ચોઘડિયાંઓ જોતો રહેશે, માણસ તોયે રોતો રહેશે.
સુખનો સૂરજ ઊગે તોયે, દુઃખનો ડુંગર મોટો રહેશે.
ઉર્વિ પંચાલ 'ઉરુ'

ગઝલ – કૈલાશ પંડિત

ચમન તુજને સુમન મારી જ માફક છેતરી જાશે,
પ્રથમ એ પ્યાર કરશે ને પછી ઝખ્મો ધરી જાશે.

અનુભવ ખુબ દુનિયાના લઈને હુ ઘડાયો’તો,
ખબર નહોતી તમારી આંખ મુજને છેતરી જાશે.

ભરેલો જામ મેં ઢોળી દીધો’તો એવા આશયથી,
હશે જો લાગણી એના દિલે પાછો ભરી જાશે.

ફના થાવાને આવ્યો’તો પરંતુ એ ખબર નહોતી,
કે મુજને બાળવા પહેલા સ્વયં દીપક ઠરી જાશે.

મરણને બાદ પણ ‘કૈલાસ’ને બસ રાખજો એમ જ,
કફન ઓઢાડવાથી લાશની શોભા મરી જાશે.

– કૈલાસ પંડિત

આજે કૈલાસ પંડિતની એક ખૂબ જાણીતી ગઝલ… બસ એમ જ ધીમે ધીમે મમળાવીએ…

21 Comments »

 1. Jina said,

  June 11, 2009 @ 1:38 am

  અરે વાહ! મજા આવી ગઈ… ઘણાં વખતે આ ગઝલ માણવા મળી…

 2. P Shah said,

  June 11, 2009 @ 2:39 am

  ભરેલો જામ મેં ઢોળી દીધો’તો એવા આશયથી,
  હશે જો લાગણી એના દિલે પાછો ભરી જાશે.

  આ શેર ખૂબ ગમ્યો.

 3. Pragna said,

  June 11, 2009 @ 3:35 am

  વાહ ! કૈલાશ પંડિત એટલે કૈલાશ પંડિત ……….

  મરણને બાદ પણ ‘કૈલાસ’ને બસ રાખજો એમ જ,
  કફન ઓઢાડવાથી લાશની શોભા મરી જાશે.

  પ્રજ્ઞા.

 4. sapana said,

  June 11, 2009 @ 7:49 am

  સરસ ગઝલ.
  આ પંક્તિઓ અસરકારક છે.
  મરણને બાદ પણ ‘કૈલાસ’ને બસ રાખજો એમ જ,
  કફન ઓઢાડવાથી લાશની શોભા મરી જાશે.
  સપના

 5. preetam lakhlani said,

  June 11, 2009 @ 8:18 am

  kailash bhai, જયા પણ હશે ત્યા ઈસ્કનો બદો હશે, આ ગઝલ અને kailash pandit સાથે મારા ધણા અંગત relations વણાયલે આ છે, જે મે મારી કિતાબ સુગધની પરબમા લખપા છે, આજે કવિતાને નામે મેં જે બે ચાર આડા ઊભા લીટા ક્રયા છે એ kailash bhai ને આભારી છે…… kailash pandit નો હુ બહુજ્ આભારી છુ, આ ગઝલ વિશે જેટલુ લખાય એટલુ ઓછુ પડશે.. kailash bhai, સવાઈ ગુજરાતી હતા, જેણે પોતાની આખી જાત ગુજરાતી ગઝલ પાછળ ખચી નાખી હતી…..

 6. મૃણાલિની said,

  June 11, 2009 @ 8:32 am

  ફના થાવાને આવ્યો’તો પરંતુ એ ખબર નહોતી,
  કે મુજને બાળવા પહેલા સ્વયં દીપક ઠરી જાશે
  વાહ…પણ મરીઝની વાત વાસ્તવિક લાગે-
  ફના થવાની ઘણી રીત છે જગતમાં ‘મરીઝ’,
  તમે પસંદ કરી છે એ સારી રીત નથી;
  આ પંક્તીઓ
  મરણને બાદ પણ ‘કૈલાસ’ને બસ રાખજો એમ જ,
  કફન ઓઢાડવાથી લાશની શોભા મરી જાશે.
  ઉલ્લેખ કરતા
  પણ જગતના મનમા કાંઈક આવું છે
  રખે સાબિત કરે મરનારનાં એ કામ કાળાંને ,
  જગત એથી જ કોઈને નથી દેતું કફન કાળાં.

 7. mrunalini said,

  June 11, 2009 @ 8:37 am

  કાંઈ મારી ભૂલ લાગે છે
  નામની જગ્યાએ પંક્તી આવી ગઈ!
  સુધારવા વિનંતિ

 8. Mukesh Thakkar said,

  June 11, 2009 @ 12:40 pm

  લાજવાબ.

 9. sudhir patel said,

  June 11, 2009 @ 5:17 pm

  સુંદર ગઝલ ફરી માણવાની મજા આવી.
  સુધીર પટેલ.

 10. ધવલ said,

  June 11, 2009 @ 5:56 pm

  સરસ !

 11. Pancham Shukla said,

  June 12, 2009 @ 4:45 am

  A standard format Gazal.

 12. Lata Hirani said,

  June 13, 2009 @ 10:41 am

  શબ્દો આંખ સામે આવતાં જ કાનમાં સ્વરો ગુંજવા લાગ્યા..

 13. M.G.Raval said,

  June 13, 2009 @ 1:56 pm

  KAILASH PANDIT NI GHANI ” GAZAL ” SABHALI VANCHI CHHE PAN AA TO LAJAVAB CHHE.

 14. ડો.મહેશ રાવલ said,

  July 10, 2009 @ 1:22 pm

  જનાબ કૈલાસ પંડિતની આ ગઝલ ગુજરાતી ગઝલનું સદાબહાર નજરાણું છે એમ કહીએ તો જરાય અતિશયોક્તિ નહીં ગણાય.શ્રી મનહર ઉધાસની પ્રથમ ગઝલ આ જ છે જેનાં માધ્યમે એમણે ગુજરાતી ગઝલ ગાયનમાં પદાર્પણ કર્યું.
  અને વિવેકભાઈ !આ એજ ગઝલ છે જેના મક્તામાં લાશની શોભા મરી જાશે……..જેવી ચમત્કૃતિએ મને ગુજરાતી ગઝલતરફ આકર્શ્યો અને હું ય ગઝલ લખતો થયો…..(૧૯૭૮)!
  સુંદર,ભાવવાહી અને પરંપરાની અસલ ગઝલયતનું ઉમદા ઉદાહરહણ.
  સલામ, એ ગઝલના જીવ કૈલાસ પંડિતને…..

 15. jay shah said,

  September 10, 2009 @ 1:28 am

  કૈલાશ પંડીત ની અનેક સુંદર ગઝલો અને ગીતો સાંભળ્યા પછી એમના વીશે જાણવાની ઈચ્છા થાય છે.મનહર ઉધાસ ,પંકજ ઉઘાસ ,પુરષોત્તમ ઉપાધ્યાય અને અનેક જાણીતા ગાયોકો એ એમનો કલામ ગાયો છે.કયા ગુજરાતી ને “સાયબો મારો ગુલાબ નો છોડ” અને “દીકરો મારો લાડ્કવાયો” નહી ખબર હોય?પણ કોઇ પણ વેબ-સાઈટ પર એમના વિશે કાંઈ લખાયુ નથી.વેબ- સાઈટ ના સ્ંચાલકો એ એમની
  સુંદર ગઝલો ના વર્ણન માં બે સારા શબ્દોય નથી લખ્યા અને બીજા શાયરો ને પેટ ભરીને વખણ્યા છે.
  આ મહાન શાયર ની ઘણી અવગણના અને પક્શપાત થયો હોય એવુ લાગે છે.માફ કરજો કાંઇનુ દીલ દુભાયુ હોય તો !

 16. jay shah said,

  September 10, 2009 @ 1:30 am

  કૈલાશ પંડીત ની અનેક સુંદર ગઝલો અને ગીતો સાંભળ્યા પછી એમના વીશે જાણવાની ઈચ્છા થાય છે.મનહર ઉધાસ ,પંકજ ઉઘાસ ,પુરષોત્તમ ઉપાધ્યાય અને અનેક જાણીતા ગાયોકો એ એમનો કલામ ગાયો છે.કયા ગુજરાતી ને “સાયબો મારો ગુલાબ નો છોડ” અને “દીકરો મારો લાડ્કવાયો” નહી ખબર હોય?

  પણ કોઇ પણ વેબ-સાઈટ પર એમના વિશે કાંઈ લખાયુ નથી.વેબ- સાઈટ ના સ્ંચાલકો એ એમની
  સુંદર ગઝલો ના વર્ણન માં બે સારા શબ્દોય નથી લખ્યા અને બીજા શાયરો ને પેટ ભરીને વખણ્યા છે.
  આ મહાન શાયર ની ઘણી અવગણના અને પક્શપાત થયો હોય એવુ લાગે છે.માફ કરજો કાંઇનુ દીલ દુભાયુ હોય તો !

 17. વિવેક said,

  September 10, 2009 @ 2:02 am

  પ્રિય જયભાઈ,

  કૈલાસ પંડિતની અન્ય રચનાઓ પણ આ સાઇટ ઉપર ઉપલબ્ધ છે જ. અને કેટલીક ગઝલો એટલી બધી સહજ અને સરળ હોય છે કે એના વિશે ટિપ્પણી લખવી અમને યોગ્ય લાગતી નથી. આ ગઝલો ખૂબ જ લોકભોગ્ય બની છે અને સ્વયં સમયે જ એને અમરત્વ બક્ષ્યું છે… આ રચનાઓ અમારી ફાની ટિપ્પણીઓની મહોતાજ નથી…

 18. jay shah said,

  September 10, 2009 @ 7:30 am

  તમારી વાત થી ચોક્કસ પણે સહેમત છું વિવેક ભાઈ. એમની રચની કોઈ ની ટિપ્પણી ની મોહતાજ નથી.પણ કોઈ પર વેબ-સાઈટ પર એમનો જિવન પરીચય નથી.ન તો કોઇ જિવન પ્રસંગ લખાયો છે.

 19. વિવેક said,

  September 10, 2009 @ 8:25 am

  સાચી ટિપ્પણી તો વાચકોએ આ ગઝલ સાથે પાઠવી છે એ જ છે !

  રહી વાત એમના જીવન વિશે… ટૂંક સમયમાં એ ઇચ્છા પૂરી કરીશું… આ સાઇટ વિશે મેં અવારનવાર લખ્યું છે એ જ દોહરાવું છું:
  આ સાઇટ અમારી નથી, આપની જ છે… !! એના ખરા માલિક અમારા વાચકો જ છે, અમે માત્ર સંચાલકો જ છીએ…

 20. jay shah said,

  September 10, 2009 @ 8:40 am

  તમારો ખૂબ આભાર વિવેકભાઈ.કોઇ પણ વાત માટે મન દુઃખ થયુ હોય તો માફી માંગુ છું.

 21. chandresh mehta said,

  August 19, 2010 @ 12:28 pm

  i am listening this lovely ghazal since last 20 years. this is simply marvellous!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment