આયનામાં તું તને દેખે અને,
થાય એવું હું તને વચમાં નડું.
ભાવિન ગોપાણી

ગઝલ – અનિલ ચાવડા

એક મોજું એ રીતે અથડાય છે,
સ્વપ્નમાં સૌ વ્હાણ ડૂબી જાય છે.

આ દિવસ ક્યારેય પણ ઊગતો નથી,
રાતનો ખાલી કલર બદલાય છે.

આમ કરતાં આમ કર્યું હોત તો ?
એ બધું વીત્યા પછી સમજાય છે.

તોડવું કઈ રીતથી પેન્સિલ પણું ?
શ્વાસ જન્મે ને તરત બટકાય છે.

માત્ર હું દીવાસળી બોલું અને-
ચોતરફથી આગ લાગી જાય છે.

-અનિલ ચાવડા

જીવનમાં સોમાંથી નવ્વાણુંવાર આપણને વિચાર આવતો હોય છે કે અરેરેરે… આના બદલે આમ કર્યું હોત તો સારું થાત… આમ બોલાઈ ગયું એના બદલે કદાચ આમ બોલ્યો હોત તો સારું થાત… દોઢસો રૂપિયા નક્કામા કહી દીધા…સો કહ્યા હોત તો પણ એ આપી જ દેવાનો હતો…રાંડ્યા પછીનું ડહાપણ દરેકને સૂઝતું જ હોય છે. અનિલ કેવી સહજતાથી આટલી સર્વસામાન્ય વાતને અસામાન્ય કવિતાનું રૂપ આપી દે છે! વળી શ્વાસને પેન્સિલની બટકી જતી અણી સાથે સરખાવી કવિ બટકી ન શકે એવો ગંભીર વિચાર લઈને આવે છે. શ્વાસ તો જે ઘડીએ લઈએ એ જ ઘડીએ નાશ પામવા સર્જાયો છે. એ લેવાયો નથી કે પાછો મૂકવાનું કામ અનાયાસ થઈ જાય છે. આપણી જિંદગી પણ જે ક્ષણે શરૂ થાય છે એ જ ક્ષણે એનો અંત પણ નિશ્ચિત જ થઈ જાય છે. જીવનની આ ક્ષણભંગુરતાને શી રીતે શાશ્વત કરવી? કવિ કોઈ ઉકેલ લઈને નથી આવ્યા. કવિ માત્ર પ્રશ્ન લઈને આવ્યા છે અને એ પ્રસ્તુત પણ છે કેમકે આપણા વ્હાણો સ્વપ્નમાં જ ડૂબતા રહે છે. આપણી પાસે પ્રશ્ન પૂછવાનો અવકાશ પણ નથી. આપણા જીવનમાં ક્યારેય સવાર થતું જ નથી. માત્ર રાત્રિનો રંગ જ બદલાતો હોય છે જેને આપણે સવાર ગણીને જાતને છેતરતા રહીએ છીએ. પણ ખરું અજવાળું તો આપણે આપણા પેન્સિલપણાંને સમજીને અનહદ સાથે સૂર સાધીશું પછી જ થવાનું છે…

13 Comments »

  1. ninad adhyaru said,

    September 11, 2008 @ 4:47 AM

    ભાઈ ! એનુ નામજ અનુભવ !

    અને જ્યા ન પહોચે અનુભવિ, ત્યા પહોચે ઈ

    કવિ !!!!!!!!!!!!!!!!

    લયસ્તરો પર આવિજ તર્ર્રો તાઝા ગઝલો મુક્તા રહો !

  2. pragnaju said,

    September 11, 2008 @ 9:07 AM

    આમ કરતાં આમ કર્યું હોત તો ?
    એ બધું વીત્યા પછી સમજાય છે.
    સરસ
    યાદ આવે છે-
    न था कुछ तो ख़ुदा था कुछ न होता तो ख़ुदा होता
    डुबोया मुझ को होने ने न होता मैं तो क्‌या होता
    हुआ जब ग़म से यूं बे-हिस तो ग़म क्‌या सर के कट्‌ने का
    न होता गर जुदा तन से तो ज़ानू पर धरा होता
    हुई मुद्‌दत कि ग़ालिब मर गया पर याद आता है
    वह हर इक बात पर कह्‌ना कि यूं होता तो क्‌या होता

  3. Pinki said,

    September 11, 2008 @ 9:29 AM

    સર્વાંગસુંદર ગઝલ….

    શબ્દોને કાગળ પર ખૂબ જ સહજતાથી ઉતારનાર અનિલ
    આમ ઓછાબોલો …. કદાચ બધું કામ કલમથી જ ચલાવી લે છે.

  4. ડો.મહેશ રાવલ said,

    September 11, 2008 @ 1:42 PM

    સાવ સહજ અને સરળ શબ્દોમાં સામાન્યતાથી,અસામાન્ય વાત કહીજાય એ ગઝલ…….!
    ભાઈ અનિલ, એ દીશામાં અગ્રેસર થઈરહ્યો છે….-અભિનંદન.

  5. પ્રતિક ચૌધરી said,

    September 12, 2008 @ 11:25 AM

    વાહ! સુંદર ગઝલ.

    માત્ર હું દીવાસળી બોલું અને-
    ચોતરફથી આગ લાગી જાય છે.

    ……. અદભુત

  6. kavita Maurya said,

    September 12, 2008 @ 3:47 PM

    આ દિવસ ક્યારેય પણ ઊગતો નથી,
    રાતનો ખાલી કલર બદલાય છે.

    આમ કરતાં આમ કર્યું હોત તો ?
    એ બધું વીત્યા પછી સમજાય છે.

    સુંદર શેર………………….!

  7. ધવલ said,

    September 12, 2008 @ 9:51 PM

    આ દિવસ ક્યારેય પણ ઊગતો નથી,
    રાતનો ખાલી કલર બદલાય છે.

    – ઉત્તમ શેર !

  8. SURESH said,

    September 13, 2008 @ 12:53 AM

    VERY NICE GAZAL….
    ANIL CHAVDA
    BEST POET…
    AA DIVAS KYAYRAY PAN UGTO NAYHI
    RAATNO KHALI KALAR BADLAY CHHE…

  9. BHINASH said,

    September 14, 2008 @ 7:13 AM

    Good………dear…………very nice……….

  10. Lata Hirani said,

    September 14, 2008 @ 12:35 PM

    ખૂબ સરસ રચના…

    આ દિવસ ક્યારેય પણ ઊગતો નથી,
    રાતનો ખાલી કલર બદલાય છે.

  11. મન્સૂરી તાહા said,

    September 19, 2008 @ 11:58 PM

    બહોત ખુબ . . .
    keep it up Anil…

  12. PIYUSH M. SARADVA said,

    November 25, 2009 @ 7:10 AM

    ખૂબ જ સરસ ગઝલ .

  13. ABHIIJEET PANDYA said,

    August 17, 2010 @ 5:02 AM

    સરસ રચના.

    આમ કરતાં આમ કર્યું હોત તો ?
    એ બધું વીત્યા પછી સમજાય છે.

    ” આમ કરતાં આમ કર્યું ” માં ” કર્યું ” લ ગા થતું જોવા મળે છે જ્યાં ગા ગામાં બંધબેસતો શબ્દ હોવો
    જોઇએ. છંદ દોષ સુધારવા વિનંતિ.

    અભિજીત પંડ્યા. ( ભાવનગર ).

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment