્યક્રમ માણતા હોય એવી ઉત્તેજના વ્યાપી ગઈ….
    એ બધા જ કવિઓના એક એક શેરને બિરદાવતી તાળીઓના પડઘા અનુભવી શકાય એટલું અને એવું સર્વાંગ નિરૂપણ કાબિલ-એ-દાદ થયું છે…..
    સમગ્ર કાર્યક્રમમાં સહભાગી,અદના થી અદકેરી તમામ શખ્શિયતને સો સો સલામ….રઈશભાઈ/..વિવેકભાઈ..!
    આભાર, લયસ્તરો…..

  37. Gaurav said,

    September 27, 2008 @ 4:00 PM

    You (Pravin Prakashan) had made not only road but also way for some seekers….

  38. અખિલ સુતરીઆ said,

    September 28, 2008 @ 11:45 PM

    …. શબ્દો જ નથી જડતા .. કે શું કહું … શુ લખું … આનંદ વ્યક્ત કરવા શબ્દોની યે આજે તુટ પડી ..

  39. Jina said,

    September 30, 2008 @ 3:14 AM

    શબ્દો નથી એ વર્ણવવા કે આપણે ગુજરાતીઓ કેટલાં ઋણી રહીશું આ મહાન દેનના….

  40. Virendra Bhatt said,

    September 30, 2008 @ 6:42 AM

    પ્રકાશકનો પ્રકાશ ખુબ જ અજવાળા પાથરશે. ગુજરાતિ વાન્ગ્મયની શોભા વધી.

  41. Mukund Desai-"MADAD" said,

    September 30, 2008 @ 9:08 AM

    અણમોલ કાર્ય

  42. Rabadiya Nilesh R. "Surat" said,

    April 12, 2009 @ 12:16 AM

    Great,mind blowing Excellent work.

  43. Harshavadan said,

    October 20, 2010 @ 2:34 AM

    anand anand anand………….

  44. dineshtilva said,

    February 15, 2012 @ 8:14 AM

    આ પુસ્તક / ગ્રંથ ના ટાઈટલ મારા બનાવેલ છે..

  45. વિવેક said,

    February 16, 2012 @ 12:15 AM

    આભાર, દિનેશભાઈ…
    અદભુત કાર્ય કર્યું છે આપે !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment